________________
હર વક્ત ગુજર જાતા હૈ. અચ્છે ભી ઔર બૂરે ભી.’ આ સમય પણ પસાર થઈ જશે એમ માનતી મુનિબા હિંમતભેર જીવતી હતી. હૉસ્પિટલનું વાતાવરણ ઉત્સાહને ઓગાળી નાખે તેવું અને શોક જગાડે તેવું હતું.
હૉસ્પિટલમાં સફેદ પોશાક પહેરતી નર્સો અને કર્મચારીઓ મુનિબાના વિષાદમાં વધારો કરતાં હતાં. ચોતરફ એટલી બધી નૅગેટિવ બાબતો હતી કે કંટાળો અને નિષ્ફળતા સિવાય એને દુનિયામાં કશું દેખાતું નહીં. કોઈક તો એમ કહેતું, ‘અરે ! આ બિચારી છોકરીના કેવા હાલ થશે ? એના છૂટાછેડા થઈ ગયા જ સમજો. કોને પોતાના ઘરમાં વ્હીલચરમાં ફરતી પત્ની રાખવી ગમે
!'
આવી પરિસ્થિતિમાં એક વાર ડૉક્ટરે મુનિબાની માતાને પૂછ્યું, ‘આ અકસ્માત થયો તે પૂર્વે મુનિબાને કોઈ શોખ હતો ખરો ?'
‘હા. એને ચિત્રો દોરવાં ખૂબ ગમતાં હતાં.'
ડૉક્ટરે તત્કાળ મુનિબાને કહ્યું, ‘તો પછી તું આજે જ તારું પેઇન્ટિંગ શરૂ કરી દે.’
ડૉક્ટરની વાત સાંભળીને મુનિબા હસી પડી. કેવી વાહિયાત વાત ! હજી એનો હાથ ઈજાગ્રસ્ત હતો અને હાથમાં પેન્સિલ પણ પકડી શકતી નહીં. એને જે કંઈ ઇચ્છા થાય તે દોરવાનું કહ્યું. સર્જરીના બે સપ્તાહ બાદ મુનિબાએ એની માતા પાસે જુદા જુદા કલર્સ મંગાવ્યા અને ડૉક્ટરને કહ્યું કે એ જરૂર ચિત્રકામ કરવાનો પ્રયત્ન કરશે.
બધાએ મુનિબાનો સાથ છોડી દીધો, ત્યારે ચિત્રકલાએ એને સદાનો સાથ આપ્યો. હૉસ્પિટલની પથારીમાં સૂતાં સૂતાં એ ચિત્રો દોરવા લાગી. આ ચિત્રોના આકર્ષક રંગોએ એના જીવનમાં નવો ઉત્સાહ રેડ્યો. એ વ્હીલચરમાં બેસીને પેઇન્ટિંગ કરતી પહેલી કલાકાર બની અને કહેતી, ‘હું નિઃસંદેહ સ્વીકારું છું કે મારા શરીરને કારણે હું કૈદમાં પુરાયેલી છું, પરંતુ મારું મન અને મારો આત્મા આઝાદ છે. હું અત્યારે પણ મોટાં સપનાં જોઈ શકું છું.'
પોતાનાં ચિત્રોમાં રંગ પૂરતી વખતે એ કલ્પના કરતી કે આ રંગો મારા જીવનમાં પણ રંગો પૂરશે ! આને કારણે હૉસ્પિટલમાં એ સદા હસતી રહી અને ચિત્રકામ કરતી રહી. ક્યારેય પોતાની પરિસ્થિતિ સામે આક્રોશ પ્રગટ કર્યો 84 + માટીએ ઘડચાં માનવી
નહીં કે આક્રંદ કર્યું નહીં. એ સાચું કે એની કરોડરજ્જુની ઈજા એને ઘેરી વળી હતી, આમ છતાં હિંમતભેર ઝઝૂમતી રહી.
મુનિબાના જીવનમાં એક બીજો આઘાત આવ્યો. એ જેમને પોતાના ‘સુપર હીરો’ માનતી હતી એવા એના પિતાએ એને અને એની માતાને છેહ દીધો. ધરતીકંપ સમો આ આઘાત એની પોતે દોરેલા ચિત્ર સાથે મુનિબા માતાએ સહેજે રડ્યા વિના હિંમતભેર સહન કર્યો, એટલું જ નહીં પણ મુનિબાને આલિંગન આપીને કહ્યું, ‘તને જેમ જેમ મોટી થતાં જોઉં છું, તેમ તેમ મારી જિંદગી પણ વિકસે છે.’
બીજી બાજુ મુનિબાએ વિચાર્યું કે જેમને હું ‘સુપર હીરો' માનતી હતી તેવા મારા પિતાએ મને તરછોડી, પણ તેથી શું ? હવે હું પોતે સુપર હીરો બનીશ. કરોડરજ્જુ તૂટી ગઈ હતી. બંને પગ પક્ષાઘાતથી નિર્જીવ બની ગયા હતા, છતાં મુનિબા પેઇન્ટિંગ શીખવા લાગી અને ફાઇન આર્ટ્સમાં એણે સ્નાતકની પદવી મેળવી.
ધીરે ધીરે એ પાકિસ્તાન ટીવીના ઉદ્ઘોષક તરીકે કામ કરવા લાગી. વ્હીલચરમાં બેસીને એન્કરિંગ કરવા લાગી અને સાથોસાથ વિકલાંગોના અધિકાર માટે એણે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું. એની કલાકૃતિઓમાં માનવીય ભાવનાઓ, ગહન વિચારો અને સ્વપ્નાંઓ વ્યક્ત કરવાનું પસંદ કર્યું. લેખિકા અને પ્રેરક વક્તા તરીકે પણ જાણીતી બની અને એની વાતમાંથી સહુને જિંદગી જિંદાદિલીથી જીવવાનો સંદેશ મળવા લાગ્યો.
વિકલાંગ કે નિર્બળ લોકોને કમજોરીના પ્રતીક તરીકે જોવામાં આવે છે, જ્યારે મુનિબાએ આવા લોકોની ભીતરમાં રહેલી તાકાતનો પરિચય આપ્યો. એણે વિકલાંગ બાળકોને સમાજમાં યોગ્ય સ્થાન આપવા માટે પ્રયત્ન શરૂ કર્યો. આને માટે જુદી જુદી સંસ્થાઓ સાથે જોડાઈ અને વિકલાંગોની વાત કરતાં આકાશ મારી મુઠ્ઠીમાં + 85