Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 46
________________ બની ગયું છે. વિશ્વમાં આશરે એક કરોડ બાળકોને જીવતાં રહેવા માટે ઘરબાર. છોડવાં પડે છે. એમની પાસે હિંમત, સ્મિત અને સ્વપ્ન સિવાય કાંઈ જ નથી. એ નિર્દોષ બાળકોને કોઈ દુમન નથી, છતાં રણમેદાન વગરના યુદ્ધમાં એ પ્રથમ નાનકડાં શિકાર બન્યાં છે. જ્ય, ધાકધમકી અને નિર્દયી કલેઆમનો ભોગ બન્યાં છે. હિંસાના ભયમાં લાખો બાળકો નિર્વાસિત બન્યાં છે.' ઓડી હેપબર્નનો એ અવાજ આજની દુનિયામાં પણ એટલો જ યથાર્થ આકાશ મારી મુઠ્ઠીમાં એકવીસ વર્ષની મુનિબા મઝારી બલુચિસ્તાનમાં સફર કરી રહી હતી. એવામાં કારના ડ્રાઇવરને અણધાર્યું એક ઝોકું આવી જતાં આખી મોટર ઊંડી ખીણમાં ગબડી પડી. અકસ્માતની આ ઘટના નજરે જોનારને તો એમ લાગે કે આમાંથી એકેય વ્યક્તિ સલામત રહી નહીં હોય. ૨૧ વર્ષની મુનિબાને માંડ માંડ ખાઈમાંથી બહાર કાઢવામાં આવી. આજ થી સાત વર્ષ પહેલાં બલુચિસ્તાનમાં દર્દીને હૉસ્પિટલમાં લઈ જવા માટે કોઈ ઍબ્યુલન્સ નહોતી, આથી મુનિબાને જીપમાં મૂકવામાં આવી. એનાં હાડકાં-પાંસળાં ખોખરાં થઈ ગયાં હતાં. કરોડરજ્જુની ભારે બૂરી દશા થઈ હતી. એણે નજીકના લોકોને પૂછવું, અરે, મારા પગ ક્યાં છે ?’ એના પગમાં કોઈ સંવેદના નહોતી, તેથી એણે આવો સવાલ કર્યો હતો. પરિચિતોએ કહ્યું, ‘આ રહ્યા તારા પગ, મુનિબા મઝારી 80 • માટીએ ઘડ્યાં માનવી

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82