Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 75
________________ ડૉક્ટરોએ પણ કહ્યું કે હવે એનો જીવનદીપ બુઝાવાની તૈયારીમાં છે. એની અંતિમ પળે પરિવારજનો અને માર્ટિન દંપતી એના પલંગની આસપાસ ઊભાં રહેતાં ત્યારે ઇઝાબેલે એમની સામે જોઈને કહ્યું, ‘અરે, આવું શોગિયું મોટું કરીને કેમ ઊભા છો મારી સામે ? મારી આંખ મીંચાશે પછી હું મરવાની નથી. મારું મૃત્યુ મરી જશે હું નહીં, હું પાછી આવીશ.' | ઇઝાબેલ મૃત્યુ પામી ત્યારે એના તકિયા નીચેથી બે વસ્તુઓ મળી આવી. એક પવિત્ર બાઇબલનું પુસ્તક અને બીજી કોતરકામવાળી નાનકડી લાકડાની ડબી હતી. કુટુંબીઓએ ડબી ઉધાડી તો એમાં મોરનું પીંછું હતું. ‘ઇન્ડિયાના શ્રીકૃષ્ણ'ની વાર્તા કહી. ઇઝાબેલને આમાં રસ પડવા લાગ્યો. પોતાની ટ્રીટમેન્ટ દરમિયાન ઘણી વાર ઇઝાબેલ કંટાળો આવવાની વાત કરતી ત્યારે ડૉક્ટરે એને સંગીત સાંભળવાનું સૂચન કર્યું. આ છોકરીએ એકાએક જ ડૉક્ટરને કહ્યું, ‘મારાથી ક્યૂટ (વાંસળી) વગાડાય ?' ડૉક્ટર કર્નેએ હસતાં હસતાં કહ્યું કે આવી રીતે ફૂંક મારતાં તારાં ફેફસાંને શ્રમ પડે. આમ છતાં તારે થોડું હું ફ્રે કરવું હોય તો કર. ઇઝાબેલના પિતાએ એને એક વાંસળી લાવી આપી. ઇઝાબેલની સારવાર ચાલતી હતી. ડૉક્ટરો તનતોડ પ્રયત્ન કરતા હતા. ઘડીકમાં તબિયત સારી હોય તો ઘડીમાં તદ્દન બગડી જતી, પરંતુ આ સમયે ઇઝાબેલમાં એક પરિવર્તન જોવા મળ્યું. એની વેદના જાણે અદૃશ્ય થઈ ગઈ હોય તેમ એના મુખ પર અપાર શાંતિના ભાવ હતા, એની વાણીમાં સ્વસ્થતા અને વર્તનમાં આનંદનો સાક્ષાત્કાર હતો. શ્રીમતી માર્ટિન ઇઝાબેલને પવિત્ર ક્રોસ આપ્યો ત્યારે ઇઝાબેલે એને કાનમાં પોતાની એક બીજી માગણી કરી. એણે કહ્યું કે, ‘પ્રયત્ન કરીને જરૂર હું તને એ ભેટ આપીશ.’ દસ દિવસ પછી માર્ટિન કોતરકામવાળી લાકડાની ડબ્બીમાં તે ભેટ લઈને આવ્યાં. પોતાના નાના ભાઈ મૅથિયાસની વર્ષગાંઠની ઉજવણી માટે ઇઝાબેલે ડૉક્ટરને કહ્યું, ‘મારે ઘેર જઈને ભાઈની વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવો ડૉક્ટરોએ સવારથી સાંજ સુધી જવાની છૂટ આપી. વળી ઇઝાબેલે કહ્યું કે એ એમ્બુલન્સમાંથી ઊતરીને હીલચૅરની સહાય વિના જાતે ચાલીને ઘરમાં જશે. બંને ડૉક્ટરોએ એકબીજા સામે સૂચક દૃષ્ટિએ જોયું અને સંકેત કર્યો કે અત્યારે આપણે હા પાડવી, પણ હકીકતમાં એ ચાલી શકે એવી સ્થિતિમાં નથી. વર્ષગાંઠના દિવસે ઇઝાબેલ અંબ્યુલન્સમાંથી ઊતરી, ચાલવાની જીદ કરી, પગ ધ્રુજતા હોવા છતાં ધીમે ધીમે બારણાં સુધી આવી અને નાના ભાઈને ભેટી પડી. રાત્રે એ હૉસ્પિટલમાં પાછી ફરી ત્યારે ફરી પાછું મોત સામેનું યુદ્ધ શરૂ થયું. 138 * માટીએ ઘડચાં માનવી વાંસળી અને મોરપિચ્છ • 139

Loading...

Page Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82