________________
મા-બાપતો છોકરાં પ્રત્યે વ્યવહાર ! (પૂર્વાર્ધ)
નથી.
(૧)
સિંચન સંસ્કારતાં...
સંસ્કારી હોય તે જ સીંચે સંસ્કાર! મા-બાપનો પ્રેમ ત જવા દે બહાર!
પ્રશ્નકર્તા : છોકરાઓની ચિંતા થાય છે.
દાદાશ્રી : છોકરાઓની શું ચિંતા થાય છે ?
પ્રશ્નકર્તા : બધી ય, આપણને એમ લાગે કે એમના સંસ્કાર બરાબર
દાદાશ્રી : હા, એ તમારી વાત બહુ સુંદર છે કે છોકરાને સારા સંસ્કાર મળે એવું હોવું જોઈએ. પણ ચિંતા કરવાથી તો સંસ્કાર સારા
થાય ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો શું કરવાથી થાય ?
પ્રશ્નકર્તા : શિખામણ આપીએ થોડી-ઘણી, બીજું તો શું કરીએ ? દાદાશ્રી : શિખામણ આપવાથી ના વળે.
મા-બાપ છોકરાંનો વ્યવહાર
પ્રશ્નકર્તા : તો નાના છોકરાને સંસ્કાર આપવા માટે શું કરવું ? દાદાશ્રી : કેટલા વર્ષની ઉંમરના છે ?
પ્રશ્નકર્તા : આ લગભગ દસ-બાર વર્ષ સુધીના છે.
દાદાશ્રી : હા, પણ સંસ્કાર તે આખા ગામમાં એકાદ માણસ સંસ્કારી હોય ત્યાં લઈ જવાનું કે ભાઈ, આને સંસ્કારરૂપી દવા કરો, કહીએ. પણ પેલા મા-બાપ તો એમ જાણે કે આપણે છીએ ને, વળી પાછા કો'કને ત્યાં શું કરવા જવું ?
પ્રશ્નકર્તા : છોકરાં ઉછેરવાં બહુ કઠીન છે. આ દેશની અંદર (અમેરિકામાં).
દાદાશ્રી : બધે જ, ત્યાં ય કઠીન છે. આ તો અહીંના છોકરાં સારાં. અહીં મા-બાપ જો સંસ્કારી હોય ને તો અહીંનાં છોકરાંની બીજી હરકત આવે એવી નથી. જરા મુશ્કેલી છે ખોરાક-બોરાક પેસી જાય, બહારનું વાતાવરણ અડે, પણ તે જો મા-બાપ સારાં હોય ને તો છોકરાં સારાં થવાનાં, ડાહ્યાં થવાનાં.
પ્રશ્નકર્તા : અહીંયા આજુબાજુ અમેરિકામાં પૈસો છે, પણ સંસ્કાર નથી અને અહીંનું આજુબાજુનું વાતાવરણ એવું છે, તો તે માટે શું કરવું ?
દાદાશ્રી : પહેલાં મા-બાપે સંસ્કારી થવું જોઈએ. એ છોકરા બહાર જાય જ નહીં. મા-બાપ એવાં હોય કે પ્રેમ જોઈને અહીંથી ખસે જ નહીં. મા-બાપે એવું પ્રેમમય થવું જોઈએ. છોકરાં જો સુધારવાં હોય તો તમે જવાબદાર છો. છોકરાંની જોડે તમે ફરજથી બંધાયેલા છો. તમને સમજણ ના પડી ?
પ્રશ્નકર્તા : પડી.
દાદાશ્રી : તમારે સંસ્કારની ઇચ્છા છે એટલે આપણા છોકરા
સુગંધીવાળા હોય, આટલા તમારા વિચાર જ હાઈ લેવલનાં છે, એટલું સારું છે, છોકરાના સંસ્કાર ખોળો છો તમે !