Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ વાંસળી અને મોરપિચ્છ બાયલોવોના સંત તરીકે ડોબી ડોબ્રેવે સિદ્ધાંત છે કે કોઈ પણ પરિસ્થિતિને સહેજ પણ ક્લેશ કે કચવાટ વિના સ્વીકારવી, આથી જે કોઈ આહાર મળે તે આનંદભેર સ્વીકારે છે અને પોતાના જીવનની પળેપળ બીજાના માટે વાપરવા ચાહે છે. એકસો વર્ષની ઉમર તો પાર કરી, પણ છતાં કસરતથી કસાયેલા એના શરીરમાં એટલી જ સ્કૂર્તિ અને તરવરાટ છે. જીવનની અંતિમ ઘડી સુધી એને પોતાનાં ‘આપવાનાં' મૂલ્યોને જાળવી રાખવા છે અને તેથી એ ક્યારેય પલાંઠી વાળીને બેસવા કે પોતાની ઓરડીના પલંગમાં સૂતાં સૂતાં જીવનની વિદાય ઝંખતો નથી. 16 જર્મનીના બોન શહે૨ની નિશાળમાં ભણતી ઇઝાબેલ ઝાચેંથે છાતી ફાટ રુદન કરતાં પોતાનાં માતાપિતાને અનુલક્ષીને ડૉક્ટર ક્યુલેસિસને વિનંતી કરી, ‘ડૉક્ટર, તમે કહ્યું તેમ હું મોતનો મુકાબલો કરીશ, પરંતુ મારાં માતાપિતાને સમજાવો કે તેઓ મહેરબાની કરીને આ રીતે ભાંગી પડે નહીં.' | ડૉક્ટર ક્યુઓલેસિસે ઇઝાબેલના પિતા હાન્સ અને માતા ક્રિસ્ટનને હિંમત રાખવા કહ્યું. એમણે કહ્યું હતું કે, ઇઝા સાક્રોમાનો ભોગ બની છે અને કૅન્સરના રોગોમાં આ અત્યંત જલદ અને અપાર પીડા આપનારું ભયંકર કૅન્સર છે. તેની ગાંઠ શરીરના ટિટ્યૂઝ સાથે જોડાઈ જાય છે અને તેથી રોગ કૂદકે ને ભૂસકે વધતો જાય છે. ડૉક્ટરે નિદાન કરતી વખતે એમ પણ કહ્યું કે આ જીવલેણ રોગનો દર્દી થોડા સમયમાં ઇઝાબેલ ઝાથ 134 • માટીએ ઘચાં માનવી

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82