________________
17
બેરનાડેટ રેંડલ
કેન્સરનો શિકાર કે કેન્સરના વિજેતા
સતત ત્રણ-ત્રણ વર્ષ સુધી નાની-મોટી બીમારીની ફરિયાદથી પરેશાન બેરનાડેટ રેંડલ અકળાઈ ઊઠી. એક બીમારી મટે, ત્યાં બીજી આસન જમાવીને બેઠી જ હોય. એથી એણે પોતાના ફૅમિલીડૉક્ટરને ફરિયાદ કરી કે નાનીમોટી તકલીફથી એ પરેશાન થઈ રહી છે. એના શરીર પર કાનની પાસે એક ગાંઠ પણ સતત સૂઝેલી રહે છે. બેરનાડેટની આ વાત સાંભળીને ડૉક્ટર પારાવાર આશ્ચર્ય પામ્યા.
છેલ્લાં ત્રણ વર્ષથી બેરનાડેટની સારવાર કરતા હોવા છતાં એમને આ ગાંઠનો કેમ કો ખ્યાલ જ ન આવ્યો ! બેરનાડેટે કહ્યું કે એણે
અગાઉ એમને આ વાત કરી હતી.
ફૅમિલીડૉક્ટરે છેલ્લાં ત્રણ વર્ષની બેરનાડેટની મેડિકલ ફાઈલ મંગાવી અને જોયું તો એમાં કાનની નીચે થયેલી ગાંઠની નોંધ એમણે સ્વહસ્તે જ લખી હતી ! પણ કમનસીબે એ તરફ એમણે વિશેષ લક્ષ આપ્યું નહોતું. એ સમયે આ જ ફૅમિલીડૉક્ટરે કહ્યું હતું કે આ
એવી કોઈ મહત્ત્વની કે ગંભીર શારીરિક બાબત નથી. આ ગાંઠ તો થોડા વખતમાં ઓગળી જશે. ડૉક્ટર ગાંઠને બદલે બેરનાડેટની નાની-મોટી તકલીફો પર નજર ઠેરવી અને ત્રણેક વર્ષ સુધી એને સારવાર આપી.
બેરનાડેટની શારીરિક હાલતમાં કોઈ નોંધપાત્ર સુધારો થતો નહોતો. એમાં એકાએક એના હાથ અને પગમાં સતત ખંજવાળ આવવા લાગી. ડૉક્ટરે બેરનાડેટને તેની ઑફિસે આવવા કહ્યું. એ દિવસે બેરનાટની શારીરિક તપાસ થઈ. સતત સૂઝેલી ગાંઠ એ કૅન્સરની ગાંઠ હતી અને થોડા સમયમાં કૅન્સરની એ ગ્લૅન્ડ પર સર્જરી કરવામાં આવી.
બેરનાડેટની છાતીમાં અને એના નાકની પાછળના ભાગમાં પણ ‘ટ્યુમર' જોવા મળી. ડૉક્ટરોએ ‘લિમ્ફોમા’ હોવાનું નિદાન કર્યું. લિમ્ફોમા ધરાવનાર ચાલીસ ટકા દર્દીની વધુમાં વધુ પાંચ વર્ષ સુધી જ જીવાદોરી હોય છે.
કૅન્સરની ગંભીર બીમારીને કારણે બેરનાડેટને માથે એકસાથે આખું આકાશ તૂટી પડ્યું. એ ખૂબ મૂંઝાઈ ગઈ. એને કશું સૂઝતું નહોતું અને મનમાં વારંવાર એ સવાલ જાગતો હતો કે “હવે હું શું કરી શકીશ ?” “શું મારા આયુષ્યનો અંત આવી ગયો ?” “હવે મારે જીવન વેદનામય અને કારમી પીડાઓમાં જ વિતાવવાનું રહેશે ?”
વ્યાધિથી ઘેરાયેલી બેરનાડેટ સમતોલ માનસ ધરાવતી હતી. આવી પરિસ્થિતિમાં આવો રોગ થાય ત્યારે દર્દી અન્ય લોકો તરફ કટુતા ધરાવવા લાગે છે. એનો સ્વભાવ વાતવાતમાં ચીડિયો બની જાય છે. આવી સ્થિતિ માટે ઈશ્વરને દોષી ગણી એના પર ફિટકાર વરસાવે છે.
જ
કેટલાક આવો રોગ થતાં પોતાની જાતને સમાજથી અળગી રાખીને અતડા બનીને જીવતા હોય છે. આ રોગ શરીરમાં રહેવાને બદલે એના મન પર સવાર થઈ જાય છે. રાત-દિવસ એના જ વિચારો આવે. જીવનના પ્રત્યેક કાર્યના કેન્દ્રમાં રોગજનિત નિરાશા પલાંઠી લગાવીને બેસી જાય. બેરનાડેટને આવાં કેટલાંય કૅન્સરનાં દર્દીઓનો પરિચય હતો. એણે એ પણ જોયું હતું કે ઘણાં દર્દીઓ આ રોગના શરણે જઈને નિરાશા અને નિષ્ક્રિયતાથી મૃત્યુ તરફ સ્વયમેવ ગતિ કરતા હતા.
કૅન્સરનો શિકાર કે કૅન્સરના વિજેતા ? * 141