Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 34
________________ અમેરિકામાં નવા ઇમિગ્રન્ટ અને નવા નાગરિક તરીકે કાયોન્ગોને જીવવા મળ્યું તેનો એને આનંદ હતો, પરંતુ એક આફ્રિકન તરીકે એ પોતાના વતનના લોકોની પરિસ્થિતિ સહેજે ભૂલી શકે તેમ નહોતો અને એથી એણે મનોમન વિચાર કર્યો કે આ સાબુની ગોટીઓ એકઠી કરીએ, એને કચરાના ઢગલામાં પધરાવી દેવાને બદલે સ્વચ્છ કરીએ અને દરિયાપાર મોકલવા માટે ફરી પ્રક્રિયામાંથી પસાર કરીએ અને પછી જો એ હૈતી, યુગાન્ડા અને સ્વાઝીલેન્ડ જેવા દેશોમાં મોકલાય, તો ત્યાંનાં ગરીબ બાળકોને એ જીવલેણ રોગો સામે લડવામાં મદદરૂપ બની શકે. શરૂઆતમાં તો ડેરેક કાયોન્ગોના આ વિચારને સહુએ હસી કાઢ્યો. કઈ રીતે દુનિયાની હોટલોમાંથી સાબુની ગોટીઓ ભેગી થાય ? એ ભેગી થયા પછી કોણ એનો પુનઃ ઉપયોગ કરી શકાય એવી પ્રક્રિયામાંથી એને પસાર કરે ? એવી સાબુની ગોટી અત્યંત ગરીબ હાલતમાં જીવતા લોકો સુધી કોણ પહોંચાડે આમ ડેરેક કાયોન્ગો સામે ‘કોણ ?'ના કેટલાય પ્રશ્નો હતા, પરંતુ બીજી બાજુ ઓછી આવક ધરાવતા દેશોમાં જીવતાં બાળકોનો ઊંચો મૃત્યુદર એને વ્યથિત કરતો હતો. એ જાણતો હતો કે સાબુ પ્રાપ્ય નથી તેનો પ્રશ્ન નથી, ખરો પ્રશ્ન તો એની કિંમતનો છે. સૌથી મોટી સમસ્યા તો એ સામાન્ય માનવીની ખરીદશક્તિની છે. ડેરેક કાયોર્ગોના કહેવા પ્રમાણે, “એક ડૉલર કમાતી વ્યક્તિ માટે સાબુની ગોટી ૨૫ સેન્ટમાં પડતી હોય તો, એ સાબુની ગોટી ખરીદવાને બદલે ખાંડ કે દવા ખરીદવાનું વધુ પસંદ કરશે. જીવન માટે જરૂરી હોય, એવી અનિવાર્ય વસ્તુ વ્યક્તિ સામાન્ય રીતે પહેલી પસંદ કરે છે.' ડેરેક કાયોન્ગોએ તપાસ કરી કે સાન એન્ટોનિઓ અને ટેક્સાસ જેવાં અમેરિકાનાં રાજ્યોની આશરે વીસેક લાખની વસ્તી છે અને ગરીબ દેશોમાં વીસ લાખ જેટલાં બાળકો પ્રતિવર્ષ મરડા (ડાયરિયા) જેવી બીમારીને કારણે મૃત્યુ પામે છે. ડેરેકે હોટલોની મુલાકાત લીધી ત્યારે એણે પ્રચંડ આઘાતની લાગણી અનુભવી, એકલા ઉત્તર અમેરિકામાં જ દર વર્ષે કરોડો સાબુની ગોટીઓ આ રીતે ફેંકી દેવાતી હોય છે. એણે એની જાતને પ્રશ્ન કર્યો, ‘જ્યારે બીજા લોકો પાસે દિવસોના દિવસો સુધી સાબુની એક પણ ગોટી ન હોય, ત્યારે આટલા બધા વિપુલ જથ્થામાં સાબુની ગોટીઓ ખરેખર ફેંકી S6 • માટીએ ઘડ્યાં માનવી નિર્વાસિતોને સાબુની ગોટી દેવાય ખરી ?” એના અંતરમાંથી અવાજ જાગ્યો, ‘આવું કદી સાંખી લેવાય નહીં. આવી સ્થિતિ સહેજે યોગ્ય નથી.' એણે સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. આવી સાબુની ગોટીઓ નવા રૂપે ગરીબોને મળે તો ? પોતાની આ ભાવ દર્શાવતાં એ કહે છે, “આપણે બધાં સ્વપ્નો જોઈએ છીએ, પણ કેટલાક લોકો તેમની જિંદગી સ્વપ્ન સાકાર કરવામાં વિતાવે છે, જ્યારે બીજા જિંદગીભર સ્વપ્નાંઓ જ જોયાં કરે છે. તમે તમારાં સ્વપ્નો જીવી જાણો છો એટલે તમે તમારી નિષ્ફળતાઓની ભીતિને બાજુ પર મૂકી શકો છો. નિષ્ફળતાઓને શીખવાની પ્રયોગશાળા માનીને તમારા ધ્યેયની સિદ્ધિ માટે યત્ન કરો છો. મેં હંમેશાં ઇરાદાઓ અને સંકલ્પને સાકાર કરવા માટે નિષ્ફળતાને ચાહવાનો પ્રયત્ન કર્યો છે.' આમ ડેરેક કાયોન્ગોને ચોપાસ નિષ્ફળતા મળી, પરંતુ એ નિષ્ફળતામાં એની સફળતાની શોધ ચાલુ હતી. એણે ધનાઢય લોકો કે વૈભવી હોટલના માલિકો પ્રત્યે કોઈ અણગમો દાખવ્યો નહીં. જેમને રોજ એક નહીં, પણ અનેક સાબુની ગોટીઓ પ્રાપ્ત થતી હતી એવા સુખી-સમૃદ્ધ લોકોની ઈર્ષા કરી નહીં, ભીતરનો અવાજ • 57

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82