________________
ઉપોદઘાત
ગયા મે મહિનામાં હું ડાકેર ગયે હતા. ત્યાં એ અરસામાં રણછોડજીનું મંદિર હરિજનને માટે ખુલ્લું મૂકવાને અંગે વિચારણા થતી હતી. હરિજનોને મંદિર પ્રવેશ શાસ્ત્રસંમત છે એમ બતાવનારાં અનેક શાસ્ત્રવચનો મારી પાસે સંઘરેલાં હતાં, તે મેં મંદિરના તે વખતના (હાલ નિવૃત્ત) મેનેજર શ્રી અમૃતલાલભાઈને બતાવ્યાં. - તેમને ફિલસૂફી તથા ધર્મશાસ્ત્રમાં ઊંડે રસ હોઈ તેમણે કહ્યું: “આ બધું કઈ પણ રીતે લેકે આગળ મૂકે; તો લેકે વિરોધ બહુ ઓછો થાય. લોકમત કેળવવાનું કામ આજે થાય છે તે કરતાં વધારે થવાની જરૂર છે.” શ્રી. નરહરિભાઈએ આ વિચારને પ્રોત્સાહન આપ્યું, અને આ વિષયનું સર્વ ઉપયોગી સાહિત્ય ભેગું કરવાનું મને કહ્યું. તેનું ફળ આ પુસ્તકરૂપે રજૂ થાય છે.
કઈ પણ વિષયમાં કાયદો થાય તો તેને અંગે લોકશિક્ષણની જરૂર તે રહે જ છે. કાયદો જેટલે અંશે લેકમતને અનુકૂળ હોય તેટલે અંશે તેનો અમલ વધારે સરળ ને સહેલ બને છે. કાયદા ને લેકમત વચ્ચે કંઈક અંતર તો હંમેશાં રહે છે; પણ એ અંતર જેટલું ઓછું હોય તેટલું સારું. હરિજનોને મંદિર પ્રવેશ શાસ્ત્રધર્મથી વિરુદ્ધ નથી પણ તેને સર્વથા અનુકૂળ છે, અને આપણે શાના મર્મને ભૂલી બેઠા છીએ તેને બદલે અહીં તો શાસ્ત્રની આજ્ઞાનું જ પાલન કરવાનું છે, એમ જ વિચારશીલ વર્ગને સંતોષકારક રીતે બતાવી શકાય, તો તેને લાભ દેખીતો છે.
વેદ, ધર્મસૂત્ર, સ્મૃતિઓ, પુરાણું વગેરે શાસ્ત્રગ્રંથનું દહન કરી, તેમાંથી આ વિષયને લગતાં વચનો ભેગાં કરી, તેનું વિવેચન કરવાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com