Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 68
________________ સમય જતાં એના આક્રોશ અને ઉત્તેજનાએ એના મગજ પર વિપરીત અસર કરી. એ પાગલ બનીને બુડાપેસ્ટની શેરીઓમાં રખડતો હતો. દુનિયા જ્યારે ઇગ્નાઝને દેવ માનવા માંડી હતી, ત્યારે એ પાગલ અવસ્થામાં જિંદગી બસર કરતો હતો. અને સમય જતાં પાંજરામાં પુરાઈને એને જીવવું પડ્યું હતું. પાગલખાનાના ચોકીદારોએ એને ખૂબ માર માર્યો હતો અને અંતે ૪૭મા વર્ષે અનેક માતાઓનો તારણહાર આ માનવી ન્યુમોનિયાથી મૃત્યુ પામ્યો. ‘સુપરમૅન’નો સૌથી મોટો ‘રોલ’ અશક્યને શક્ય કરતો ફિલ્મનો વિખ્યાત ‘સુપરમૅન’ વાસ્તવજીવનમાં ‘સુપરમેન' બની રહ્યો. આ ‘સુપરમૅન' એટલે વિખ્યાત અભિનેતા ક્રિસ્ટોફર રીવ, ખેલકૂદવીરની કસાયેલી કાયા, પ્રભાવશાળી ચહેરો, સામેની વ્યક્તિની હૃદયસોંસરી ઊતરી જાય એવી વાદળી આંખો. આનાથી ક્રિસ્ટોફર રીવ ફિલ્મસૃષ્ટિ પર છવાઈ ગયો હતો. ૧૯૯૫ની ૨૭મી મેએ ઘોડેસવારી કરતાં થયેલા અકસ્માતમાં કરોડરજ્જુ પર થયેલી ઈજાને કારણે ક્રિસ્ટોફર રીવનો એના ખભાથી શરીરનો નીચેનો ભાગ પંચલિસિસથી નિષ્ક્રિય બની ગયો. ફિલ્મના પડદા પર ઘેડતા, ઊડતા, અદ્ભુત કાર્યો કરતા આ ફિલ્મ અદાકારને શ્વાસ લેવા માટે ‘લૅન્ટિલેટર'ની જરૂર પડવા લાગી. સુપરમેન તરીકે ફિલ્મના પડદા પર અનેક હેરતઅંગેઝ અભિનય કરનાર ક્રિસ્ટોફર રીવ વ્હીલચૅર વગર બેસી શકતો નહીં. પોટેબલ ક્રિસ્ટોફર રીવ 124 • માટીએ ઘડચાં માનવી

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82