Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ માટે અને મુસાફરોને એમના સ્થાને પહોંચાડવા માટે એ રસ્તા પર સતત દોડતો જ જોવા મળતો. એનો દેહ વૃદ્ધ હતો, પણ દિલમાં જુવાનનું કૌવત હતું. પહેલાં સમી સાંજે રિક્ષા ચલાવવાનું એનું કામ પૂરું કરતો હતો, હવે રાતના આઠ વાગ્યા સુધી કામ કરવા લાગ્યો. બીજા રિક્ષાવાળાઓ યુવાન અને શરીરે મજબૂત હતા. વાઈ ફગ લી સુકલકડી શરીર ધરાવતો બુઝુર્ગ હતો, છતાં એ આ આકરી મહેનતથી સહેજે થાકતો નહીં. એના ચહેરા પર સદાય હાસ્ય લહેરાતું હતું. પોતાના ગ્રાહકો સાથે એ ભાડા અંગે અગાઉ કશું ઠરાવતો નહીં. એ બાબતમાં કોઈ ચર્ચા કે વાદવિવાદમાં ઊતરતો નહીં. તેઓ જે ભાડું આપે, તે હસતે મુખે સ્વીકારી લેતો. એથીયે વધુ એને શ્રદ્ધા હતી કે મારા ગ્રાહકો મને યોગ્ય ભાડું જ ચૂકવશે. ભાડાની બાબતમાં ક્યાં વળી ન્યાય અને અન્યાયનો તોલ કરવા નીકળવું ! એના દિલમાં જેવી ઉદારતા હતી, એવો જ એના મનમાં અહેસાસ હતો કે મારી હસમુખી સેવાના બદલામાં સવારીમાં બેસનારાઓ વાજબી ભાડું જ ચૂકવશે. બળબળતા તાપમાં કે કારમી ઠંડીમાં એ તાઇન્જિગ શહેરના માર્ગો પર રિક્ષા ખેંચતો હોય, એનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું હોય. સતત પૅડલ મારવાને કારણે શ્વાસ ક્યારેક ધમણની માફક ચાલતો હોય, પરંતુ ગમે તે હોય પણ એના ચહેરા પરનો ઉલ્લાસ સહેજે ઓછો થતો નહીં. આ રિક્ષાચાલક જે વિસ્તારમાં રહેતો હતો એ વિસ્તાર તાઇન્જિગનો સૌથી અસ્વચ્છ એવો ઝૂંપડપટ્ટીનો ગીચ વિસ્તાર હતો. તેમાં કેટલાક રિક્ષાચાલકો રહેતા હતા અને બીજા રસ્તા પર કચરો વીણનારા વસતા હતા. - વાઈ ફન્ગ લી માટે એનું ઝૂંપડું માત્ર રાત્રિ-નિવાસની જગા જ હતું. જાણે રાતે સૂવા માટે ભાડું ભરતો ન હોય ? આખા દિવસની મજૂરી પછી એક જૂનું પાથરણું નાખીને એ નિરાંતે લંબાવતો હતો. ઠંડી પડે, ત્યારે લાકડાની પેટીમાંથી ફાટેલો, તૂટેલો અને સાંધેલો બ્લેન્કેટ ઓઢતો હતો. ભોજન માટે પતરાની એક ડિશ અને પાણી પીવા માટે પતરાનું એક કંન હતું. ઝૂંપડામાં ફર્નિચર તો ક્યાંથી હોય ? વળી ખોલીમાં લંબાવ્યા પછી થોડી જગા વધતી, તો બીજા કેટલાય લોકો અહીં સુવા માટે આવતા. ઝૂંપડાના ખૂણામાં એક ફાનસ પડી રહેતું, જે રાતે થોડું અજવાળું વેરતું હતું. આવી 20 • માટીએ ઘડ્યાં માનવી દશામાં જીવતા વાઈ ફ્રેન્ચ લીના હૃદયમાં વળી એક નવું સ્વપ્ન જાગ્યું. સંસાર જ સ્વપ્નનો અને સ્વપ્નસેવીનો છે. સ્વપ્ન વગર ક્યાં કશું સરજાય છે ? લીએ વિચાર કર્યો કે હજી વધુ કરકસરથી જીવું તો વધુ બાળકોને મદદરૂપ બની શકું. એણે ગરીબ અને અનાથ બાળકો માટે પોતાની જાત નિચોવી નાખી હતી, પરંતુ હવે એ પોતાની જાત વિશે વિચારવા લાગ્યો ! વિચાર્યું કે પોતાની પાસે તો કપડાં અને ભોજન છે, પણ પેલાં અનાથ ઈ. ૨૦૦૫માં અવસાન સમયે વાઈ બાળકો પાસે નથી કપડાં કે નથી ફ લી ખાવાની બ્રેડ ! એ કઈ રીતે શિક્ષણ પામી શકે ? કોણ એને મદદરૂપ બની શકે ? એની આંખોમાં તમન્નાનું તેજ હતું. હવે એ શર્ટ કે પેન્ટ ફાટી જાય, તો કાઢી નાખવાને બદલે એને સાંધીને પહેરવા લાગ્યો. વળી એ ફાટે, તો ફરી ફરી સાંધવા લાગ્યો. પરિસ્થિતિ એવી આવી કે પૈસા બચાવવાની રઢમાં એણે ભોજનમાં કરકસર કરવા માંડી. એનો આહાર સાવ સાદો હતો. ભોજનમાં ઠંડું પાણી અને માત્ર બ્રેડ. બહુ બહુ તો એની સાથે થોડો સોસ લેતો. એમ થયું કે પોતાને આવું તાજું ખાવા મળે છે અને બીજાં કેટલાંય બાળકોને ભૂખે મરવાને વાંકે જીવવું પડે છે. આથી એણે પોતાનું તાજું ભોજન ગરીબોને આપવા માંડ્યું અને પોતે કોઈએ ફેંકી દીધેલો ખોરાક ખાવા લાગ્યો. એમના કુટુંબના સભ્યો લીની આ આદત પર ગુસ્સે થતા હતા, પરંતુ એની કશીય અસર વાઈ ફન્ગ લી પર થતી નહોતી. કોઈક વાર એ રસ્તામાં અડધો ખાધેલો કૉન પડ્યો હોય તો તે લઈ લેતા અને તેનાથી પોતાનું પેટ તમન્નાનાં તપ • 21

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82