Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 36
________________ પ્રયોગશાળામાં એની ચકાસણી કરવામાં આવે છે કે એમાં કોઈ રોગનાં જંતુઓ તો નથી ને ! એ સ્વાથ્ય માટે પૂર્ણ રૂપે સલામત છે એવો અભિપ્રાય મેળવાય છે અને એ પછી આ ગ્લોબલ શોપ પ્રોજેક્ટ' તેનાં સહયોગી સંગઠનો સાથે મળી દરિયામાર્ગે આ સાબુની ગોટીઓ મોકલે છે. આ સાબુની ગોટીઓ જરૂરિયાતવાળા ગરીબ લોકોને સીધેસીધી વિનામૂલ્ય વહેંચવામાં આવે છે. કાયોન્ગો પોતે યુગાન્ડા છોડીને કેન્યામાં વસ્યો હતો. અહીં એ જાતે પાંચ હજાર સાબુની ગોટીઓ સાથે એક અનાથાશ્રમમાં ગયો હતો. એણે એના અનુભવની વાત કરતાં કહ્યું, ‘અમે સાબુની ગોટી વહેંચતા હતા, ત્યારે હું ઉત્તેજના, આનંદ અને અપાર સુખની લાગણી અનુભવતો હતો.' ડેરેક કાયોન્ગોના ‘ગ્લોબલ શોપ પ્રોજેક્ટ' દ્વારા દર અઠવાડિયે ત્રીસ હજાર સાબુની ગોટીઓ ઉત્પન્ન થાય છે. ત્રીસ જેટલા દેશોને એણે આવરી લીધા છે. કેન્યા, ઘાના, યુગાન્ડા, હૈતી, માલવી, ઇરાક અને અફઘાનિસ્તાન સુધીના દેશોના જરૂરિયાતમંદ લોકોને પોતાની આ ગોટીઓ પહોંચાડી રહ્યો છે અને જે એટલાન્ટા શહેરમાં એણે પોતાની આ કામગીરી બજાવી, એ એટલાન્ટા શહેરે ડેરેક કાયોન્ગોને ખૂબ બિરદાવ્યો, એટલું જ નહીં, પણ એક નવો માર્ગ શોધી આપનાર આ માનવીને ધન્યવાદ આપતાં એટલાન્ટા શહેરની કાઉન્સિલે ૧૫મી મેના દિવસને ‘ગ્લોબલ શોપ પ્રોજેક્ટ ડે' તરીકે જાહેર કર્યો ડેરેક કાયોન્ગોની સાબુ રિફાઇનની ફેક્ટરી એ કહે છે, ‘નિષ્ફળતા એ સફળ શ્રેષ્ઠતાની જન્મદાત્રી છે. સફળતા એ નિષ્ફળતાની જ વંશજ છે. નિષ્ફળતા વગર સફળતાની કસોટી થઈ શકતી નથી. ક્યારેક તમે તમારા ધ્યેયને સિદ્ધ કરવા જાઓ, ત્યારે નિષ્ફળતાની કપરી ઘટના તમને સફળતા તરફની તમારી સફર કેટલી આકરી હતી એની યાદ અપાવવા માટે અડગ ઊભી રહે છે. ભવિષ્યમાં નિષ્ફળતાની શક્તિ પર ધ્યાન આપો, કારણ કે તેનામાં તમારી સફળતાના ભવિષ્ય માટે માહિતગાર કરવાની ક્ષમતા રહેલી છે.” આજે તો ડેરેક કાયોન્ગો અનેક સમાજ સેવી સંસ્થાઓમાં અગ્રિમ પદ મેળવી ચુક્યો છે. ૨૦૧૧ની સી.એન.એન.ના ‘હીરો'નું બિરુદ પામ્યો છે. વીસેક જેટલી સમાચાર સંસ્થાઓ અને કેટલાય ટીવી કાર્યક્રમોમાં એની નોંધ લેવાઈ, એથીય વિશેષ શહેરના કૉર્પોરેશનથી માંડીને યુનિવર્સિટી સુધીના શ્રોતાઓને જુસ્સાભેર ‘સ્ત્રીઓના અધિકારો’, વેપારમાં સ્ત્રીઓની તેજસ્વી ભૂમિકા', ‘સામાજિક સાહસવૃત્તિ', ‘૨૧મી સદીમાં સફળ ઉદ્યોગની તાલીમ’ જેવા વિષયો પર છટાદાર વક્તવ્ય આપે છે. એ વિષયની પૂર્ણ તૈયારી સાથે પ્રવચનો આપે છે અને એમાં એના વિચારો રેડે છે. અપાર મુશ્કેલીઓ વેઠીને કૉલેજનો સ્નાતક અને અમેરિકાનો નાગરિક બનેલો ડેરેક કાયોગો આંતરરાષ્ટ્રીય ‘કેર' સંસ્થાનો કો-ઓર્ડિનેટર પણ છે. 60 • માટીએ ઘડ્યાં માનવી ભીતરનો અવાજ * 61

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82