Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ હાજરી આપી હતી. એનાં કુટુંબીજનો અને સગાં-વહાલાંઓ સાથે આ રિક્ષાચાલકને કોઈ વિશેષ સંબંધ કે સંપર્ક નહોતો. લોકો એટલું જોતા કે એ કોઈ એક જગાએથી વહેલી સવારે પેડલ રિક્ષા લઈને નીકળે છે, બાકી એનાં કોઈ નામ-ઠામની ખબર નહોતી, પણ જીવન પ્રત્યેની એની ઊજળી આશા, પૉઝિટિવ અભિગમ અને ગરીબી વચ્ચે દાખવેલી અમીરી માટે સહુ એને ચાહતા હતા. એ મદદ કરતો, ત્યારે એની આંખમાં ધ્યેયસિદ્ધિની ચમક આવતી હતી. આ હાડપિંજર જેવા એક અદના માનવીએ કારમી ગરીબી વચ્ચે નિઃસ્વાર્થ જુસ્સા અને હૃદયના પ્રેમથી ગરીબોની સેવા કરી અને આજે એ ઉમદા માનવી એણે એની સહાય મેળવનારા વિદ્યાર્થીઓના હૃદયમાં જીવંત છે. લીના અવસાન પછી એણે કેટલા વિદ્યાર્થીઓને સહાય કરી હશે, એનો અંદાજ મેળવવા પ્રયત્ન થયો, ત્યારે થોડાંક બાળકો પાસે વાઈ ફન્ગ લી સાથેનો ફોટો મળ્યો કે જેને એમણે મદદ કરી હતી. પોતાના આ કાર્યની પાછળ વાઈ ફન્ગ લીની અપેક્ષા શી હતી ? શા માટે પોતે ગરીબી વહોરીને ગરીબોને શિક્ષણ આપવા માટે પ્રયત્ન કરતો હતો ? આ અંગે કોઈ પૂછતું કે એ જે બાળકોને મદદ કરે છે, તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખે છે ખરો ? ત્યારે લી હસતે મુખે એટલું કહેતો, ‘હું ઇચ્છુ છું કે તેઓ અભ્યાસ કરવા માટે સતત મહેનત કરે, સારી નોકરી મેળવે અને અદના નાગરિક બનીને દેશને કશુંક પાછું વાળે.' a 24 • માટીએ ઘડવાં માનવી 3 જિલ ફિપ્સ પ્રાણીપ્રેમની બલિવેદી પર વિદેશની ધરતી પર કેવા અવનવા અનુભવો થતા હોય છે ! આપણી ધારણા હોય કે પ્રાણીનાં ચાહકો કે પૂજકો ભારતભૂમિમાં જ મળે, પણ વિદેશની ધરતી પર અઘતન પાંજરાપોળ જોવા મળે અને પ્રાણી કાજે ગીતાબહેન રાંભિયાની માફક જાન ન્યોછાવર કરનારાય મળે ! અબોલ પ્રાણીની ચીસ આખી દુનિયાના સંવેદનશીલ માનવીઓના દિલમાં વેદના જગાવતી હોય છે. એ ચીસ એમના અંતરને ચીરતી હોય છે. પ્રાણીના જીવને થતું દુ:ખ એમનો જીવ સ્વયં અનુભવતો હોય છે અને આવાં પ્રાણીના દુ:ખને દૂર કરવા માટે તેઓ પ્રાણીઓ પર થતા અત્યાચારોનો આકરો વિરોધ કરે છે, પોસ્ટર-ઝુંબેશ ચલાવે છે, ધરણાં કે સત્યાગ્રહ પણ આદરે અને વખત આવ્યે પોતાના પ્રાણની પણ પ્રાણીપ્રેમની બલિવેદી પર આહુતિ આપે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82