Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ દેવાય ? આ સાઇકલ-દોડ એ કંઈ બચ્ચાનો ખેલ નથી, સમજ્યા ને ?” વૃદ્ધ ગુસ્સાવે જરા મક્કમ અવાજે કહ્યું, “આપને કામ સાથે નિસબત છે. કે ઉંમર સાથે ? મોટા ભાગના લોકો ત્રીસ વર્ષે જે ટલા તાકાતવાળા હોતા નથી, તેટલી તાકાત હું આ ઉંમરે પણ ધરાવું છું. બાકી શું ? સાહેબ, માનવીની તાકાત અને તમન્ના પર ઉંમર ગણાય, એણે કેટલાં વર્ષો ગાળ્યાં તે પર નહીં. મારા દિલનો અવાજ છે. હું ભાગ લઈને જ જંપીશ ! સાહેબ, હું તો છાસઠ વર્ષનો યુવાન છું, યુવાન !” એક દાક્તરે એમને પૂછયું, “પણ તમે હાપરાડાથી યસ્તાદ સુધીની આટલી લાંબી સાઇકલ-દોડમાં ફાવશો ખરા?” | ગુચવે જવાબ આપ્યો, “ઓહ ! એમાં શું સાહેબ ! આખી જિંદગી તો મેં બસ ચલાવવાનો ધંધો કર્યો, પણ પાંચ વર્ષ પહેલાં જ સાઇકલ ખરીદી. પછી તો સાઇકલ સાથે એવી દોસ્તી થઈ કે ખટારો ચલાવવાનું જ ભૂલી ગયો. પાંચ વર્ષમાં તો સાઇકલ પર દેશના ખૂણે ખૂણે ઘૂમી વળ્યો. એક વાર તો મારા નિવાસસ્થાન ગંતોફતાથી લેપલૅન્ડના આસ્ટિક સર્કલ સુધીનું ત્રણ હજાર માઈલ લાંબું ચક્કર લગાવી આવ્યો છું. ૧૯૨૭માં ૪૨ વર્ષની વયે તો ઉત્તરી સ્વીડનના પહાડો પર સાઇકલથી વિજયયાત્રા કરી ચૂક્યો છું, સાહેબ, બસ, તમે મને આ સ્પર્ધામાં ભાગ લેવાની રજા આપો. પછી ધોળી દાઢીવાળા આ યુવાન ગુસ્ટાવની તાકાત જોઈને તમે જ દંગ થઈ જ શો.’ આમ કહીને ગાવે પોતાની ધોળી દાઢી પર હાથ ફેરવ્યો. દાક્તરોને આ બુઢાની બડાશ પર મનોમન હસવું આવ્યું. સ્પર્ધાનો સમય થવા આવ્યો હતો. ગુસ્ટાવના આગ્રહને જોઈને એને સ્પર્ધક તરીકે નહીં, પણ ભાગ લેવાની મંજૂરી આપી, પરંતુ આ ડૉક્ટરો ધારતા હતા કે જુવાનિયાના જોર આગળ આ વૃદ્ધ ક્યાં ટકવાનો છે ? ભલે, ભાગ લેવો હોય તો લે, પણ થોડા માઈલ જતાં પગનું જોર ખૂટી જશે અને સાઇકલ મૂકીને રસ્તાની બાજુએ લમણે હાથ દઈને બેસી જશે ! એક હજાર માઈલની સાઇકલ-દોડના આરંભની નિશાની થઈ. સેંકડો સ્વીડનવાસીઓએ હરીફોને ઉમળકાભેર વધાવી લીધા. યુવાન અને મજબૂત સાઈકલસવારો પૂરા જોશથી પૅડલ મારીને આગળ ધપવા લાગ્યા. પરંતુ ખરેખરો ગગનભેદી હર્ષનાદ તો એક મિનિટ પછી થયો. વયોવૃદ્ધ ગુસ્તાવ 34 • માટીએ ઘડ્યાં