Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ ઠંડી કે તોફાની પવનની બીક નથી. બસ, એ તો સમયસર આવીને સોફિયા શહેરમાં ભીખ માગે છે અને એની સામે ભલાઈ અને માનવતાનો ખજાનો લૂંટાળે જાય છે. ૧૯૧૪ની ૨૦મી જુલાઈએ બન્નેરિયાના બાયલોવો નામના ગામડામાં આ ડોબ્રીનો જન્મ થયો. એના જીવન પર વિશ્વયુદ્ધોએ કારમા આઘાત કરેલા છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં એના પિતા હણાયા હતા અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થતા બૉમ્બમારામાં એ જાતને બચાવીને જીવતો હતો. એની નજીક બૉમ્બ પડ્યો અને એના વિસ્ફોટને કારણે ડોબ્રી સદાને માટે શ્રવણશક્તિ ગુમાવી બેઠો. પહેલેથી જ આધ્યાત્મિક ઝુકાવ ધરાવતા ડોબ્રીને ક્યારેય જિંદગીનાં ભૌતિક સુખોનું આકર્ષણ થયું નથી. જાત ઘસીને બીજાના જીવનને ઉજાળવાની એની તમન્ના હતી અને તેથી એણે એક વાર વિચાર કર્યો કે જીવનમાં આટલો બધો પરિગ્રહ શાને ? એને મળતું એકસો ડૉલરનું પેન્શન એને આજીવિકા ચલાવવા માટે પૂરતું હતું. નાનકડા ઓરડામાં રહેવું એને ફાવી ગયું હતું. વળી સ્વાવલંબનના પાઠ શીખ્યો હોવાથી એથી કોઈ વિશેષ અવલંબનની જરૂર નહોતી. પોતાનાં કપડાં એ પોતે જાતે સીવે, અરે ! મોટા જાડા બૂટની પણ એ હાથે જ સિલાઈ કરે. આથી ચૌદેક વર્ષ પહેલાં એણે પોતાના ઘરની સઘળી ચીજવસ્તુઓ પોતાના વતનના ચર્ચને દાનમાં આપવાનો નિર્ધાર કર્યો અને ચર્ચના નાનકડા એવા ઓરડામાં સાદગીભર્યું જીવન વિતાવવાનું નક્કી કર્યું. ડોબ્રીનો પહેલો ઇરાદો બબ્બેરિયાનાં દેવળો માટે ફંડ એકઠું કરવાનો હતો. જીવનમાં સાદગી અને ભીતરમાં વૈરાગ્ય હતો. લોકો એને ‘બાયલોવોના સંત' તરીકે ઓળખવા લાગ્યા. સમય જતાં એણે એનું પેન્શન પણ દેવળના જીર્ણોદ્ધાર માટે અર્પણ કરી દીધું. એણે દેવળોના જીર્ણોદ્ધાર અને અનાથાશ્રમના ઉપયોગ માટે પોતે ભીખ માગીને ભેગી કરેલી ચાલીસ હજાર યુરોની રકમ દાનમાં આપી દીધી. - ડોબ્રીની ફકીરી જાણીને બબ્બેરિયાના મુખ્ય ચર્ચે એને સહાય કરવાની તૈયારી બતાવી, ત્યારે આ માનવીએ મદદ સ્વીકારવાનો ધરાર ઇન્કાર કર્યો. એણે કહ્યું કે એને પોતાને માટે કોઈ મદદ જોઈતી નથી. એ તો નિઃસ્વાર્થભાવે કામ કરવા માટે ૨કમ મેળવે છે. કોઈ નાનો બાળક એને નાનકડી મદદ આપે, તો એના માસૂમ હાથને પોતાની પાસે લઈને એ ચૂમી લે છે અને આ રીતે આ 130 • માટીએ ઘડ્યાં માનવી લોકો માટે ભીખ માગતો ડોબ્રી ડોબ્રેવે એકસો વર્ષ વટાવી ચૂકેલા બુઝુર્ગની ખ્યાતિ દેશવિદેશમાં ફેલાવા લાગી. એ ભીખ માગતો હોય છે, પરંતુ કોઈ એના તરફ ધૃણા દાખવે કે તિરસ્કારભરી નજરે જુએ, તોપણ એના મનમાં કોઈ દુર્ભાવ જાગતો નથી, જ્યારે કોઈ એના ટમ્બલરમાં સિક્કો નાખે, તો એના પ્રત્યે એ આભારની લાગણી પ્રગટ કરે છે. આજુબાજુની દુનિયા ભલે સ્વાર્થી હોય, પરંતુ ડોબ્રી એનાથી સહેજે બેચેન નથી. એને તો પોતે જે કંઈ ધન મેળવે છે, તે દેવળને શુભકાર્યો માટે દાનમાં આપવાની ઇચ્છા છે. એ પ્રદેશની પ્રજામાં પરોપકારની ભાવનાનું સિંચન કરવા માગે છે. એને કીર્તિની કોઈ ખેવના નથી કે કોઈની પાસે જઈને એ કશી પ્રસિદ્ધિની અપેક્ષા રાખતો નથી. એક સમયે પચીસ કિલોમીટર પગપાળા ચાલીને સોફિયા શહેરમાં આવતો ડોબ્રી હવે ટ્રામ કે બસમાં મુસાફરી કરે છે. લોકો એને ઓળખી જાય છે. એની સાથે વાતો કરવા પ્રયત્ન કરે છે. એ પૈસા માટે કદી ભીખ માગતો નથી, પણ લોકો એની ઝોળીમાં દાન આપતા જાય છે. એની ભલમનસાઈથી ભરેલી આંખો, આનંદદાયક સ્મિત અને એનો નમ્રતાભર્યો કોઈ યોગી જેવો દેખાવ નિહાળવો લોકોને ખૂબ ગમે છે, તો કેટલાક તો એને સંત માનીને એના આશીર્વાદ લેવા દોડી આવે છે. એ ઇચ્છે છે કે એને જોઈને વધુ ને વધુ લોકો ભૌતિકસુખ ત્યાગીને દાનના માર્ગે વળે અને બીજાના જીવનમાં ઉપયોગી થાય. ડોબ્રાનાં ચાર સંતાનોમાંથી બે સંતાનો જીવિત છે અને એની દીકરી આ બુઝુર્ગ બાપની સંભાળ રાખે છે. ડોબ્રીની આ ભાવનાને દર્શાવતાં એનો પડોશી ભલાઈની ભીખ * 31

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82