________________
માનવીઓ નજરે પડ્યા છે ખરા ? આવા ફટેહાલ, ચીંથરેહાલ અને બેહાલ માનવીને જોઈને કોઈએ એના તરફ લાગણીભરી મીટ માંડી છે ખરી ? કે પછી મંદિરમાંથી બહાર નીકળતા રસ્તા પર બેઠેલાં અને હાથ લંબાવીને ભીખ માગતાં વૃદ્ધ કે વૃદ્ધાઓ તરફ નફરતભરી નજર ફેંકી છે ?
આ દુનિયાની તાસીર એવી બદલાઈ ગઈ છે કે એ ભૂખ્યા અને
ચીંથરેહાલ લોકોને પોતાના દિલની હમદર્દી આપવાને બદલે એમને પ્રખર દુશ્મન માને છે. જાણે કોઈ શત્રુ આક્રમણ કરવા ધસી આવ્યો હોય એમ એને નજીક આવતાં તરછોડે છે, ધિક્કારે છે, એના તરફ ડોળા કાઢે છે અથવા તો મોં મચકોડે છે. અન્નને માટે વલખાં મારતાં લોકો કચરાના ગંજમાંથી ખાવાના ટુકડા શોધતાં હોય છે. એમના હાડપિંજર જેવા શરીરને પોષવા માટે એમની આ સૌથી મોટી જીવન-મથામણ હોય છે. કોઈ લગ્નસમારંભ પછી બહાર ફેંકી દીધેલા અન્નને માટે પડાપડી થતી હોય છે અને આવું એઠું, નાખી દેવા માટે રાખેલું અન્ન આપનાર પણ એ માગણોને ધિક્કારતા હોય છે. એના તરફ ગાળો કે અપશબ્દો બોલતા હોય છે અને પછી કોઈ દાનેશ્વરી ‘દાન’ કરે, એ રીતે એ એઠું, વધેલું યા વાસી અન્ન એમના તરફ ફેંકતા હોય છે.
આપણા દેશમાં પેટની ભભૂકતી આગથી સિસકતી જિંદગીઓ ચોપાસ રઝળતી હોય છે અને ક્યારેય જગતના રક્ષણહાર, માનવીના તારણહાર, કરુણાના સ્વામી અને અનુકંપાના સ્રોત સમાન પ્રભુનાં ગુણગાન ગાનારાઓએ આ જિંદગીની વેદના જાણવાનો લેશમાત્ર પ્રયાસ કર્યો નથી, એમના તરફ દૃષ્ટિ ફેરવી નથી અને એથી આવી અનેક જિંદગીઓ પારાવાર ભૂખથી મરવાને વાંકે જીવતી હોય છે. અને કેવી હોય છે એ જિંદગી ?
માંડ માંડ અંગ ઢાંકે એવું ફાટેલું કપડું હોય છે, વધી ગયેલા વિખરાયેલાં દાઢી-વાળ હોય છે, રોજેરોજ ભૂખ સામે જંગ ખેલતાં એમની કમર સાવ બેવડ વળી ગઈ હોય છે. એમના ચહેરા પર માત્ર ને માત્ર ઉદાસી હોય છે. આંખોમાં શૂન્યતા હોય છે અને માત્ર શ્વાસ ચાલતો હોવાથી જીવતા હોવાનો અહેસાસ આપે છે. આ રઝળતા માનવીઓની જિંદગીમાં જો કોઈ ડોકિયું કરે, તો ખ્યાલ
આવે કે આમાં એવાં કેટલાંય હોય છે કે જેમની પાસે ભીખ માગવાની પણ શક્તિ હોતી નથી. એમને એમનું ઘર યાદ નથી, કારણ કે જિંદગીમાં રહેવા
2 • માટીએ ઘડ્યાં માનવી
lenovo
માટે ઘર મળ્યું હોય તો યાદ રહે ને ! માતા અને પિતા એ તો દૂરની વાત છે, અરે ! કેટલાંકને પોતાનાં નામ સુધ્ધાં યાદ નથી !
આવી સ્થિતિ કોણે જોઈ નથી? પણ કોઈ નારાયણન્ ક્રિષ્નન્ જેવો વિરલ માનવી હોય છે કે જે બીજાનાં દુઃખને પોતાના હૃદયમાં સમાવીને પોતાની શક્તિ અને ક્ષમતાથી એમને મદદ કરે છે. તમિલનાડુના મદુરાઈના નારાયણન્ ક્રિશ્નના જીવનમાં એક જ સ્વપ્ન હતું અને એ સ્વપ્નું એ હતું કે અવ્વલ દરજ્જાના ‘શૅફ’ બનવું અને તે પણ કોઈ ફાઇવ સ્ટાર હોટલના. હજી માંડ વીસી વટાવી એ બાવીસમા વર્ષમાં પ્રવેશ્યો. કૉલેજમાં સૌથી કામયાબ ‘શૅફ’ માટેનો અવૉર્ડ મેળવી ગયો. એક એકથી ચડિયાતી મોંથી વાનગીઓ વચ્ચે એની જિંદગી સુખેથી પસાર થતી હતી. અને નસીબે એવો સાથ આપ્યો કે એને બેંગાલુરુની ફાઇવ સ્ટાર તાજ હોટલમાં શૅફની નોકરી મળી.
ભૂખ્યા અને ગરીબ લોકોને ભોજન કરાવતો નારાયણ ક્રિષ્નન્
જિંદગીનાં મોટાં સ્વપ્નો ઘણી નાની વયે સિદ્ધ થયાં અને અતિ ધનાઢ્ય અને પ્રસિદ્ધ લોકો માટે આંગળાં ચાટી જાય એવી ડિશ તૈયાર કરવી, એ એના જીવનનું અંતિમ ધ્યેય હતું. જિંદગીમાં તરક્કીનો એક નવો રાહ ખૂલી ગયો અને એને સ્વિટ્ઝર્લેન્ડની એક ફાઇવ સ્ટાર હોટલમાં શૅફની નોકરી માટેની ઑફર મળી. પગારના આંકડાઓ વધતા જતા હતા અને જિંદગીમાં એમ હતું કે હવે સુખનાં સઘળાં સ્વપ્નો પૂરાં થશે. આવે સમયે નારાયણન્ ક્રિશ્નનુ માતાપિતાને મળવા માટે બેંગાલુરુથી મદુરાઈ આવ્યો. મનમાં એવી ઇચ્છા પણ
કરુણાની અક્ષયધારા * 3