Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ એણે કહ્યું, ‘અમે પણ મનુષ્ય છીએ. અમે પણ તમારી જેમ જ શ્વાસ લઈએ છીએ. અમને કોઈ સહારાની જરૂર નથી. અમે અમારી રીતે જિંદગી જીવવા માટે સક્ષમ છીએ.” એ વિકલાંગ લોકોને કહે કે ‘હીલચેર તમારું બહાનું બનવું ન જોઈએ. કામચોરીનું સાધન થવું ન જોઈએ. આપણી કમજોરીને આપણી તાકાતમાં ફેરવતાં આવડવું જોઈએ. જિંદગીમાં પોતાનાં ચિત્રોનું પ્રદર્શન પ્રત્યેક ક્ષણની મજા માણવી જોઈએ. પોતાની ભીતરની તાકાતને પ્રગટ કરવી જોઈએ. જો આટલું શીખી જઈએ, તો આખુંય આકાશ આપણી મુઠ્ઠીમાં હશે.' મુનિબા મઝારી પાકિસ્તાનની સંયુક્ત રાષ્ટ્રની વ્હીલચેરમાં જીવતી પહેલી સભાવના દૂત બની. હજી એને માટે પ્રગતિની યાત્રાનો અંત નહોતો. એણે માંડલિંગ શરૂ કર્યું. એ વ્હીલચેર સાથે જોડાયેલી દુનિયાની પહેલી માંડલ મુનિબાએ ઉત્તર આપ્યો, ‘પહેલાં તો હું પાકિસ્તાનની અન્ય સ્ત્રીઓની માફક નાની ખોલીમાં ગોંધી રાખવામાં આવેલી એક સ્ત્રી હતી. માત્ર પતિનો વિચાર કરતી. પરિવારને ખુશ રાખવા અહર્નિશ પ્રયત્ન કરતી, પરંતુ કાર અકસ્માત પછી મારો પુનર્જન્મ થયો. મેં માત્ર મૃત્યુનો જ સાક્ષાત્કાર કર્યો નહોતો, પરંતુ કારાવાસનો પણ જીવંત અનુભવ લીધો, અલ્લાહે મને આજે કોઈ બીજી જ વ્યક્તિ બનાવી દીધી છે. હું ખુશ છું કે પહેલાંની મુનિબા મારામાં જીવતી નથી. જિંદગીમાં પોતાની વિકલાંગતા પર ક્યારેય આંસુ નહીં સારનારી મુનિબા આજે રોજ રાત્રીએ રડે છે. એના રુદન સાથે એની શારીરિક વિકલાંગતાને કોઈ સંબંધ નથી. એના આક્રંદ સાથે એની વ્હીલચેર પરની જિંદગીનો કોઈ તાલુક નથી. એ લોકોને પીડાતા જુએ છે, ત્યારે એને રડવું આવે છે. નિરાશાજનક પરિસ્થિતિમાં સારવાર નહીં લઈ શકતા લોકોને જોઈને એની આંખમાં આંસુ ધસી આવે છે. મુનિબા પોતાની વેદનામાંથી બચી શકે છે, પરંતુ બીજાની વેદના જીરવી શકતી નથી. મુનિબા મઝારી એક બલોચ યુવતી છે, જે દેશમાં વિકલાંગતા માટે કોઈ સભાનતા નથી. જિંદગી શરૂ કરી ત્યારે નોકરીના ફાંફાં હતાં અને આજે એ ત્રણ ત્રણ જ ગાએ નોકરી કરે છે. એ કહે છે કે તમે સતત કાર્ય કરતાં રહો, તો અલ્લાહ હંમેશાં તમારે માટે રસ્તો કરી આપે છે. બની. ‘કુશિયા' નામના સામયિકમાં મુનિબાની સ્વમુખે કહેવાયેલી જીવનકથા પ્રગટ થઈ. એમાં કોઈ દુ:ખનાં રોદણાં રડવામાં આવ્યાં નહોતાં. શારીરિક અશક્તિનો વસવસો કરવામાં આવ્યો નહોતો. જિંદગીની દગાબાજીની કોઈ ફરિયાદ કરવામાં આવી નહોતી, પરંતુ એણે એક વીરાંગના તરીકે પોતાની જીવનકથા વર્ણવી, જેની કિંમતને કોઈ સીમા કે સરહદ નહોતાં. પાકિસ્તાનની યુવતીઓએ મુનિબાને પ્રશ્ન કર્યો કે, ‘પહેલાં જે સ્વસ્થ ને ચેતનવંતી મુનિબા હતી, તે આજે નથી. એની ખોટ તમને સાલતી નથી?” 86 * માટીએ ઘડ્યાં માનવી આકાશ મારી મુઠ્ઠીમાં 87

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82