Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 39
________________ તાકાતનો ખજાનો ગણાતા પહેલવાન લક્ષ્મણ કાકતી સામેનો મુકાબલો ઘણો કપરો હતો. લમણમાં એટલી તાકાત હતી કે એને સૌ ખડગ કહેતા, પરંતુ ચંદગી રામે આ બળિયા પહેલવાન સામે એવો તો દાવ અજમાવ્યો કે મહાકાય લક્ષ્મણ મુંઝાઈ ગયો. ચંદગી રામની પકડમાંથી એ ખડગ છૂટી શકે તેમ ન હતો. પરાજય સ્વીકારવા સિવાય એને માટે કશું બાકી રહ્યું નહીં. છેલ્લો મુકાબલો મારુતિ બઢાર પુત્ર જગદીશ સાથે નામના પહેલવાન સાથે થયો. મારુતિ જબરો દાવપેચ ખેલનારો. એના ઝડપી દાવ આગળ ભલભલા પહેલવાનો ભાંગી પડતા. વિશાળ કાયા ધરાવતો મારુતિ અખાડામાં પ્રવેશ્યો. સામેથી બે હાથે ‘પ્રણામ’ કરતો ચંદગી રામ આવ્યો. મહાકાય મારુતિ સામે ઊભેલો ચંદગી રામ કૃષ્ણની સામે ઊભેલા સુદામા જેવો લાગતો હતો, પણ ચંદગી રામનો પેંતરો સફળ થયો. મારુતિને એવો મૂંઝવ્યો કે મેદાન છોડીને ભાગી જવું પડ્યું. એના દાવપેચ તો એ જ ભૂલી ગયો ! ૧૯૬૮માં ‘ભારત કેસરી'ની સ્પર્ધા યોજાઈ. આમાં અંતિમ સ્પર્ધામાં ચંદગી રામને મહેરદીન નામના વિખ્યાત પહેલવાનનો સામનો કરવાનું આવ્યું. છ ફૂટ અને બે ઇંચ ઊંચા ચંદગી રામની ઝડપથી છ ફૂટ અને પાંચ ઇંચ ઊંચા અને ચંદગી રામથી બે વર્ષ મોટા એવા મહાકાય મહેદીન બેભાન થઈને ઢળી પડ્યા. માત્ર પાંત્રીસ મિનિટમાં જ મહેરદીનનો પરાજય થયો. ૧૯૬૯માં તો ચંદગી રામે કમાલ કરી. ‘ભારત કેસરી' થવા માટે અખાડામાં પાંચ જંગલમાં ઊતરવું પડ્યું. આ પાંચે દંગલમાં કુલ પંદર મિનિટ અને અગિયાર સેકન્ડ કુસ્તી ખેલીને ‘ભારત કેસરી'નો ખિતાબ મેળવ્યો. પંજાબના સુરજિતસિંઘને એક મિનિટ અને ત્રીસ સેકન્ડમાં હરાવ્યો. દિલ્હીના ભગવાનસિંહને અડતાલીસ સેકન્ડમાં જ હાર ખાઈને ભાગવું પડ્યું. પંજાબના બન્યસિંઘને બે મિનિટ અને એકાવન સેકન્ડમાં હાર ખાઈને ભાગવું પડ્યું. પંજાબનો સુખવંતસિંહ બે મિનિટ અને સત્તર સેકન્ડ સુધી જ સામનો કરી શક્યો. છેલ્લે પોતાના પુરાણા હરીફ મહેરદીનને સાત મિનિટ અને પિસ્તાલીસ સેકન્ડમાં માત કર્યો. ચંદગી રામને એક દંગલ જીતવામાં સરેરાશ ત્રણ મિનિટ અને બે સેકન્ડનો સમય લાગ્યો ! ‘ભારત કેસરી’ ચંદગી રામની છટા કેસરી જેવી જ રહી. કોઈ કુસ્તીબાદ એની તાકાતની ગર્જના આગળ ભારતકેસરી ચંદગી રામ ટકી શક્યા નહીં. મોટી કાયાવાળા પહેલવાનોને હરાવીને ચંદગીરામે પોતાના બાળપણનું સ્વપ્ન સાકાર કર્યું. ચંદગી રામ સંપૂર્ણ શાકાહારી હતા. રોજ પાશેર બદામની મીંજ , પા શેર ઘી, ત્રણ શેર દૂધ અથવા દહીં, થોડાં ઘણાં ફળ અને લીલાં શાકભાજી લેતા. ચંદગી રામ માદક પદાર્થો લેતા નહીં તેમજ એમને દારૂ કે અન્ય કોઈ વ્યસન નહીં. એની જીવનશૈલી ઊગતા પહેલવાનોને પ્રેરક બની રહી. આવા શાકાહારી પહેલવાને પોતાનાથી પચીસ કિલો વધુ વજન ધરાવનારા પહેલવાનોને પણ પછાડી દીધા. ચંદગી રામને ભારતીય કુસ્તી પસંદ હતી અને વિશાળ ખ્યાતિ મળી હોવા છતાં એક ભારતીય ખેડૂતની જેમ જીવવામાં એને ગૌરવનો અનુભવ થયો હતો. ભારતમાં ખેલાતી કુસ્તી પર ચંદગી રામની હાક વાગતી હતી. હિંદ કેસરી, ભારત કેસરી, ભારત ભીમ, મહાભારત કેસરી જેવી બધી સ્પર્ધાઓમાં વિજેતા બનીને એ તમામ બિરુદ મેળવી ગયો. બેંગકોકની એશિયાઈ સ્પર્ધામાં જાપાન અને ઈરાનના નામાંકિત પહેલવાનોને હરાવી ચંદગી રામ સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. પહેલવાન ગામા પછી કોઈ ભારતીય પહેલવાનને આટલી નામના મળી નહોતી. ચંદગી રામને અર્જુન ઍવૉર્ડ અને ‘પદ્મશ્રી' જેવાં રાષ્ટ્રીય સન્માનો મળ્યાં. ૧૯૭રની ઑલિમ્પિકમાં એમણે ભાગ લીધો. 66 * માટીએ ઘડ્યાં માનવી ભારતકેસરી + 67

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82