Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 64
________________ એમનાં બાળકોનાં નામ પૂછતો હતો અને મીઠી વાતોથી એમને આનંદિત રાખવા યત્ન કરતો હતો, પરંતુ સાથોસાથ આ રોગગ્રસ્ત માતા ધીરે ધીરે મોતના મુખમાં સરકી રહી છે એ પણ જાણતો હતો. આ પ્રસૂતિગૃહમાં એણે અનેક સ્ત્રીઓને પ્રસૂતિ પછી મૃત્યુ પામતી જોઈ. એના સાથી ડૉક્ટરો તો આવાં મૃત્યુના કારણને કોઈ મેડિકલ ટર્મ દ્વારા બતાવતા હતા, પરંતુ ઇગ્નાઝના મનમાં અનેક કોયડાઓ હતા. શા માટે રસ્તા પર પ્રસૃતિ કરનારી સ્ત્રીઓનાં બાળકો જીવે છે અને આ પહેલા ક્લિનિકમાં જન્મ આપનારી સ્ત્રીઓને ઘણી સુવિધા હોવા છતાં મોત પામે છે ? શું આ પહેલું ક્લિનિક શાપિત છે કે જેને કારણે મૃત્યુનો દર વધી રહ્યો છે ? ક્યારેક ઇગ્નાઝ અકળાઈને પોતાના ‘સાહેબ’ પ્રો. જ્હોન ક્લેનને આ સવાલ પૂછતો, તો ઉત્તરમાં એના વિભાગના સર્વોચ્ચ પદ પર બિરાજેલા પ્રો. ક્લેન જવાબ આપતા, ‘અરે, આવાં મૃત્યુ તો અમે કેટલાંય જોઈ નાખ્યાં. એમાં ફિકર શી કરવાની ? અમને એમ લાગે છે કે આ મૃત્યુ નિપજાવનારી કોઈક અદૃશ્ય શક્તિ છે.' આ ઉત્તર ઇગ્નાઝ સ્વીકારે એવી એની બુદ્ધિ નહોતી. એનું જિજ્ઞાસુ મન સતત વિચારતું કે ‘પહેલા ક્લિનિકમાં એક જ વર્ષમાં ૪૫૧ સ્ત્રીઓ આ જીવલેણ રોગનો શિકાર બની અને ‘બીજા ક્લિનિક'માં એનાથી માત્ર પાંચમા ભાગની સ્ત્રીઓ મૃત્યુ પામી, આવું કેમ ? એ પ્રશ્ન ઇગ્નાઝને પજવવા લાગ્યો. વળી એ સમયે પહેલા વોર્ડમાં રિવવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે સ્ત્રીઓને પ્રસૂતિગૃહોમાં દાખલ કરવામાં આવતી હતી અને બીજા ક્લિનિકમાં સોમ, બુધ અને શુક્રવારે પ્રવેશ અપાતો હતો, એને મનમાં થયું કે આ રવિવાર, મંગળવાર, ગુરુવાર અને શનિવારે દાખલ થયેલી સ્ત્રીઓનું મૃત્યુ પ્રમાણ આટલું બધું કેમ ? પોતાના વિભાગના વડાએ કહ્યું છે તેમ કોઈ અદ્દેશ્ય શક્તિનું આ કામ હશે ? ઇગ્નાઝે આનો ઝીણવટભર્યો અભ્યાસ શરૂ કર્યો, કારણ એટલું જ કે એ એમ માનતો કે જો એ આ કોયડો ઉકેલી શકે નહીં અને આવી રીતે કશાક કારણસર અકાળ મૃત્યુ પામતી માતાઓને બચાવી શકે નહીં, તો એનું જીવ્યું ધૂળ બરાબર છે. 116 • માટીએ ઘડચાં માનવી ઇગ્નાઝે એની સંશોધનદ્રષ્ટિ કામે લગાડી. એણે રોગ થવાની એકેએક શક્યતાઓ તપાસી. તપાસ કરતાં કરતાં એ છેક આવા દર્દીઓની ધાર્મિક માન્યતાઓ ચકાસવા સુધી પહોંચી ગયો ! એમાં એને એક જ ફેર દેખાયો કે પહેલા ક્લિનિકમાં મેડિકલનાં વિદ્યાર્થીઓને પ્રાયોગિક શિક્ષણ આપવામાં આવતું હતું, જ્યારે બીજા ક્લિનિકમાં પ્રસૂતિનું કાર્ય કરનારી મહિલાઓને શિક્ષણ અપાતું. કદાચ વધુ પડતી ‘દર્દીઓની ભીડ'ને કારણે આવું થતું હશે, પણ એણે જોયું કે બીજા ક્લિનિકમાં વધુ દર્દીઓ હોવા છતાં મૃત્યુદર ઓછો હતો. જોયું કે આસપાસનું વાતાવરણ પણ કશાય કારણરૂપ નથી. બંને ક્લિનિક સમાન પરિસ્થિતિ અને વાતાવરણમાં કામ કરે છે. ઘણી વાર એવું પણ બનતું કે એ સવારે હજી સગડી પર ચા પણ મુકાઈ ન હોય ત્યારે હાથમાં ઓજારો લઈને આગલી સાંજે પાંચ દિવસના બાળકને આ દુનિયામાં છોડીને મૃત્યુ પામેલી કોઈ માતાના શબને શબઘરમાં ચીરતો જોવા મળતો. ક્યારેક પોતાના વિદ્યાર્થીઓને લઈને મોતદાયી પહેલા ક્લિનિક તરફ તે ધસતો અને એની ઠંડી આંગળીઓથી પ્રસૂતિ પામવાની તૈયારી કરી રહેલી કોઈ માતાના શરીરને તપાસતો હતો. આમ એક સમયે એ એક માતાના નિર્જીવ દેહને ચીરતો હોય અને બીજા સમયે કોઈ પ્રસૂતાના શરીરને તપાસતો હોય. મૃત અને જીવંત શરીર વચ્ચેના આ વારાફેરા એને ઊંડા વિચારમાં ડુબાડી દેતા. ઘણી વાર તો શબઘરની દુર્ગંધ એનાં વસ્ત્રોમાં ઘર કરી જતી. એ પછી માતાના શરીરને તપાસતી વખતે સાબુથી હાથ ધોતો, પરંતુ એ ધોવાયેલા હાથમાંથી દુર્ગંધ જતી નહોતી. આખરે એક તપાસ સમિતિ નિમાઈ. એ તપાસ સમિતિમાં અનુભવી ખેરખાં ડૉક્ટરો હતા. પહેલા ક્લિનિકના ઊંચા મૃત્યુદરે ખળભળાટ મચાવ્યો હતો. એના ઉકેલ માટે નિમાયેલી આ તપાસ સમિતિના ડૉક્ટરોએ આરામખુરશીમાં નિરાંત ફરમાવતાં એવું તારણ આપ્યું કે “પહેલા ક્લિનિકમાં ડૉક્ટરો તેમજ વિદ્યાર્થીઓ દર્દીને તપાસતા હતા તેને કારણે મૃત્યુ થતાં હતાં, જ્યારે બીજા ક્લિનિકમાં ડૉક્ટરો અને વિદ્યાર્થીઓને આવું કશું શીખવા માટે પરવાનગી નહોતી. દર્દીઓ પર જુદા જુદા પ્રયોગો થતા નહોતા. દર્દીના પહેલું ક્લિનિક • 117

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82