માનવી મેદાન પર આવ્યા. આરંભની રેખા પરથી ઝડપથી સાઇકલ દોડાવી. એમાંય આ છાસઠ વર્ષના ગુસ્સાવ ‘લેડીઝ-સાઈકલ” લઈને સ્પર્ધામાં ઊતર્યા હતા. પોતાના શર્ટ પર સ્પર્ધક તરીકે ‘ઝીરો નંબર' લખ્યો હતો. લોકોએ ધોળી દાઢીવાળા માનવીના ખમીરને જોઈને હર્ષધ્વનિ ર્યો. ગુસ્ટાવની ઝડપ બીજા તરવરિયા યુવાનો જેટલી ન હતી, પરંતુ એ એકધારી ઝડપે સાઇકલ ચલાવતા હતા. આખો દિવસ એકસરખી ઝડપ જાળવી રાખતા ગુસ્ટાવે પચાસ માઈલ પૂરા કર્યા, ત્યારે એમના બીજા હરીફો સાઠ માઈલ પસાર કરી ચૂક્યા હતા ! બધાને થયું કે હજી આરંભમાં જ દસ બાળકોના પિતા ગુસ્સાવ દસ માઈલ પાછળ પડી ગયા, તો પછી એમનું શું થશે? સાઇકલ-સ્પર્ધાના હરીફો રાત્રે વિસામો લઈને સવારે આગળ વધતા. જ્યારે ગુસ્ટાવ પાસે તો વિસામાની વાત જ નહીં. ઊંઘની કોઈ ચિંતા નહીં. સતત ત્રણ દિવસ સુધી મટકું માર્યા વિના સાઇકલ ચલાવતા રહ્યા, ખૂબ થાક લાગે ત્યારે માંડ એકાદ કલાક આરામ લે. ફરી પાછા આગળ વધવા તૈયાર. આથી એકધારી ઝડપે જતા ગુસ્સાવે ત્રણસો માઈલનું અંતર કાપ્યું, ત્યારે એમના હરીફો એમનાથી વીસ માઈલ પાછળ હતા. પણ બિચારા બુઢા ગુસ્ટાવની કોણ પરવા કરે? સહુને એમ કે સહેજ ઝડપે સાઇકલ ચલાવીશું એટલે ઘરડા ગુસ્ટાવ ક્યાંય પાછળ ગુમ થઈ જશે. ગુસ્ટાવના હરીફો આવો વિચાર કરે, ગુસ્ટાવ તો કશુંય વિચાર્યા વિના પૅડલ લગાવ્યું જતા, સાઇકલ આગળ ધપાવ્ય જતા. યુવાન હરીફો અભિમાનના તોરમાં રહ્યા, ગુરવ સતત આગળ વધતા રહ્યા. આ સ્પર્ધાનાં ત્રણ દિવસ અને ત્રણ રાત પૂરાં થયાં, ત્યારે આખી પરિસ્થિતિ બદલાઈ ચૂકી હતી. આખોય સ્વીડન દેશ આ વયોવૃદ્ધની સાઇકલદોડને આશ્ચર્ય, ઉત્સાહ અને રોમાંચથી નિહાળતો હતો. કોઈ જુવાન હરીફોને યાદ પણ કરતું ન હતું. એમણે કેટલું અંતર કાપ્યું છે તે જાણવાની પરવાય ન હતી. ત્રણ દિવસ બાદ ગુસ્ટાવ પોતાના તમામ હરીફો કરતાં એકસો વીસ માઈલ આગળ હતો. આટલા સમય દરમિયાન એણે માત્ર પાંચ કલાકની ઊંઘ લીધી હતી. આખો દેશ ગુસ્સવના સમાચાર જાણવા આતુર બની ગયો. સાઇકલ સ્પર્ધા સામાન્ય બની ગઈ, બધે ગુસ્ટાવની જ વાતો થઈ રહી. વર્તમાનપત્રોના લોખંડી દાદાજી • 35

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82