________________
ટ્રેન એટલી બધી લાંબી લાગી કે મનમાં એમ થયું કે જાણે એનો અંત જ નથી લાગતો! ટ્રેન પસાર થતાં જ બધા ડેનિયલા તરફ દોડી આવ્યા. એમણે જોયું કે પસાર થતી ટ્રેનના પવનને કારણે ડેનિયેલા થોડી બાજુએ ખસી ગઈ હતી, પરંતુ તંતોતંત જીવતી હતી.
ઍમ્બુલન્સ આવ્યાની અગિયાર મિનિટમાં તો ડેનિયલાને ઘટનાસ્થળે તાત્કાલિક સારવાર આપીને હૉસ્પિટલ તરફ લઈ જવામાં આવી. એ એના ડૉક્ટર પિતા અને કાકાના ફોન નંબર બોલતી હતી. ડેનિયેલા હૉસ્પિટલમાં પહોંચી પછી થોડી જ વારમાં એનાં સગાંઓ પણ પહોંચી ગયાં હતાં. એણે પોતાના આપ્તજનોને પૂછયું, ‘હું સારી થઈ જઈશ ને !'
થોડી વાર પછી ડેનિયેલા એકાએક બેભાન થઈ ગઈ. એના પર તાત્કાલિક ઓપરેશન કરવામાં આવ્યું. એના બંને હાથ અને બંને પગ છૂટા પડીને એવા તો છુંદાઈ ગયા હતા કે તે ફરીથી જોડી શકાય તેમ નહોતા. ડૉક્ટરે એને તાત્કાલિક સારવાર આપી, એના ઘાને બરાબર સાફ કરીને એના પર ટાંકા લઈ લીધા. ઑપરેશન થિયેટરમાંથી બહાર આવી, ત્યારે એનાં માતા-પિતા અને એનો મિત્ર રિકાર્ડો આવી પહોંચ્યાં હતાં. એમણે ડેનિયલાને જોઈ. એનો અવાજ સાંભળ્યો અને એ અવાજ માં આત્મવિશ્વાસનો રણકો સંભળાયો.
બે હાથ અને બે પગ કપાઈ ગયા હોવાથી ડેનિયલાને અસહ્ય દર્દ થતું હતું. ડૉક્ટરો એને દર્દશામક ટૅબ્લેટ અને ઇંજેક્શન આપતા હતા, પરંતુ તેમ છતાં એની વેદના પર કાબૂ મેળવી શકતા નહોતા. આમ છતાં એણે હિંમત ગુમાવ્યા વિના અન્ય ઉપચારો વિશે વિચારવાનું શરૂ કર્યું. એણે ધ્યાન અને રે કીની મદદથી પોતાની આ વેદનાને ઓછી કરી. દોઢ મહિના સુધી ડેનિયેલાને હૉસ્પિટલમાં રહેવું પડ્યું. ભયાનક અકસ્માતની સ્મૃતિની સાથોસાથ અપાર શારીરિક પીડા ભોગવવી પડી.
બે હાથ અને બે પગ વિનાની યુવતી કરે શું ? એ જીવે કઈ રીતે ? પરંતુ ડેનિયેલા પાસે જીવવાનો મક્કમ નિર્ધાર હતો અને એના તબીબ પિતાનું પૂરેપૂરું. પ્રોત્સાહન હતું. એના પિતાએ નક્કી કર્યું હતું કે મારે ડેનિયેલાને ફરી હરતીફરતી કરવી છે. એના ચહેરા પરનું હાસ્ય પાછું આણવું છે. એને માટે એમણે ડેનિયલા માટે કૃત્રિમ અંગો મેળવવાનો પ્રયાસ કર્યો.
108 • માટીએ ઘડ્યાં માનવી
કૃત્રિમ હાથ અને પગની મદદથી ચાલતી ડેનિયેલા ગ્રાસિયા
અમેરિકાના ફિલાડેલ્ફિયા રાજ્યના મોંસ રિહેબિલિટેશન સેન્ટરનું નામ કૃત્રિમ અંગો બનાવવા માટે ઘણું પ્રતિષ્ઠિત ગણાતું હતું. ડેનિયલાને અહીં લાવવામાં આવી અને એના કૃત્રિમ હાથ અને કૃત્રિમ પગ બનાવવામાં આવ્યા.
અકસ્માતના ત્રણ મહિના પછી ડેનિયલાના કપાયેલા પગ પર કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યો. એ દિવસે ડેનિયેલા પોતાના કૃત્રિમ પગ પર ચાલી. અપ્રતિમ સાહસ કરીને કોઈ સિદ્ધિ મેળવી હોય એવો સહુને અનુભવ થયો. જિંદગી હારી બેસીએ એવી પ્રત્યેક ઘટનાને પરાજિત કરનારી ડેનિયેલા એના આ જંગમાં સફળ થઈ. કૃત્રિમ પગ પહેરીને એણે પહેલી વાર ચાલવાનું શરૂ કર્યું, ત્યારે એની આંખોમાંથી આનંદનાં આંસુ સરી પડ્યાં ! એનાં માતાપિતા અને સ્ટાફના સભ્યો ભાવવિભોર બની ગયા અને એમની આંખોમાંથી આંસુ છલકાવા લાગ્યાં.
ડેનિયેલાને અકસ્માતની વેદના તો ભોગવવાની હતી, પણ એની સાથોસાથ આખો દિવસ ફિઝિયોથેરાપિસ્ટ અને ડૉક્ટરો પાસે ચાલવાની, ભોજન કરવાની
પડખામાં મોત અને જીવન માટેનો જંગ • 109