Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ કોઈક દિવસ' - વિજેતા ગુસ્ટાવ હકનસોલ સાઇકલ હંકારી દીધી. દાદાજી પંકચરવાળી સાઇકલ સાથે વિજયરેખાને પાર કરી ગયા. રૈનાનંદી પ્રેસ કોએ ગગનભેદી અવાજોથી એમને વધાવી લીધા. લોકોએ એટલા ફૂલહાર કર્યા કે આખા દાદાજી ઢંકાઈ ગયા. ૯ દિવસ, ૧૪ કલાક અને ૨૦ મિનિટ સુધી સાઇકલ ચલાવીને, એક હજાર માઇલનું અંતર કાપી ગુસ્ટાવે વિજય મેળવ્યો. ગુસ્ટાવની કશીય ગણના ન કરનારા પેલા યુવાન હરીફોનું શું થયું ? ગુસ્સવ પછીનો સૌથી આગળનો હરીફ એમનાથી પૂર એક દિવસ પાછળ હતો, ગુસ્ટાવે વિજય મેળવ્યા પછી એક દિવસ બાદ એ વિજયરેખાને પહોંચી શક્યો. પછીને દિવસે સ્વીડનના રાજવીએ એને નિમંત્રણ આપ્યું. એ પછી ૧૯૫૯માં જેરૂસલેમના પવિત્ર સ્થળે સાઇકલ-યાત્રા કરી. ૧૦૨ વર્ષની ઉંમરે અવસાન પામેલ આ દાદાજી ૧૦૦ વર્ષ સુધી તો સાઇકલ ચલાવતા રહ્યા. લોખંડી દાદાજીની પોલાદી તાકાતને સર્વત્ર આદર અને આવકાર મળ્યો. આજે રમતની દુનિયામાં આનંદ અને આશ્ચર્યથી લોખંડી દાદાજીના નિરધાર ને તાકાતને સહુ યાદ કરે છે. ઝાકમઝોળમાં જીવતા અને ભોગ , વિલાસ અને વૈભવમાં ડૂબેલા આજના માનવીને કારમી, કચડાયેલી માનવજાતની ગરીબાઈ જોઈને રૂંવાડુંય ફરકતું નથી ! ક્યારેક તો એ સ્વયં શોષણ કરીને ગરીબોની ગરીબાઈનું સર્જન કરતો હોય છે અને ક્યારેક એ પોતાના સ્વાર્થની દોડ કે શોખની ઘેલછામાં ચારેબાજુ સંભળાતી ગરીબીની ચીસ સામે બહેરા કાન ધરાવે છે. એના કર્મની કઠણાઈ કહીને ક્રૂર મજાક ઉડાવતો હોય છે, તો ક્યારે ક માલિકની અદામાં બીજાની તાબેદારીની મોજ માણતો હોય છે. એને જામથી છલકાતી મહેફિલમાં રસ છે. પાણીનાં ટીપાં માટે મરી રહેલા માણસમાં નથી ! આ પૃથ્વીના ગ્રહ પર એક અબજ અને એંસી કરોડ લોકો અત્યંત ગરીબાઈમાં જીવે છે. રેની બાયેર 38 માટીએ ઘડ્યાં માનવી

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82