Book Title: Matrie Ghadya Manvi
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ અનુક્રમ આરંભે ધ્યેયસિદ્ધિ માટે જીવન જીવનારા એવા માનવીઓની અહીં સત્ય-કથા છે કે જેમણે જગતની વર્તમાન પરિસ્થિતિને જુદી દૃષ્ટિએ જોઈ છે અને એના ઉકેલ માટે પોતાનો આગવો માર્ગ અપનાવ્યો છે. આવા માટીએ ઘડ્યાં માણસો આ જગતની ધૂળમાં રત્નોની માફક વેરાયેલા છે. એવાં માનવરત્નોની આ કથા છે, જેમણે પોતાના અંતરના અવાજ-Inner Voice-ને અનુસરીને પોતાના હેતુની સિદ્ધિ માટે આકરી તપશ્ચર્યા કરીને અંતે સફળતા મેળવી હોય. આ માટે અથાગ પ્રયાસ કરતી વખતે એને ઊંચા પગારની નોકરી, સુખસાહ્યબી કે એશઆરામભર્યું જીવન સહેજે આકર્ષતું નથી, બલકે એ પોતાના નવા માર્ગે એકલવીરની માફક પ્રયાણ આદરીને પોતાની આગવી દુનિયા રચવા માગે છે, ધ્યેયસિદ્ધિને માટે એને કહ્યુંલા અને અકથ્ય એવા ઘણા પડકારો ઝીલવા પડે છે. કપરો પરિશ્રમ ખેડવો પડે છે. કોઈ પર્વતારોહક જેમ એક એક ડગલું ભરીને પર્વત પર આરોહણ કરતો જાય, એ રીતે પોતાની શારીરિક મર્યાદાઓની વચ્ચેથી માર્ગ કાઢીને એ શિખર ભણી જતો હોય છે. આને માટે કોઈએ વૃદ્ધત્વની કે અંધત્વની સીમા ઓળંગવા સાહસ કર્યું, તો કોઈ જીવલેણ રોગ સામે એકલે હાથે ઝઝૂમનારા સંશોધકો પુરવાર થયા. કોઈએ તરછોડાયેલાં બાળકોની, તો કોઈએ ભૂખ્યા રસ્તે રઝળતા લોકોની ચિંતા કરી. માનવીના હિંમત, ખમીર, સાહસ અને અશક્યને શક્ય કરવાના પુરુષાર્થના સંદર્ભોમાં ‘અપંગનાં ઓજસ', ‘તને અપંગ, મને અડીખમ' અને ‘નહીં માફ નીચું નિશાન ' જેવાં પુસ્તકોની સાથે આ પુસ્તક પણ વાચકોને ગમશે. આ પુસ્તકના પ્રકાશન માટે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયના શ્રી મનુભાઈ શાહનો આભારી છું. આશા રાખું છું કે આ પુસ્તક પ્રત્યેક વ્યક્તિને માટીના માનવીઓની વાસ્તવિક સંઘર્ષ-કથાનો હૃદયસ્પર્શી ખ્યાલ આપશે અને એને પોતાના અંતરના અવાજને અનુસરવાનું સાહસ બક્ષશે. ૨૨-૮-૨૦૧૬ કુમારપાળ દેસાઈ અમઘવાદ ૧. કરુણાની અક્ષયધારા ૨. તમન્નાનાં તપ ૩. પ્રાણીપ્રેમની બલિવેદી પર ૪. લોખંડી દાઘજી ૫. *કોઈક દિવસ' ૬. ભીતરનો અવાજ ૭. ભારતકેસરી ૮. અબોલ બાળકોનો અવાજ ૯. આકાશ મારી મુઠ્ઠીમાં ૧૦. મન કે હારે હાર, મન કે જીતે જીત ૧૧. ભૂખ્યા જનોનો જઠરાગ્નિ ઠારનાર ૧૨. પડખામાં મોત અને જીવન માટેનો જંગ ! ૧૩. પહેલું ક્લિનિક ૧૪, ‘સુપરમેનનો સૌથી મોટો ‘રલ’ ૧૫. ભલાઈની ભીખ ૧૬. વાંસળી અને મોરપિચ્છ ૧૭. કૅન્સરનો શિકાર કે કૅન્સરના વિજેતા ? ૧૮. અંધને અશક્ય ?

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82