Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 69
________________ વેન્ટિલેટરની સાથે જીવવું પડતું હતું. અદ્દભુત માનવીય પરાક્રમો બતાવનાર અદાકાર સાવ નિષ્ક્રિય મજબૂર માનવી બની ગયો, પરંતુ ક્રિસ્ટોફર રીતે હીલચેરમાં બેસીને લાચાર અને પરવશ બનીને જીવન ગુજારવાને બદલે પોતાની જિંદગીની નવી આશાઓને ઘાટ આપવા માંડ્યો. એણે કરોડરજ્જુની ઈજાને કારણે પક્ષાઘાત પામેલાઓને માટે નવાં સંશોધનો કરીને સારવાર-પદ્ધતિ શોધવાનો જંગ આદર્યો. આને માટે એણે સ્વયં અમેરિકાની કરોડરજજુ અંગે સંશોધન કરતી ખ્યાતિપ્રાપ્ત લૅબોરેટરીઓની મુલાકાત લીધી. પેરાલિસિસને કારણે પરવશ બનેલા માનવીને સ્વાવલંબી બનાવવાનો નિર્ધાર કર્યો. જુદા જુદા પ્રયોગો કર્યા. એક સમયે એને પોતાની તરસ છિપાવવા માટે જ્યુસનો ગ્લાસ મોઢે માંડવો હોય તો ત્રીસેક મિનિટ લાગતી હતી. એને પોતાના પહેરવેશ પર એક બીજો પોષાક પહેરવો પડતો, કે જેથી એ નાસ્તો કરે એ પછી પોષાક કાઢી લેવામાં આવે. પરિણામે એને વારંવાર વસ્ત્રો બદલવાં ન પડે. અપાર લોકચાહના પામેલી ફિલ્મોમાં ‘સુપરમેનની ભૂમિકા ભજવનાર ક્રિસ્ટોફર રીતે કરોડરજજુની ઈજાને કારણે લાચાર અને મજબૂર બની ગયેલાઓની સારવારને માટે ઝુંબેશ ચલાવી. વિશ્વની ન્યુરોસાયન્સ લૅબોરેટરીમાં એણે સંશોધનો માટે આર્થિક સહાય આપી. રાવે આપેલી આર્થિક સહાયને કારણે અમેરિકાની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ જાહેરાત કરી કે એણે એક એવો સેલ શોધ્યો છે કે જે માનવશરીરમાં વિકસી શકે. રીવને આવું સંશોધન કરાવવાની પ્રેરણા પ્રાણીઓ પાસેથી મળી. એણે જોયું કે કરોડરજજુ પર ઈજા પામનાર પ્રાણીઓ ફરી હાલતાં-ચાલતાં અને હરતાં-ફરતાં થઈ જાય છે. એને આ તારણ મળ્યું તેથી રીવના આનંદનો પાર ન રહ્યો. એણે વિચાર્યું કે પ્રાણીઓ જો આવી ઈજા બાદ ફરી અંગોનું હલનચલન કરી શકતાં હોય, તો માણસ કેમ ન કરી શકે ? આથી કરોડરજ્જુમાં ‘ઇન્જન' મારફતે એવાં તત્ત્વો દાખલ કરવાં કે જે નવા ‘સેલ” ઊભા કરે અને મગજ અને કરોડરજજુ વચ્ચેનો સંબંધ પુનઃ સ્થાપિત કરે. સુપરમૅન રીવ બે જ લગની સાથે જીવવા લાગ્યો. : એક તો આ સંશોધન માટે મોટું ફંડ એકઠું કરીને પોતાના જેવા અનેક દર્દીઓને ફરી હાલતા-ચાલતા કરવા. બીજું કામ એ કે પોતાના શરીરને આવી કપરી સ્થિતિમાં પણ બરાબર ચુસ્ત રીતે જાળવવું. 126 • માટીએ પડયાં માનવી ક્રિસ્ટોફર રીવ કહે તે કરી બતાવે તેવી માટીનો માનવી હતો. આથી વ્હીલચેરના સહારે એ પોતાના ઘરના જિગ્નેશિયમમાં જવા લાગ્યો. એના મદદનીશો ૧૯૦ પાઉન્ડ વજન ધરાવતા સુપરમેનને ઉપાડતા હતા અને એને માટે ખાસ તૈયાર કરેલાં કરોડરજજુની ઈજાથી પક્ષઘાત પામેલો સાધનો વચ્ચે મૂકતા હતા. આ ક્રિસ્ટોફર રીવ સાધનો પર કસરત કરીને એ એના મસલ્સને મજબૂત અને ચેતનવંતા રાખી શકતો હતો. પૅરાલિસિસના દર્દીઓને સ્વસ્થ અને પુનઃ કાર્યરત કરવાની એની ચળવળમાં લોકોને રસ પડવા લાગ્યો. આજ સુધી ક્યારેય આવા દર્દીઓ તરફ કોઈનું ધ્યાન ગયું નહોતું, પરંતુ ક્રિસ્ટોફર રીવની કહાનીએ અને એના પુરુષાર્થે આખી દુનિયાનું કરોડરજજુને કારણે મજબૂર જીવન ગુજારતાં હજારો માનવીઓ તરફ ધ્યાન આકર્ષિત કર્યું. એણે અમેરિકન કોંગ્રેસ સમક્ષ આ વિષય પર પ્રવચનો આપ્યાં, જેને કારણે અમેરિકાની સરકારે આના સંશોધન માટે જંગી રકમ ફાળવી. માત્ર અમેરિકાની જ વાત કરીએ તો અમેરિકામાં કરોડરજ્જુની ઈજાને કારણે પૅલિસિસ પામેલા અઢી લાખ લોકો હતા અને એમાં દર વર્ષે દસ હજાર લોકોનો ઉમેરો થતો જતો હતો. કરોડરજ્જુ પરની ઈજાથી પૈરાલિસિસ પામેલા દર્દી સામે આજે ડૉક્ટર હાથ ધોઈને બેસી જાય છે અને કહે છે કે કરોડરજ્જુના ‘નર્સ સેલ્સ’ એક વાર ઈજા પામ્યા પછી હંમેશાં ઈજાગ્રસ્ત જ રહે છે. એમાં કશું થઈ શકે નહીં. માત્ર પંદર વર્ષ પહેલાં ન્યુરોટ્રોપિક ફેક્ટરની મદદથી ‘નર્સ સેલ્સ’ ફરી ચેતનવંતા કરવાનું તત્ત્વ શોધાયું છે. હવે સૌથી મોટું કામ તો આવા દર્દીઓને મગજ અને કરોડરજજુ વચ્ચેનો સંદેશાવ્યવહાર શરૂ થાય તે માટેની આંતરિક ‘ફોન લાઇન' ગોઠવવાનું છે. ડૉક્ટરો એમ માને છે કે થોડા સમયમાં જ તેઓ તૂટેલી કરોડરજજુ સાથે ‘નર્સ સેલ્સ 'ને જોડી શકશે. ‘સુપરમેનનો સૌથી મોટો ‘રોલ’ • 27

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82