Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ મૃત્યુ પામે છે. વ્યક્તિએ એનો સામનો કરવાનો અને ચમત્કારની આશા રાખવાની ! જોકે આમાં ચમત્કાર ભાગ્યે જ બને છે. પોતાની પુત્રી ઇઝાબેલના રોગનું નિદાન સાંભળીને એનાં માતા અને પિતા ભાંગી પડ્યાં. ઇઝાબેલે ડૉક્ટરોને સત્ય હકીકત જણાવવા આગ્રહ કર્યો, ત્યારે ડોક્ટરોએ સઘળી વાત કરી. છલોછલ આનંદથી જીવતા આ કુટુંબ પર એકસાથે આખું આભ તૂટી પડ્યું. હાન્સ અને ક્રિસ્ટન દંપતીને બે પુત્રો અને એક પુત્રી હતાં, પરંતુ ઇઝાબેલની મક્કમતા જોઈને વિપત્તિમાં ઘેરાયેલા આ પરિવારે નક્કી કર્યું કે ગમે તે થાય, તોપણ મોતનો મક્કમ રહીને મુકાબલો કરવો છે. જીવલેણ કેન્સરની શરણાગતિ સ્વીકારવી નથી. કૅન્સરની ટ્રીટમેન્ટ અત્યંત ખર્ચાળ હતી, પરંતુ જાણે આખું કુટુંબ એની સામે યુદ્ધે ચડ્યું હોય તેમ મહેનત કરવા લાગ્યું. બંને ભાઈઓએ અભ્યાસ સિવાયના સમયમાં જે કોઈ કામ મળે તે કરીને રકમ એકઠી કરવા માંડી. એમનાં ૭૪ વર્ષનાં દાદીમાં બર્લિનથી બોન આવ્યાં અને એ પણ કામ શોધીને મહેનત કરવા લાગ્યાં. ઇઝાબેલને કૅમોથેરાપીની ટ્રીટમેન્ટ આઠેક દિવસ ચાલી અને કૅમોથેરાપીની અસર સારી વર્તાઈ. એમ પણ જોવા મળ્યું કે ગાંઠ લગભગ ઓગળી રહી છે. આખા કુટુંબમાં એક મોરચો જીત્યાનો આનંદ છવાઈ ગયો. એવામાં ફરી નવો મુકાબલો કરવાની ઘડી આવી. આ ટ્રીટમેન્ટની આડઅસર રૂપે એક નવા રોગે દેખા દીધી. ઇઝાબેલને લ્યુકેમિયાની શરૂઆત થઈ. એના લોહીમાં શ્વેતકણો ઘણા ઓછા થઈ ગયા. આને પરિણામે ઇઝાબેલને ખૂબ નબળાઈ લાગતી હતી અને શ્વાસ લેવામાં પણ રૂંધામણ થતી હતી. ડૉ. ક્યુબેલિસે એક બીજા ડૉક્ટરની સલાહ લીધી. ડૉ. કર્ને પરિસ્થિતિની ગંભીરતા પામી ગયા. ટ્રીટમેન્ટ કેટલી વેદનાજનક હશે તેનો એમને ખ્યાલ હતો. એમણે ઇઝાબેલને કહ્યું, ‘બેટા, મક્કમ રહેજે. ગભરાઈશ નહીં.” ઇઝાબેલે કહ્યું, “સાહેબ, હું મક્કમ છું. સહેજે ચિંતા કરશો નહીં.' એવામાં ક્રિસ્ટમસના આનંદભર્યા દિવસો આવ્યા. ઇઝાબેલને થોડું સારું લાગતું હતું. શરીરમાં શક્તિસંચાર જણાતો હતો. ભોજનની ઇચ્છા પણ થવા લાગી. ઇઝાબેલને હૉસ્પિટલમાંથી મુક્તિ આપવામાં આવી. ઇઝાબેલની મુક્તિને કુટુંબે મહોત્સવમાં ફેરવી દીધી. ઇઝાબેલે ઘેર આવી ત્યારે એનાં દાદીમા અને એના બંને બાંધવોએ એવું ભાવભીનું સ્વાગત કર્યું. ક્રિસ્ટમસનો સમય હતો. પપ્પા હાન્સે ક્રિસ્ટમસ ટ્રી બનાવ્યું. ભાઈઓએ તે શણગાર્યું અને ઇઝાબેલે મીણબત્તીઓ પટાવતાં સર્વત્ર આનંદ વ્યાપી રહ્યો. આ સમયે ચર્ચનો ઘંટારવ સાંભળી ઇઝાબેલે કહ્યું, ‘આ કદાચ મારે માટે છે.' ક્રિસ્ટમસની રજા માણીને નવેક દિવસ બાદ ઇઝાબેલે હૉસ્પિટલમાં પાછી આવી. પચીસેક દિવસ સારું રહ્યું. ડૉક્ટરોને એમ પણ લાગતું કે કદાચ ચમત્કાર બનશે. પરંતુ ૨૯મી જાન્યુઆરીએ ઇઝાબેલનો ડાબો પગ સાવ અટકી ગયો. અથાગ પ્રયત્ન કરવા છતાં તે પગને ખસેડી શકી નહીં. ડૉક્ટર કર્ન બોલી ઊઠ્યા, ‘ઓહ માર્યા ઠાર ! હવે ભારે મુશ્કેલી.' ડૉક્ટરોએ નવી ટ્રીટમેન્ટ નક્કી કરતાં પહેલાં કેન્સર અંગેનાં તમામ પુસ્તકો વાંચી જોયાં. અન્ય ડૉક્ટરો સાથે ટ્રીટમેન્ટની ચર્ચા કરી. લાંબી ચર્ચાને અંતે એમણે ઘણી યાતનાજનક ટ્રીટમેન્ટ આપવાનું નક્કી કર્યું. ઇઝાબેલ અધવચ્ચેથી ભાંગી પડી. એની ધારી અસર થઈ નહીં. આ સમયે ઇઝાબેલે પોતાની નિશાળની સખી ડૉરિકાને પત્ર લખ્યો, ‘હવે મારાથી વેદના સહન થતી નથી. હું બહુ જ દુ:ખી થઈ ગઈ છું. મોત માગું છું.' ઇઝાબેલની સ્થિતિ જોઈ એના કુટુંબીજનોએ પણ હિંમત ગુમાવવા માંડી. એવામાં આ હૉસ્પિટલમાં કેનેડામાં રહેતાં શ્રી અને શ્રીમતી માર્ટિન સાથે ઇઝાબેલના કુટુંબીજનોની મુલાકાત થઈ. તેઓ આ હૉસ્પિટલમાં તેમના સ્નેહીના ખબરઅંતર પૂછવા આવ્યા હતા. એમણે ઇઝાબેલની વાત સાંભળી અને શ્રીમતી માર્ટિન ઇઝાબેલની સારવાર ખર્ચને માટે મહેનત કરવા લાગ્યાં. આ માર્ટિન દંપતીએ ભારતના બનારસમાં બારેક વર્ષ પસાર કર્યા હતાં. શ્રીમતી માર્ટિન રોજ બે કલાક બેસીને ઇઝાબેલને જાતજાતની વાર્તાઓ કહેતી. એણે 136 * માટીએ ઘડ્યાં માનવી વાંસળી અને મોરપિચ્છ • 137

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82