Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ આ તો બધાં કર્મોના હિસાબ છે. બહુ ચીકણું કર્મ રાગનું કે દ્વેષનું બંધાયું હોય તે વસુલ દૂર રહીને થોડું થાય ? એ તો નજીકમાં જન્મીને વસુલ કરે ! આ કર્મની ગતિ એવી ચિત્રવિચિત્ર છે કે પોતે પોતાનો દીકરો થાય ! એવું બની શકે પણ અપવાદરૂપ ! - ઘરમાં બધાં બાળકોને સરખાં સંસ્કાર સીંચાય છતાં પ્રકૃતિઓ દરેકની ભિન્ન ભિન્ન વર્તાય, તેનું શું કારણ ? વરસાદ બધે સરખો પડે પણ બીજ પ્રમાણે છોડવાં નથી ઊગી નીકળતાં ?! એક વડના બીજમાં જ આખો વડ ડાળ, પાંદડાં સાથે સૂક્ષ્મમાં સમાયેલો છે ! સંત હોય તેનાં છોકરાં સંત જ પાકે એવું કંઈ ન હોય એ તો દરેક પોત પોતાનું લઈને આવેલા તે મુજબ જ ફળે. આ બધું કુદરતી છે. એમાં ભગવાન કશું કરતા કે કરાવતા નથી ! છોકરાં ખરાબ પાકે તે આપણો જ ફોટો છે ! કુદરતનો કાયદો કેવો છે કે અમુક અંશે મળતાં પરમાણુઓવાળા બધાં એક કુટુંબમાં ભેગા થાય. એમને બધાંને એ જ ટોળામાં ગોઠે અને એકબીજાનો હિસાબ વસુલ કરે ! બાકી આમાં મા-બાપ તો નિમિત્ત છે, ખાતર પાણી આપવામાં ! બીજનો સંયોગ મહત્વનો ભાગ ભજવે છે ! બાકી એક જ મા-બાપને ત્યાં કોઈ ચતુર તો કોઈ મંદબુદ્ધિનો પાકે ! કોઈ ક્રોધી તો કોઈ શાંત પાકે ! એક ઝાડનું દરેક પાંદડું જુદું જુદુ હોય ! બે એક સરખાં ન જ હોય, જો ઝીણવટથી જોતાં આવડે તેને સમજાય ! કારણ દરેક વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધીન બને છે. એમાં ક્ષેત્ર દરેકનું જુદું જુદું હોય જ. એક એવીડન્સ બદલાતાં બીજા બધા જ એવીડન્સ બદલાય છે ! મા-બાપ છોકરાં વચ્ચે જે કંઈ આપ-લે થાય છે તે સહુ સહુનું લાવેલાં તે ચૂકતે થાય છે ! ‘જગત જીવ હૈ, કર્માધીના, કુછ નહીં કીસીસે લેનાદેના”! માટે આ બધી માયા મમતા છોડીને પરભવનું ભાથું સંવારો ! આવતો ભવ બે પગનો કે ચાર પગનો કે છ પગનો આવશે તેની ચિંતા કેમ નથી થતી ? મોક્ષની તૈયારી કરવા મનુષ્યભવ મળ્યો છે તે સાર્થક થાય તે જ જોવાનું છે !!! (ઉત્તરાર્ધ) ૧૬. ટીનેજર્સ સાથે “દાદાશ્રી’ નાનાં નાનાં ભૂલકાંઓને સંપૂજય દાદાશ્રી કેવી રીતે સંસ્કારતા હોય એ સમજવાનો ય એક લ્હાવો છે ! કલાકોના કલાકો સુધી ભૂલકાંઓ જોડે વાતો કરીને તેને ડેવલપ કરતાં હોય ! ભણવાનું તો સિન્સિયરલી, અને વાંચીને પાસ થવા આશિર્વાદ આપતા ! “દાદાનું નામ લઈને વાંચજે, જા તને બધું યાદ રહેશે.” એવું શીખવતા ! દસ મિનિટ “દાદા ભગવાનના અસીમ જય જયકાર હો” બોલીને પછી વાંચવા બેસવાનું ! વાંચેલું બધું એની મેળે યાદ રહી જાય ! મમ્મી મારે વઢે તો ય બાળકોનાં હીતમાં જ હોય. એને દ્વેષ લગારે ય હોઈ શકે કદિ ? છોકરાં પર મમ્મી કે પપ્પા બહુ ગુસ્સે થાય ત્યારે અથવા એ બે અંદરો અંદર લઢે ત્યારે છોકરાને પરમ પૂજ્ય દાદાશ્રી એક ચાવી શીખવાડતા કે તે ઘડીયે મોટેથી “મમ્મી, જય સચ્ચિદાનંદ” બોલી દેવું ! મમ્મી હસી જ પડશે ! ઘરમાં, સ્કુલમાં, બધે બધાંને રાજી રાખવા એ જ ધ્યેય અંદરથી નક્કી રાખવો ! જૂઠું બોલતાં અટકાવતાં પૂજયશ્રી સમજાવે છે કે જૂઠું બોલવાથી આપણા પર કાયમનો વિશ્વાસ ઊઠી જાય છે અને બધાંને દુઃખી કરે છે ! ‘તેં ચોરી કરેલી કયારે ય ?” આવો પ્રશ્ન પૂછતા દાદા ને ભલભલો કબૂલી દેતો ! ને મુક્ત થતો એનાથી ! આર્યપુત્રો થઈને ચોરી, ભેળસેળ, અણહક્કના વિષયો, છેતરપીંડી કરાય ? કોઈ જીવને મરાય ? એક જીવ જેને બનાવતાં આવડે તેનાથી જ કોઈ જીવને મરાય. જેટલો અહિંસક થયો તેટલું તેનું બુદ્ધિનું લાઈટ વધે જ ! કોઈ દિવસ ઘરની વાતો પાડોશીને ત્યાં ન કરાય. ગમે તેટલી માબાપ પર મમતા હોય પણ એ જાય ત્યાર પછી છોડવી પડે ને ? છોકરાંતો મા-બાપ પ્રત્યે વ્યવહાર ! 27 28

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 315