Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ રિક્ષાના ચાલક વાઈ ફન્ગ લીએ કહ્યું, ‘તું તો ઘણી મહેનત કરે છે. ચાલ તારે ઘેર આવું.' અને આ રિક્ષાચાલક ગીચ ઝૂંપડપટ્ટીના ગંદા વિસ્તારમાં નાનકડી ખોલીમાં રહેતા આ બાળકના ઘેર આવ્યા, ત્યારે એમના પગ થંભી ગયા. એમણે જોયું તો ઘરના ખૂણામાં બે અત્યંત ગંદી અને સાવ દૂબળી હાડપિંજર જેવી છોકરીઓ બેઠી હતી. એક પાંચ વર્ષની હતી અને બીજી ચાર વર્ષની. એમનાં ફાટેલાં કપડાં ઘણાં ગંદાં હતાં, પણ પોતાના મોટા ભાઈને જોતાં તરત દોડીને એને વળગી પડી અને આ છોકરાએ પોતે ખરીદેલા બ્રેડના થોડા ટુકડા બંને બહેનોને આપ્યા.' વાઈ ફન્ગ લી આ દૃશ્ય સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. એક બાજુ બેહાલ જીવન જીવતાં બાળકોની ગરીબી હતી, તો બીજી બાજુ આ ત્રણ નાનાં નાનાં બાળુડાંઓનાં લાગણીસભર સ્નેહનાં દૃશ્યોથી થતો આનંદ હતો. વાઈ ફન્ગ લીને ખ્યાલ આવી ગયો કે આ બાળકોને કોઈ સહારો નથી. માતા-પિતા તો ગુમાવ્યાં હતાં, પરંતુ પડોશીઓએ પણ એમની કશી દરકાર કરી નથી. માથે નાનકડી ખોલીનું છાપરું ને બીજું કંઈ નહીં ! પંચોતેર વર્ષના વૃદ્ધનું દિલ દ્રવી ગયું. મનમાં થયું કે આ લાચાર અને નિરાધાર બાળકોને કંઈક આધારરૂપ બની શકું તો કેવું સારું ! વળી એમ પણ થયું કે જ્યાં માંડ હું મારું પૂરું કરી શકું છું, ત્યાં આ બાળકોને મદદ કઈ રીતે કરી શકું? આ પંચોતેર વર્ષની મોટી ઉંમરે આકરી મજૂરી કરીને માંડ હું મારાં કપડાં ને ભોજન મેળવી શકું છું, ત્યારે આ બાળકોને કપડાં કે ભોજન આપવાની મારી કોઈ ગુંજાઈશ છે ખરી ? કોઈને મદદ કરવી હોય, તો પાસે કંઈક તો હોવું જોઈએ ને ? ગજવામાં ફૂટી કોડીય ન હોય અને દાન આપવાનો વિચાર કઈ રીતે થઈ શકે ? આખા દિવસની મજૂરી પછી માંડ પેટ પૂરતું મળતું હોય, ત્યાં બીજાના પેટની આગ કઈ રીતે ઓલવી શકાય ? | રિક્ષાચાલકના મનમાં ઘણી મથામણ ચાલવા લાગી, પણ મનમાં એટલી તો ગાંઠ વાળી હતી કે ગમે તે થાય, તોપણ આ બાળકોને સારી જિંદગી તો આપવી જ. આથી એ ત્રણેય બાળકોને લઈને તાઇન્જિગ શહેરના અનાથાશ્રમમાં ગયા અને આશ્રમના વ્યવસ્થાપકને કહ્યું, ‘આ ગરીબ બાળકોને તમે અહીં 18 • માટીએ ઘડ્યાં માનવી ૭૫ વર્ષના વૃદ્ધ બરફવર્ષામાં પણ સાઇકલ ચલાવે છે. રાખો. એના ખર્ચની તમે ફિકર કરશો નહીં. એમના ભોજન અને શિક્ષણનો જે કંઈ ખર્ચ થશે તે હું તમને આપીશ.’ આશ્રમના સંચાલકે આ ત્રણે બાળકોને સ્વીકાર્યો અને ભોજન-નિવાસની સગવડ આપી. વાઈ ફન્ગ લીએ ત્રણ બાળકોના ભરણપોષણની જવાબદારી તો માથે લીધી, પણ હવે એને માટેની રકમ ક્યાંથી મેળવવી ? મનમાં ઉમદા ભાવ હોય, તો ઊજળો પંથ મળી રહે છે. બીજાના દુઃખે દુ:ખી થનારનું સુખ કદી ઓછું થતું નથી. આ રિક્ષાચાલકે મનમાં નિર્ધાર કર્યો કે અત્યારે સવારથી સાંજ સુધી રિક્ષા ચલાવું છું. હવે વહેલી સવારે ઊઠીને રિક્ષા ચલાવીશ અને મોડે સુધી કામ કરતો રહીશ. પંચોતેર વર્ષના વૃદ્ધ પોતાની કમાણીમાં વૃદ્ધિ કરી અને પોતાની આવકમાંથી થોડી રકમ પોતાના રહેઠાણના ભાડા પેટે, સવારના ભોજનની બે બ્રેડ અને સાંજના ખાણા માટે જુદી રાખતો અને બાકીના બધા પૈસા અનાથાશ્રમમાં આપવા લાગ્યો. એણે કલ્પના પણ કરી નહોતી તેમ એની આવક વધી ગઈ અને એની ઇચ્છા ફળીભૂત થઈ. એની જિંદગીને એણે નવો વળાંક મળ્યો. એ રોજ વહેલી સવારે છ વાગ્યે રિક્ષા લઈને કામે નીકળી જવા લાગ્યો. આખી જિંદગી પંડલ રિક્ષા ચલાવી હતી એટલે ઘણા લોકો વાઈ ફન્મ લીની રિક્ષા જ પસંદ કરતા. વળી બીજા રિક્ષાવાળા વધુ ભાડું લેતા, જ્યારે વાઈ ફન્ગ લી એમની પાસેથી બહુ ઓછું ભાડું લેતો. શહેરની શેરીઓમાં સવારી મેળવવા તેમનીનાં તપ : 19.

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82