________________
આવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. પણ એ પુરાતત્ત્વના સંશોધનને વિષય છે. એને વિષે પણ વિદ્વાનોએ શું લખ્યું છે તે જોવાનો પ્રયત્ન મેં કર્યો છે. એને વિષે જુદા જુદા અનેક મત બતાવાયા છે; પણ તે ફક્ત અટકળો જ છે. એટલું ચોક્કસ છે કે મનુસ્મૃતિ પહેલાંના કાળમાં કોઈ જાતિને અસ્પૃશ્ય ગણવાને વિચાર જ લેકનાં મનમાં નહોતા. ઊંચનીચભાવ હતો, પણ અસ્પૃશ્યતા નહોતી. અસ્પૃશ્યતાને પહેલે ઉલ્લેખ મનુસ્મૃતિમાં આવે છે; અને મહામહોપાધ્યાય કાણેએ તે એમ પણ કહ્યું છે કે મનુસ્મૃતિ બે વાર લખાયેલી છે. વાત એ છે કે આવા રિવાજે કોઈ એક ઘડીએ, માણસોએ ભેગા બેસી ઠરાવ કરીને, ચાલુ કરેલા હેતા નથી. એ શરૂ થતાં ને ફેલાતાં વખત લાગ્યો હશે. તેમાં અનેક બળોએ કામ કર્યું હશે. અસ્પૃશ્યતાને લગતી સામગ્રી ભેગી કરતાં મારે જે કંઈ વાંચવું પડયું તે પરથી મારો એ ખ્યાલ બંધાય છે કે આપણે ત્યાં એક જમાનો એ આવ્યું
જ્યારે આપણે રહીસહી જૂની ધાર્મિક મૂડીની બહારના હુમલા સામે રક્ષા કરવાના સારા હેતુથી, તેને દાબડામાં મૂકી બેસી ગયા; રખેને કાઈ આવીને આપણું સંસ્કારધન લૂંટી જાય એ બીકે આપણે ઘરનાં બારીબારણાં બંધ કરી દીધાં. એ જમાનામાં બાહ્ય સ્વચ્છતા વિષે આગ્રહ ઘણો વધી ગયે. બાહ્ય શૌચ બહુ સારી ને જરૂરી વસ્તુ છે; પણું આંતર શૌચ એના કરતાંયે વધારે જરૂરનું છે. બાહ્ય શૌચનો આગ્રહ છેક છેડે પહોંચે ત્યારે તેમાંથી અસ્પૃશ્યતા જેવું કંઈક પેદા થયા વિના ન રહે. જે જમાનામાં પિળાને દરવાજા કરવા પડ્યા, ઘરની બારીઓ નાની કરવી પડી, ઘરોનાં બારણું રસ્તા પર રાખવાને બદલે ખડકીઓમાં રાખવાં પડ્યાં, તે જમાનામાં અસ્પૃશ્યતાને પણ જન્મ ને પ્રચાર થયો હોવો જોઈએ. ધર્મના આંતરિક મર્મ કરતાં તેના બાહ્ય આચારનું પાલન પ્રમાણમાં વધારે સહેલું છે, એમ હંમેશાં જોવામાં આવ્યું છે, અને તેથી બાહ્ય આચારને વિષે માણસો સામાન્ય રીતે વધારે આગ્રહ રાખતા પણ જોવામાં આવ્યા છે. ત્રણ દિવસ પર એક મિત્રે આ વિષયમાં કહી તે વાતમાં મને તો ઘણું સત્ય લાગે છે. તેમણે કહ્યું : “આપણો ધર્મ અગાઉ ઉદાર, વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com