Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ ફિલ્મ સુપરહીટ નીવડી અને તેને ત્રણ નેશનલ ફિલ્મ ઍવૉર્ડ મળ્યા છે. હવે નારાયણને નિરાધાર, મંદબુદ્ધિના અને પાગલ લોકો માટે આવાસ બાંધવાનું શરૂ કર્યું છે. એના ચાર બ્લૉક તૈયાર થઈ ગયા છે અને બીજા ચાર બ્લૉક માટે આર્થિક સહયોગની રાહ જુએ છે. એના કહેવા પ્રમાણે આ આવાસ બંધાઈ ગયા પછી માનસિક બીમારીથી પીડાતા લોકોને, ઉપેક્ષા પામતા વૃદ્ધોને અથવા તો હિંસક આક્રમણો સહેતી સ્ત્રીઓને મદુરાઈના રસ્તા પર રખડવું નહીં પડે. આવા લોકોને આ ફ્લેટમાં વસવાટ કરાવશે. એમને પોતાના આવાસને ચોખ્ખું રાખવાનું શીખવશે, બાગકામ અને રસોડામાં એમની સક્રિય મદદ લેશે. એમને મસાલાઓ અને અથાણાંઓ બનાવીને વેચાણની વ્યવસ્થા કરી આપશે. એક વાર આવા લોકો પુનઃસ્થાપિત થાય, પછી એમનાં કુટુંબીજનો સાથે એમનો પુનઃ મેળાપ કરાવવો એવું આજે તો આ ફરિસ્તાનું આયોજન છે ! ચારસો વૃદ્ધોને દિવસના ત્રણ ટંક જાતે બનાવેલું ભોજન કરાવતો નારાયણનું ભૂખ સંતોષવા અન્નનો દાણો શોધતો જોઈ શકું નહીં. ચારસો વૃદ્ધોને દિવસના ત્રણ ટંક એમની પાસે જ ઈન ભોજન તો કરાવે છે. પણ એનો હેતુ મદુરાઈની શેરીઓમાં નરકની યાતના ભોગવતા લોકોની માત્ર ઉદરપૂર્તિનો જ નથી, પરંતુ એમનામાં જીવન માટેની નવી આશા અને હિંમત જગાડવાનો છે, એ એમને ભોજન આપે છે, એમને ભેટે છે, એમની સંભાળ લે છે અને એમને આદર-સન્માન પણ આપે છે, એમના વાળ કાપી આપે, દાઢી કરી આપે અને એમને નવડાવે પણ ખરો ! પણ સાથોસાથ નસીબની પારાવાર ઠોકરો ખાનારાના ભીતરમાં પડેલી લાગણીને જગાડે છે. આહાર એક બાબત છે, પ્રેમ બીજી બાબત છે. નારાયણનું આહાર આપીને એમને શારીરિક પોષણ આપે છે, તો પ્રેમ અને અનુકંપા દાખવીને એમને માનસિક પોષણ આપે છે. એના જેવો કોઈ બ્રાહ્મણ આવા ગંદા-ગોબરા લોકોને સ્પર્શ કરે, એમને ચોખ્ખા કરે, એમનાં દાઢી-મૂછ કાપે, એમને ભેટી પડે કે એમને ખવડાવે, એ સંભાવના નારાયણનું જોતો નથી, પણ એ એટલું જ કહે છે, મારા માટે દરેક વ્યક્તિ સમાન છે. જિંદગીનું અંતિમ પ્રયોજન શું ? આપવાનું. આપવાનું શરૂ કરી દો પછી જુઓ કે આપવાનો આનંદ કેવો અમૂલો હોય છે. નારાયણનું ક્રિષ્નના જીવનપ્રેરિત ઉસ્તાદ હોટલ નામની મલયાલમ 12 • માટીએ ઘડવાં માનવી કરુણોની અક્ષયધારા • 13

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82