Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ સિક્કા હાથમાં આવતાં જ માથું ઊંચું કરીને કશુંક બબડતો હોય તેમ ઈશ્વરનો આભાર માનતો. પણ બનતું એવું કે આ છોકરો સિક્કા લઈને કોઈ રસ્તા પરની રેંકડીમાંથી ખાવાનું લેવાને બદલે નજીકમાં પડેલા કચરાના ઢગલામાં હાથ ફંફોસવા લાગતો. એ ઢગલામાં ફંફોસતાં ફંફોસતાં બ્રેડનો ગંદો, નાનકડો ટુકડો મળી જતો, તો તેના ચહેરા પર સ્વર્ગ મળ્યાની ખુશાલી છવાઈ જતી. એ બ્રેડના નાના ટુકડાને શક્ય તેટલો સાફ કરીને પોતાના મુખમાં મૂકતો. વાઈ ફન્ગ લીને આ દૃશ્ય જોઈ અતિ આશ્ચર્ય થતું. એ છોકરાના ચહેરા પર સતત તરવરતા આનંદની લાગણીને જોઈ રહેતો. આવી કારમી ગરીબી હોવા છતાં લાચારીની એક લકીર પણ એના મુખ પર દેખાતી નહીં. ભારે વજનદાર થેલા ઊંચકતી વખતે પણ એનો કામ કરવાનો ઉત્સાહ સહેજે ઓછો થતો નહીં, જે દિવસે વાઈ ફન્ગ લીએ એને ગંદો, એંઠો, કોઈએ ખાધેલો નાનો બેડનો ટુકડો સાફ કરીને મોંમાં મસ્તીથી ખાતો જોયો, તે દિવસે આ પંચોતેર વર્ષના માનવીને પહેલી વાર ગરીબીની મોજનાં દર્શન થયાં, પરંતુ સાથોસાથ આ બાળક વિશે મનમાં ઘણા પ્રશ્નાર્થો જાગ્યા. એની પાસે મજૂરી કરીને મળેલા સિક્કા હોવા છતાં એ શા માટે આ કચરાના ઉકરડામાંથી આવું કશુંક શોધતો હશે? મજૂરીના મહેનતાણામાંથી એ એકાદ બ્રેડ ખરીદી શકે તેમ હોવા છતાં એ શા માટે આવો ઉકરડો ફેંદતો હશે ? એક દિવસ વાઈ ફન્ગ લીએ આ છ વર્ષના છોકરાને પાસે બોલાવીને હેતથી પૂછ્યું, ‘હસતે મુખે તું કામ કરે છે, તે આંખો ભરી ભરીને જોઉં છું, પણ મને એક વાત સમજાતી નથી. મજૂરીના સિક્કા મળે છે એનાથી સારી, તાજી બ્રેડ ખરીદીને ખાવાને બદલે ઉકરડામાંથી મળેલી ગંદી, એંઠી બ્રેડ શા માટે ખાય છે?” છોકરાએ હસીને ખંધાઈથી કહ્યું, ‘સાહેબ ! એમાં શું ? ગરીબને તો પેટની આગ બુઝાવવાની હોય છે, પછી દુકાનમાંથી વેચાતી બ્રેડ મળે કે ઉકરડામાંથી. વાઈ ફન્ગ લી પામી ગયા કે આ છોકરો કશુંક છુપાવે છે. એમણે ઉમળકાથી એ છોકરાને કહ્યું, “ચાલ, આપણે સાથે ભોજન 16 • માટીએ ઘડ્યાં માનવી કરીએ. મારા ભોજનમાં તું ભાગ પડાવીશ તો મને ગમશે.' વૃદ્ધ વાઈ ફન્ગ લી અને આ દુર્બળ દેહવાળો છોકરો એક ખૂણે બેઠા અને વાઈ ફન્ગ લીએ એને પોતાના ભોજનમાંથી થોડોક ભાગ આપ્યો. જે કંઈ થોડુંઘણું હતું, તે બંનેએ સાથે મળીને વહેંચીને ખાધું. આ વૃદ્ધ પુરુષ એકીટસે આ નાના બાળકને વાનગીના નાના નાના ટુકડા ખાતો જોઈ રહ્યા. એમને આ બાળકની માયા લાગી હતી એટલે તનથી થાક્યા, પણ મનથી નહીં પાસે જઈને પૂછ્યું, ‘તારાં માતાપિતા ક્યાં રહે છે ?' એણે કહ્યું, ‘મારાં માતા-પિતા રોજ કચરામાંથી જુદી જુદી ચીજ - વસ્તુઓ વણવાનું કામ કરતાં હતાં, પણ કોણ જાણે કેમ એક મહિના અગાઉ તેઓ અદૃશ્ય થઈ ગયાં અને તે પછી ફરીથી કદી એમને જોયાં નથી.' વાઈ ફન્ગ લી સમજી ગયા કે એક મહિના પૂર્વે એનાં માતા-પિતાનું મૃત્યુ થયું છે અને એનો સહારો છીનવાઈ ગયો છે. એમણે હેતથી પૂછ્યું, ‘પણ દીકરા, તારા ઘરમાં બીજું કોઈ તો હશે ને ? મોટો ભાઈ ખરો ?' | ‘ના, મારે બે નાની બહેનો છે. એમને માટે આ સિક્કાથી હું બ્રેડ ખરીદીશ અને મારી નાની બહેનોને ખવડાવીશ. મને આમ કરવું બહુ ગમે છે.” વાઈ ફન્ગ લીની આંખમાંથી આંસુ સરી પડ્યાં. આ બાળકની કેવી નિરાધાર દશા ! કેવી કાળી મજૂરી અને આકરી મહેનતને અંતે જે કંઈ પરચૂરણ સિક્કા મળે તેમાંથી ખરીદેલી બ્રેડ પણ પોતાને માટે ખરીદે નહીં ! પોતાને માટે તો ગંદકીથી ઊભરાતી જગામાં ખડકાયેલા કચરાના ઢગમાંથી મળતા મેલા અને એંઠા થોડા બ્રેડના ટુકડા જ બસ ! સ્નેહના કોઈ અદૃશ્ય તાર આ બાળક સાથે બંધાઈ ગયા હોવાથી પંડલ તમન્નાનાં તપ * 17

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82