________________
આ તો બધાં કર્મોના હિસાબ છે. બહુ ચીકણું કર્મ રાગનું કે દ્વેષનું બંધાયું હોય તે વસુલ દૂર રહીને થોડું થાય ? એ તો નજીકમાં જન્મીને વસુલ કરે ! આ કર્મની ગતિ એવી ચિત્રવિચિત્ર છે કે પોતે પોતાનો દીકરો થાય ! એવું બની શકે પણ અપવાદરૂપ !
- ઘરમાં બધાં બાળકોને સરખાં સંસ્કાર સીંચાય છતાં પ્રકૃતિઓ દરેકની ભિન્ન ભિન્ન વર્તાય, તેનું શું કારણ ? વરસાદ બધે સરખો પડે પણ બીજ પ્રમાણે છોડવાં નથી ઊગી નીકળતાં ?! એક વડના બીજમાં જ આખો વડ ડાળ, પાંદડાં સાથે સૂક્ષ્મમાં સમાયેલો છે ! સંત હોય તેનાં છોકરાં સંત જ પાકે એવું કંઈ ન હોય એ તો દરેક પોત પોતાનું લઈને આવેલા તે મુજબ જ ફળે. આ બધું કુદરતી છે. એમાં ભગવાન કશું કરતા કે કરાવતા નથી ! છોકરાં ખરાબ પાકે તે આપણો જ ફોટો છે ! કુદરતનો કાયદો કેવો છે કે અમુક અંશે મળતાં પરમાણુઓવાળા બધાં એક કુટુંબમાં ભેગા થાય. એમને બધાંને એ જ ટોળામાં ગોઠે અને એકબીજાનો હિસાબ વસુલ કરે ! બાકી આમાં મા-બાપ તો નિમિત્ત છે, ખાતર પાણી આપવામાં ! બીજનો સંયોગ મહત્વનો ભાગ ભજવે છે ! બાકી એક જ મા-બાપને ત્યાં કોઈ ચતુર તો કોઈ મંદબુદ્ધિનો પાકે ! કોઈ ક્રોધી તો કોઈ શાંત પાકે ! એક ઝાડનું દરેક પાંદડું જુદું જુદુ હોય ! બે એક સરખાં ન જ હોય, જો ઝીણવટથી જોતાં આવડે તેને સમજાય ! કારણ દરેક વસ્તુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને આધીન બને છે. એમાં ક્ષેત્ર દરેકનું જુદું જુદું હોય જ. એક એવીડન્સ બદલાતાં બીજા બધા જ એવીડન્સ બદલાય છે !
મા-બાપ છોકરાં વચ્ચે જે કંઈ આપ-લે થાય છે તે સહુ સહુનું લાવેલાં તે ચૂકતે થાય છે ! ‘જગત જીવ હૈ, કર્માધીના, કુછ નહીં કીસીસે લેનાદેના”! માટે આ બધી માયા મમતા છોડીને પરભવનું ભાથું સંવારો ! આવતો ભવ બે પગનો કે ચાર પગનો કે છ પગનો આવશે તેની ચિંતા કેમ નથી થતી ? મોક્ષની તૈયારી કરવા મનુષ્યભવ મળ્યો છે તે સાર્થક થાય તે જ જોવાનું છે !!!
(ઉત્તરાર્ધ) ૧૬. ટીનેજર્સ સાથે “દાદાશ્રી’ નાનાં નાનાં ભૂલકાંઓને સંપૂજય દાદાશ્રી કેવી રીતે સંસ્કારતા હોય એ સમજવાનો ય એક લ્હાવો છે ! કલાકોના કલાકો સુધી ભૂલકાંઓ જોડે વાતો કરીને તેને ડેવલપ કરતાં હોય ! ભણવાનું તો સિન્સિયરલી, અને વાંચીને પાસ થવા આશિર્વાદ આપતા ! “દાદાનું નામ લઈને વાંચજે, જા તને બધું યાદ રહેશે.” એવું શીખવતા ! દસ મિનિટ “દાદા ભગવાનના અસીમ જય જયકાર હો” બોલીને પછી વાંચવા બેસવાનું ! વાંચેલું બધું એની મેળે યાદ રહી જાય !
મમ્મી મારે વઢે તો ય બાળકોનાં હીતમાં જ હોય. એને દ્વેષ લગારે ય હોઈ શકે કદિ ?
છોકરાં પર મમ્મી કે પપ્પા બહુ ગુસ્સે થાય ત્યારે અથવા એ બે અંદરો અંદર લઢે ત્યારે છોકરાને પરમ પૂજ્ય દાદાશ્રી એક ચાવી શીખવાડતા કે તે ઘડીયે મોટેથી “મમ્મી, જય સચ્ચિદાનંદ” બોલી દેવું ! મમ્મી હસી જ પડશે !
ઘરમાં, સ્કુલમાં, બધે બધાંને રાજી રાખવા એ જ ધ્યેય અંદરથી નક્કી રાખવો !
જૂઠું બોલતાં અટકાવતાં પૂજયશ્રી સમજાવે છે કે જૂઠું બોલવાથી આપણા પર કાયમનો વિશ્વાસ ઊઠી જાય છે અને બધાંને દુઃખી કરે છે !
‘તેં ચોરી કરેલી કયારે ય ?” આવો પ્રશ્ન પૂછતા દાદા ને ભલભલો કબૂલી દેતો ! ને મુક્ત થતો એનાથી ! આર્યપુત્રો થઈને ચોરી, ભેળસેળ, અણહક્કના વિષયો, છેતરપીંડી કરાય ? કોઈ જીવને મરાય ? એક જીવ જેને બનાવતાં આવડે તેનાથી જ કોઈ જીવને મરાય. જેટલો અહિંસક થયો તેટલું તેનું બુદ્ધિનું લાઈટ વધે જ !
કોઈ દિવસ ઘરની વાતો પાડોશીને ત્યાં ન કરાય. ગમે તેટલી માબાપ પર મમતા હોય પણ એ જાય ત્યાર પછી છોડવી પડે ને ?
છોકરાંતો મા-બાપ પ્રત્યે વ્યવહાર !
27
28