________________
અને ઉજજ્વળ હતો. વચ્ચે એક અંધારી રાત આવી ગઈ. તે હવે વીતી ગઈ છે. આપણે પાછા જાગૃત થયા છીએ, ને આપણું ધર્મને જે મૂળ પ્રવાહ હતો તેને જ આપણે ફરી આગળ ચલાવવા માગીએ છીએ.”
અસ્પૃશ્યતા ઉપરાંત ઊંચનીચભાવ વિષે પણ આ પુસ્તકમાં ઘણું વચને ઉતારેલાં દેખાશે. આ બંને ઘણે ગાઢ સંબંધ છે. અસ્પૃશ્યતા એ ઊંચનીચભાવની પરાકાષ્ઠા છે. એ ઊંચનીચભાવ પણ જવો જોઈએ. કોઈ માણસને તેના ચારિત્ર યા વિદ્વત્તાને કારણે બીજા માણસે ઊંચો માને ને માન આપે એ જુદી વસ્તુ છે. પણ તે માણસ પિતે જ્યારે પિતાને બીજાથી ઊંચો માનવા માંડે ત્યારે તો તેનું પતન થયું સમજવું. એટલે જ સર્વ આચાર્યો ને સાધુસંતોએ નમ્રતા ને નિરભિમાનને પાઠ નિરપવાદપણે શીખવ્યો છે. એ પાઠ પાકે કેમ કરાય ? ઘાસણીના રેગીને ગંદી હવામાં રાખીને ગમે તેટલી દવાઓ આપીએ, તોયે તેને રોગ જતો નથી. તેને પંચગની કે દેવલાલી જેવી ઊંચી જગાએ રાખે હેય, તે તે સ્થળની શુદ્ધ હવા જ તેના રોગને ઘણે અંશે મટાડે છે. તે જ પ્રમાણે આ પુસ્તકમાં, ઊંચનીચભાવ વગેરે ઉપર સીધા પ્રહાર કરવાને બદલે, વાચકને હિંદુ ધર્મની ઊંચી સપાટી પર લઈ જઈ તેનાં શિખરો – ગીતા, ભાગવત, આચાર્યો ને સાધુસંતોનાં જીવન ને વચને વગેરે – પર ફેરવવાનો પ્રયત્ન કર્યો છે. એ ગિરિવિહાર કરતાં તેમને એમ થયા વિના નહીં રહે કે આપણે તો આ “ઉન્નત ગિરિશંગેનાં વસનારાં છીએ; આપણામાં તે અસ્પૃશ્યતા ને ઊંચનીચભાવ જેવી સંકુચિત વૃત્તિઓ હોઈ જ કેમ શકે? આમ તેમનાં મનમાંથી એ વૃત્તિઓ આપોઆપ ખરી પડવા પામશે, અથવા ખરી પડવી જોઈએ. આ ક્રિયાને માનસશાસ્ત્રમાં “સપ્લીમેશન” અર્થાત “ઊર્વીકરણ” ને નામે ઓળખી છે. ભગવાન બુદ્ધ માણસને આવા જ “પ્રજ્ઞાપ્રાસાદ” ઉપર ચડાવવાના પ્રયત્ન કરતાં કહ્યું છે: “એ પ્રજ્ઞાપ્રાસાદ ઉપર ચડીને, શોકરહિત થયેલે શોકવાળી પ્રજાને, પર્વત ઉપર ઊભેલો ભૂમિ ઉપર ઊભેલાને, જુએ છે તેમ, તે ધીર પુરુષ બાળકો – અણો –ને જુએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com