Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 35
________________ પરંતુ એણે આ પરિસ્થિતિમાંથી માર્ગ કાઢવાનું નક્કી કર્યું. એ માનતો હતો કે બીજા લોકો આપણે માટે શું નથી કરતા એની ફરિયાદ કરવી તે આપણે માટે યોગ્ય નથી. પરંતુ આપણે સહુએ સાથે મળીને વિચાર કરીને આ પરિસ્થિતિનો ઉકેલ મેળવવો જોઈએ અને એ ઉકેલની દિશામાં જવા માટે ડેરેક કાયોન્ગો દુનિયાને એક નવો વિચાર આપવા માટે કટિબદ્ધ બન્યો. આ સાબુની ગોટીઓ ફરી પ્રોસેસ કરીને જરૂરિયાતમંદને આપવામાં આવે, તો કેટલાં બધાં બાળકો અને પોતાના વતનમાં વસતાં જાતિભાઈઓ અકાળ કરુણ મૃત્યુમાંથી ઊગરી જાય ! એણે વપરાયેલા સાબુને પુનઃ વાપરવા માટેની પ્રોસેસ શરૂ કરી અને દુનિયાનાં બાળકોનો મૃત્યુદર ઘટાડવા અંગે બાથ ભીડવા પહેલા પગથિયે પગ મૂકવાનું નક્કી કર્યું. બાળકોનું શરીર ચોખ્ખું ન હોય, એમના હાથ ગંદા હોય, એના પર જીવાણુઓ લાગેલાં હોય, તેથી એ બાળકો જે કંઈ ભોજન કરે, તેની સાથે રોગનાં જંતુઓ એમનાં શરીરમાં જતાં હતાં. હાથ ચોખ્ખા કરવા, એ એક સામાન્ય બાબત લાગે છે, પણ એ હકીકતમાં મનુષ્ય જાતિની સ્વચ્છતાને માટે અસામાન્ય બાબત છે. ડેરેક કાયોન્ગોએ આને માટે ૨00૯માં એક યોજના શરૂ કરી. એ યોજનાનું નામ રાખ્યું ‘ગ્લોબલ શોપ પ્રોજેક્ટ'. આને માટે એની પત્ની અને સ્થાનિક મિત્રોનો સહયોગ લીધો, અમેરિકાના એટલાન્ટા શહેરની હોટલોની રૂબરૂ મુલાકાત લીધી. હોટેલ-માલિકો સાથે વાર્તાલાપ કર્યો. પહેલાં તો હોટલમાલિકોને ડેરેક કાયોગો કોઈ દીવાનો આદમી લાગ્યો. આમ ફેંકી દેવાતી નગણ્ય વસ્તુ માટે આટલો બધો ઉધમાત શા માટે ? કોઈએ સલાહ પણ આપી કે, ભાઈ આજનો જમાનો તો ‘થ્રો અવે” સંસ્કૃતિનો છે. સહેજ વાપરો, ન વાપરો અને ફેંકી દો. વસ્તુને વાપરવાનો જેટલો મહિમા છે, એનાથીય વિશેષ મહિમા એને ફેંકી દેવાનો છે. બ્લેડથી એક-બે વખત શેવિંગ કર્યું અને તે ફેંકી દો. રેઝર થોડું વાપર્યું અને નવી જાતનું લાવો. સેલથી આકર્ષાઈને કપડાંની ધૂમ ખરીદી કરો અને પછી એમાંથી મોટા ભાગનાં કપડાં ફેંકી દો. ડેરેક કાયોન્ગો આ દુનિયાને બરાબર પહેચાનતો હતો, આથી સહુની સલાહ એ શાંત ચિત્તે સાંભળતો હતો. આફ્રિકન બાળકોની બેહાલ પરિસ્થિતિનો એ ચિતાર આપતો, ત્યારે કેટલાક એમ કહેતા