________________
કામ આચાર્ય આનંદશંકર ધ્રુવ, મહામહોપાધ્યાય શ્રીધરશાસ્ત્રી પાઠક, મહામહોપાધ્યાય પાંડુરંગ વામન કાણે, તથા બીજા કેટલાક વિદ્વાનોએ સમર્થ રીતે કર્યું છે. તે સહુનાં સંશોધનનો લાભ આ પુસ્તક તૈયાર કરવામાં મેં સારી પેઠે ઉઠાવ્યો છે. સ્મૃતિપુરાણ ઉપરાંત રામાયણ, મહાભારત, ભાગવત, આપણું મહાન આચાર્યો, તથા ઇતર સાધુસંતોને લગતાં બે પ્રકરણે તૈયાર કરવામાં અગાઉના કઈ એકબે ગ્રંથની મદદ મળે એમ ન હતું. તેથી તેને લગતી સામગ્રી તે તે વિષયના કે સંપ્રદાયના જુદા જુદા અનેક મૌલિક ગ્રંથો તથા ઇતર વિવેચન ભેગાં કરીને તેમાંથી તારવી છે. અસ્પૃશ્યતાને લગતી આ સામગ્રી પહેલી વાર સંગૃહીત કરીને રજૂ કરવામાં અનાયાસે ગાંધીજીની એક જૂની ઇચ્છાને સંતોષાઈ છે, એ મારે સારુ વિશેષ આનંદનો વિષય છે. આ પુસ્તક તૈયાર કરવા માટે જે અનેક પુસ્તકોની જરૂર પડી તે મેળવવામાં મદદ કરનાર મિત્રોનાં નામ આપી તેમનો દરેકને શબ્દોથી આભાર માનવાની જરૂર નથી; કેમ કે તેઓ સહુ આપ્તજનો છે, ને મારે સદભાગ્યે તેમની આ જાતની મદદ મને સર્વ પ્રસંગે મળતી આવી છે. કઈ માહિતી માટે હું કયા ગ્રંથને આભારી છું તેને નિર્દેશ તે તે સ્થળે ટિપ્પણોમાં કરેલ છે.
આધુનિક અસ્પૃશ્યતા કહે છે કે માણસ અસ્પૃશ્ય ગણાતી જાતિમાં જન્મે એટલે જીવનભર અસ્પૃશ્ય જ રહે; અને તેની કે તેની જાતિની અસ્પૃશ્યતા કદી ટળે નહીં. એવી અસ્પૃશ્યતાને શાસ્ત્રને આધાર નથી એમ બતાવ્યા પછી, મંદિરપ્રવેશનું જુદું સમર્થન કરવાનું સામાન્ય રીતે ન રહેવું જોઈએ. પણ હરિજનાને મંદિર પ્રવેશ અને પૂજાને અધિકાર સ્પષ્ટપણે સિદ્ધ કરનારાં વચનો એટલાં બધાં છે કે તે વાંચ્યા પછી મંદિર પ્રવેશનો વિરોધ શાસ્ત્રને નામે કરવાનું તો કોઈ સુજ્ઞ પુરુષને મન ન જ થાય. મંદિરમાંથી અસ્પૃશ્યતા ગઈ એટલે બીજે બધેથી તે ગઈ જ. વળી આજે હવામાં મંદિર પ્રવેશની વાત ગાજી રહી છે. તેથી આ પુસ્તકને મંદિર પ્રવેશ અને શાસ્ત્રો' એ નામ આપ્યું છે. “અસ્પૃશ્યતા અને શા” એ વિષય તો એના પેટામાં આવી જ જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com