Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ શરીરમાં ડૉક્ટરની આંગળી ફરતી નહોતી. વળી એમાં મુખ્ય કામ નર્સ, દાયણો અને સુયાણીઓ જ કરે છે.” એ દિવસે સાંજે ઇગ્નાઝ એની ઑફિસમાં બેઠો હતો અને એનાથી થોડે દૂર આવેલા એક ખંડમાંથી ધીમું રુદન સંભળાવા લાગ્યું. થોડી વારમાં તો એની ઑફિસ પાસેથી સ્મશાનયાત્રા પસાર થઈ. એ દિવસનું આ લાગલગાટ ચોથું મૃત્યુ હતું. મૃત્યુઘંટનો રણકાર એના કાને અથડાયો અને ઇગ્નાઝ એના કાનમાં આંગળી ખોસી આમતેમ આંટા મારવા લાગ્યો. વેદના વધતાં એ ખુરશી પર ફસડાઈ પડ્યો. એની આંખનાં આંસુ રોકી શક્યો નહીં. હથેળીથી ઢંકાયેલા એના મુખ પરનાં આંસુ એ છુપાવવા લાગ્યો. પેલો કોયડો હજી એના મનને અને જીવને જંપ લેવા દેતો નહોતો. આ એ જમાનાની વાત છે જ્યારે સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયું નહોતું, માત્ર થોડા સમય પૂર્વે રોબર્ટ કોસ્ટ નામના સંશોધકે જાહેર કર્યું હતું કે ‘જંતુઓ પણ રોગનું કારણ બની શકે છે.' ડૉ. ઇગ્નાઝ સેમસેિ આ જંતુઓ નજરે જોયાં નહોતાં, પરંતુ આવાં જંતુઓને કારણે ‘ચાઇલ્ડબેડ ફીવર'થી પ્રસૂતા માતાઓનું મૃત્યુ થતું હશે, એવો વિચાર ઇનાઝના મનમાં જાગ્યો. ઇગ્નાઝે ક્લોરિનયુક્ત પાણીથી હાથ ધોવાનો આગ્રહ રાખ્યો, પણ એના વિચારનો ઘણાએ વિરોધ કર્યો. આનો સાચા દિલથી સ્વીકાર કરવાને બદલે ‘એણે સંશોધનને નામે કશુંય નવું કહ્યું નથી ' એમ કહીને આખી વાત અને વિચારને ફગાવી દેવામાં આવ્યો. ઇગ્નાઝના એક વિદ્યાર્થીએ આ વિષયમાં લંડનની રોયલ મૅડિકલ એન્ડ સર્જિકલ સોસાયટીમાં પોતાનું સંશોધનપત્ર રજૂ કર્યું અને એ પછી એનાં તારણો એણે ફ્રાંસનાં સામયિકોમાં પણ પ્રગટ કર્યો. વિયેનાના પ્રસૂતિગૃહમાં ઘટેલા માતાના મૃત્યુદરની વાત ધીરે ધીરે ફેલાવા લાગી અને આ આંકડાઓ જ લોકોને જાગ્રત કરશે એમ ઇગ્નાઝ માનતો હતો. ક્લોરિનથી હાથ ધોવાની વાત સહુ સ્વીકારશે એવી એની ધારણા હતી અને એમ થવાથી ઘણી સ્ત્રીઓના પ્રાણ બચી શકશે એવી એને આશા હતી, પરંતુ ઇગ્નાઝની વાત એકાએક પ્રસરતાં કેટલાક વિચિત્ર પ્રતિભાવો પણ મળ્યા. કેટલાકે કહ્યું કે આ તો સાવ સામાન્ય વાત છે, તો કેટલાકે કહ્યું કે અંગ્રેજ સંશોધક ઑલિવર હૉન્સે આ વાત ઘણા સમય પૂર્વે 118 • માટીએ ઘડ્યાં માનવી હૉસ્પિટલમાં કહી છે અને એણે કહ્યું હતું કે ‘ચાઇલ્ડબેડ ફીવરમાં જંતુગ્રસ્ત વ્યક્તિ એનું ઇન્ટેશન બીજાને લગાડી શકે છે.' ઇગ્નાઝે પોતે નહીં, પણ એના આ સંશોધનનાં તારણો એના સાથીઓ અને વિદ્યાર્થીઓએ લખ્યાં હોવાથી કેટલાક લોકો એને બરાબર સમજ્યા નહીં અને આવી કટોકટીની પળે ઇગ્નાઝે પોતે આ વિષય પર કશું પ્રગટ કર્યું નહીં. આને કારણે એના સંશોધન પર વિવાદનું વાદળ સતત છવાયેલું રહ્યું. કોઈ લેખ લખવાને બદલે અથવા તો વિયેનાના સંશોધકોની વચ્ચે પોતાની વાત પ્રગટ કરવાને બદલે સહુ કોઈ આ સચ્ચાઈ સ્વીકારશે જ, તેમ માનતો હતો. એ સમયે ઑસ્ટ્રિયામાં રાજકીય વાવંટોળ આવ્યો અને એમાં ૧૯૪૮ની ૧૩મી માર્ચે વિયેનામાં વિદ્યાર્થીઓએ ગુનેગારને જ્યુરી દ્વારા ટ્રાયલ કરવા માટે કાયદો કરવાનો અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય આપવા માટેનો મોરચો કાઢ્યો. બે દિવસ પછી હંગેરીમાં પણ આવો મોરચો નીકળ્યો. વિયેનામાં આ મોરચા સાથે ઇગ્નાઝને કશોય સંબંધ ન હતો છતાં એના તરફ શંકા સેવવામાં આવી, કારણ કે એ મૂળ હંગેરીનો વતની હતો. પહેલું ક્લિનિક • I19.

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82