કે એમાં અમને અમેરિકાવાસીઓને શું ? તો કેટલાક એમ કહેતા કે આવી પળોજણમાં 58 • માટીએ ઘડ્યાં માનવી પડવા અમે તૈયાર નથી. વળી સાબુની ગોટીઓ ભેગી કરે કોણ ? હોટલમાં હાઉસ-કીપિંગ કરનારા સફાઈ કરશે કે ગોટીઓ એકઠી કરશે ? પણ ડેરેક કાયોન્ગ હિમ્મત હાર્યો નહીં. નિષ્ફળતા મળતી હતી. એના મિત્રો એની આ મથામણ જોઈને ક્યારેક મૂંઝવણ પણ અનુભવતા હતા. અમેરિકા જેવા દેશમાં કોને આવી પરવા હોય ? અને ત્યારે ડેરેક કાયોન્ગો એમને હિંમત આપતો. ધીરે ધીરે એટલાન્ટાની કેટલીક હોટેલોએ આ દીવાનાને સાથ આપ્યો. સમય જતાં અમેરિકાની ત્રણસો જેટલી હોટલો આ સાબુની ગોટીઓના એકત્રીકરણમાં જોડાઈ અને એનું પરિણામ એ આવ્યું કે એકસો ટન જેટલો સાબુ એકત્રિત થયો. એમાં કેટલીક હોટલો તો પોતાનું નામ ધરાવતી સ્પેશ્યલ સાબુની ગોટી રાખતી હતી. એવી ગોટીઓ પણ મળી અને કેટલીક ઊંચી કક્ષાની સાબુની ગોટીઓ પણ દાનસ્વરૂપે મળી, જે એક ગોટીની કિંમત ૨૭ ડૉલર જેટલી હતી. ડેરેક કાયાન્ગોએ એટલાન્ટા શહેરને પોતાની ‘ગ્લોબલ શોપ પ્રોજેક્ટ' યોજનાનું મુખ્ય મથક બનાવ્યું. અહીં એની સહાય માટે એની પત્ની અને મિત્રો ઉપરાંત બીજા સ્વયંસેવકો પણ આવી ચડ્યાં. દરિયાકિનારે મોટું ગોદામ રાખ્યું. અહીં એકત્રિત થયેલી ગોટીઓની ફરી પ્રક્રિયા કરીને એનાં પૅકેટ બનાવવા માંડ્યાં. આ વાત ધીરે ધીરે વહેતી થઈ. અમેરિકાની બીજી હોટલો પણ કાયન્ચોના પ્રોજેક્ટમાં જોડાઈ અને એ પણ સાબુની ગોટીઓ એકઠી કરીને દરિયાઈ માર્ગે કાયોન્ગોની એટલાન્ટામાં આવેલી વખારમાં મોકલવા લાગી. આ સાબુની ગોટીઓ એકઠી થાય પછી એના પર થતી પ્રક્રિયા વિશે કાયોન્ગ કહે છે, “અમે સાબુની ગોટીઓ મિશ્રિત કરતા નથી, કારણ કે ખાસ પદ્ધતિ દ્વારા સારત્વ, તેજાબીપણું, સુગંધ અને રંગ વગેરેનું પરીક્ષણ કરાય છે. પહેલાં તો અમે તેને જંતુરહિત કરીએ છીએ, પછી તેને ઊંચા ઉષ્ણતામાને ગરમી આપીને અત્યંત ઠંડી પાડીએ છીએ અને છેવટે ગોટીઓ મુજબ કાપીએ છીએ. આ પ્રક્રિયા સાદી છે, પણ ખૂબ શ્રમ માગી લે છે.” આ સાબુની ગોટીનો એક જથ્થો દરિયાઈ માર્ગે રવાના કરતાં પૂર્વે એના થોડા નમૂનાઓની તપાસ પણ થાય છે. કોઈ બિનપક્ષીય અન્ય વ્યક્તિની ભીતરનો અવાજ • 59

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82