Book Title: Matrie Ghadya Manvi Author(s): Kumarpal Desai Publisher: Gurjar Sahitya Prakashan View full book textPage 6
________________ કરુણાની અક્ષયધારા ઝાકઝમાળ ભરેલી દુનિયામાં બેહાલ ઇન્સાનના દિલની વેદના કે પેટની ભૂખની કોને ખબર છે ? ભવ્ય ઉત્સવોમાં વાગતાં બેંડવાજાં કે ડી.જે. અથવા ધાર્મિક મહોત્સવોમાં ઊડતી ધનની આંધળી રેલમછેલ કે પછી રાજકીય રૂઆબ છાંટવા માટે વપરાતા કરોડો રૂપિયાના ખણખણાટમાં ભૂખ્યા પેટનો તરફડાટ કોને સંભળાય ? એ ફૂટપાથ, લૅટફૉર્મ કે રસ્તે રઝળતી જિંદગીને કોણ આશાયેશ આપી શકે ? ઈશ્વરે માનવીને પેટ આપવાની સાથોસાથ ભુખની અસહ્ય પીડા આપી છે. જેણે ભૂખનું જીવલેણ દુ:ખ વેઠ્યું છે, એની કહાની લખવા માટે આંસુની કલમ પણ બેજાન છે. ઊંચા આવાસો, સિદ્ધિ-પ્રસિદ્ધિના સમારંભો કે પછી થતાં ભવ્ય આયોજનો નારાયણન્ ક્રિશ્નન્ કરનારને ક્યારેય કોઈ ફૂટપાથ પર કે કોઈ પુલની નીચે બેહાલ દશામાં, ભૂખથી તરફડતાPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 82