Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 77
________________ બેરનાડેટ એનો વિચાર કરવા લાગી કે એ પોતે કઈ રીતે આ રોગનો પ્રત્યુત્તર આપવા ચાહે છે ? આ દર્દ સાથેનો સંબંધ કઈ રીતે નિભાવવા ચાહે છે ? બીજાની માફક એને વશ થવા માગે છે, કે પરવશ બનવાને બદલે એને સમજીને પડકારવા ચાહે છે ? એના મનના ઊંડાણમાં કૅમિલીડૉક્ટરના વિલંબથી થયેલા નિદાનની વાત પણ પડી હતી. એક ખોટો નિર્ણય કેવી મોટી આફત ઊભી કરે છે એનો બેરનાડેટને સાક્ષાત્ અનુભવ હતો. પરિણામે બેરનાર્ડટે નક્કી કર્યું કે હવે પોતાની જિંદગી વિશેના અને વિશેષ તો પોતાની સારવાર વિશેના નિર્ણયો એ સ્વયં લેશે. કેન્સર જેવા રોગ વિશે જાતે અભ્યાસ કરીને નિર્ણય લેવો એ ઘણી લાંબી, ઘણો સમય માગનારી કપરી બાબત હતી, પરંતુ પોતાની સારવાર અંગે બેરનાડેટે નિર્ણય લેવાના પોતાના ‘નિર્ણયને કોઈ પણ સંજોગોમાં વળગી રહેવાનું નક્કી કર્યું.” બેરનાફેટે પોતાની બીમારીનો અભ્યાસ કરવા માંડ્યો. આ બીમારી અંગે લખાયેલાં પુસ્તકો વાંચવા લાગી, જુદી જુદી વ્યક્તિના અનુભવોનો અભ્યાસ કર્યો. હજી પ્રયોગના સ્વરૂપમાં થઈ રહેલી ક્લિનિકલ ટ્રાયલનો એણે અભ્યાસ કર્યો. એ પછી એણે જુદી જુદી કેમિકલ થેરાપીનો અભ્યાસ કર્યો. આ અભ્યાસમાં દવાની આડઅસરની પણ એણે પૂરી જાણકારી મેળવી અને પછી પોતાના પર એની અજમાયશ કરવા લાગી. એણે અંકોલૉજિસ્ટ સાથે કામ કરનારી અને કૅન્સરના દર્દીઓની સારવાર કરનારી નર્સની મુલાકાત લીધી, એનો પણ સાથ મેળવ્યો. બેરનાટે અમેરિકન કૅન્સર સોસાયટીનો સંપર્ક સાધ્યો અને કેન્સર સોસાયટીમાં પ્રકાશિત કરેલું સાહિત્ય મેળવ્યું. પરિણામ એ આવ્યું કે બેરનાડેટની સર્જરી થઈ અને એ પછી એણે રેડિયેશન ટ્રીટમેન્ટ લીધી. એની વચ્ચેના પખવાડિયામાં તો બેરનાડેટ પોતે પોતાની સારવાર વિશે નિર્ણયો કરતી થઈ ગઈ. બેરનાડેટને લાગ્યું કે વ્યક્તિ પોતે જ પોતાની સારવારની પસંદગી કરે અને તે પણ દર્દ અંગેની પૂરી જાણકારી મેળવીને, તો એને માટે સારવારની પીડા અને એ કપરો સમય પસાર કરવો સરળ બને છે. આનું કારણ એ કે એણે પોતે આ પ્રકારની ટ્રીટમેન્ટની પસંદગી કરેલી હોય છે ! બેરનાડેટ નિર્ણય કરતાં પૂર્વે લાંબી વિચારણા કરતી હતી. પોતાની જાતને પ્રશ્નો પૂછતી હતી, એના ઉત્તરો પણ પુસ્તકોના અભ્યાસ અને નિષ્ણાતોના માર્ગદર્શન પછી એ જાતે મેળવતી હતી. કૅન્સરની સારવાર લેવાની હોય ત્યારે એ વિચારતી કે, “ડૉક્ટરની આ સારવારનો કોઈ વિકલ્પ છે ખરો ? અને જો વિકલ્પ હોય તો એ વિકલ્પને અપનાવવા જતાં કયાં પરિણામો આવે ?” બેરનાડેટની આ પદ્ધતિ પહેલાં ડૉક્ટરોને અનુકૂળ આવી નહીં. ક્યારેક એની લાંબી પ્રશ્નાવલિ ડૉક્ટરોને કંટાળાજનક લાગતી હતી, પરંતુ સમય જતાં એમ બન્યું કે ડૉક્ટરો એને એની સારવાર અંગે વિગતે સમજાવતા હતા. બેરનાડેટની જાણકારીથી આનંદિત થતા અને પછી એને જ એનો અંતિમ નિર્ણય લેવાનું કહેતા હતા. બેરનાડેટ સામે એક પ્રશ્ન ઊભો થયો કે શું એક વર્ષ સુધી કશીય સારવાર વિના રહેવું અને પછી સર્જરીથી થયેલો બગાડ દૂર કરવો ? એણે એ વિચાર્યું કે એમ કરવાને બદલે હાલ રેડિયેશન લેવું અને કૅમોથેરાપીનો કોર્સ કરવો. આ રીતે એણે જુદા જુદા વિકલ્પોની સ્વયં ખોજ આદરી અને એ પ્રમાણે ડૉક્ટરની સલાહ મુજબ ટ્રીટમેન્ટ ગોઠવતી રહી. આ કેન્સરના દર્દ અને એના ઊંડા અભ્યાસે બેરનાડેટને એક વસ્તુ શીખવી કે જિંદગીમાં કઠણ અને કપરા નિર્ણયો લેતાં અચકાવું જોઈએ નહીં. વખત આવે આવા કપરા નિર્ણય જરૂરી હોય છે. એને એ પણ ખ્યાલ આવ્યો કે આપણે આપણી જાત વિશે ધારીએ છીએ એના કરતાં ઘણા વધુ મક્કમ અને મનોબળયુક્ત હોઈએ છીએ. કૅન્સર વિશેનાં પુસ્તકોનો અભ્યાસ કરતાં કરતાં બેરનાડેટને ડૉ. બર્ન સિંગલનાં પુસ્તકો અને વીડિયો-ટેપ મળ્યાં. આ બર્ની સિંગલે અમેરિકામાં એક્સેપ્શનલ કૅન્સર પેશન્ટ” નામના મંડળની સ્થાપના કરી હતી. ડૉ. બર્ન સિંગલે એ જોયું કે પોતાની ટ્રીટમેન્ટ વિશેના નિર્ણયમાં ભાગ લેનારાં દર્દીઓ કૅન્સરનો શિકાર કે કેન્સરના વિજેતા ? * 143 142 • માટીએ ઘડ્યાં માનવી

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82