________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કમંગ ગ્રંથ-સચિને.
કમે દિવસે કરવાનાં હોય તે દિવસે કરવા અને જે જે ધર્મકર્મો રાત્રિમાં કરવાનાં હોય તે અમુક સમયે રાત્રિમાં ગૃહસ્થાએ કરવો જોઈએ. મહાત્માઓએ મનુષ્યની સર્વ પ્રકારની વ્યાવહારિક તથા ધાર્મિક શુભશક્તિની વૃદ્ધિ માટે દેવસિક અને સાત્રિક ધર્મ ઉપદેશ્યાં છે. જે ધર્મકૃત્ય મનુષ્યના આત્માઓની પ્રગતિ કરીને સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત કરવાને શકિતમાન ન હોય તે નિર્જીવ ધર્મકર્મો અવબોધવાં. નિર્જીવ ધર્મકર્મો કરવાથી વિશ્વમાં ધર્મની ચિરસ્થાયિતા સ્થાપી શકાતી નથી એમ અવશ્ય અવબોધીને આત્મશક્તિવર્ધક તથા ધર્મની વિશ્વમાં ચિરંસ્થાયિતા સ્થાપક ક્રિયાઓને આદરવી જોઈએ. દૈવસિક અને રાત્રિક ધર્મકર્મોનાં સ્વ અને પરસમયદ્વારા સૂકમ સ્વરૂપનું જ્ઞાન કરીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મકર્મો કરવાની સ્વકીય ફરજ છે અને તે કરવાથી ધાર્મિક ફરજ અદા થાય છે એમ સમ્યગજ્ઞાન થયા પશ્ચાત ન આદિ ઉન્નતિકારક કર્મો કરવાં એ સ્વફરજ છે એવું અવબોધાય છે. ધાર્મિકકર્મો કરવાં એ આવશ્યક સ્વફરજ છે એમ પરિપૂર્ણ નિશ્ચય થયા પશ્ચાત્ તેમાં નિઃશંકભાવે પ્રવૃત્તિ થાય છે અને આત્માના શુદ્ધ ધર્મના ઉપગવિના અન્ય શુભાશુભ વિકલ્પસંકલ્પ કરવાની માનસિક પ્રવૃત્તિ નષ્ટ થાય છે. સ્વાધિકાર પ્રમાણે જે ધર્મકર્મો કરવાના છે તેથી આત્માની અને અન્યની ઉચતા થાય છે અતએ તે કરવાં જોઈએ. તેમાં અન્ય શુભાશુભ સંક૯પવિકલ્પો કરવાની જરૂર નથી. આત્માની વાસ્તવિક શુદ્ધતાને ઉપયોગ રાખીને દૈવસિક અને શત્રિક ધર્મકર્મો કરવાનાં છે તેનું પરિણામ તે આત્માની શુદ્ધતા કરવી એ જ છે અને એ તે સ્વફરજે ધર્મકર્મથી થયા કરે છે, તે અન્ય જાતીય શુભાશુભ વિકલ્પસંકલ્પની સકામભાવનાને ધારણ કરવી એ તો કઈરીતે ગ્ય નથી એવું ખાસ અવબોધીને સ્વફરજની મુખ્યતાએ નિયમસર દેવસિકરાત્રિક ધર્મકર્મો કરવાં જોઈએ. દૈસિક અને રાત્રિકધર્મકર્મોને ગૃહરોએ પિતાના સ્વાધિકાર પ્રમાણે સર્વ પ્રકારની નામરૂપની અહંમમતાવૃત્તિના ત્યાગપૂર્વક કરવાં જોઈએ કે જેથી તેઓના આત્માની નિર્લેપતાપૂર્વક આત્મપ્રગતિ થઈ શકે. ગૃહસ્થાધિકાર પ્રમાણે દિવસ સંબંધી અને રાત્રી સંબંધી કયા સમયે કયાં કયાં ધર્મકૃત્ય કરવાનાં છે તે સ્વકીય સદ્ગુરુગમપૂર્વક શાસ્ત્રોદ્વારા ગૃહસ્થોએ અવબોધવાં. ત્યાગીમુનિવરોએ સ્વકીય સદ્ગુરુના ચરણકમલની વિનયભક્તિ બહુમાનપૂર્વક સેવા કરીને સ્વગ્ય દૈવસિક અને ત્રિક ધર્મકર્મો અવધવાં. ત્યાગીઓએ પરમાત્માની પ્રાપ્તિ માટે દૈસિક અને ત્રિક ધર્મકર્મ અવશ્ય કરવાં એ તેમની ફરજ છે અને એ ફરજને તેઓએ કાયા વાણું અને મનથી અદા કરવી જોઈએ. ત્યાગીઓ જ્યારે ત્યાગમાર્ગના અધિકાર પ્રમાણે વસિક અને શત્રિક ધર્મકર્મ ફરજને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સમ્યમ્ અવધી તે પ્રમાણે વર્તે છે ત્યારે તેઓ સ્વાત્માનું સ્વર્ગનું અને ગૃહસ્થનું શ્રેય સાધવા સમર્થ થઈ શકે છે. સાધુમાર્ગની સંરક્ષાપૂર્વક પ્રગતિ કરી સાધુવર્ગનું અસ્તિત્વ સદા સંરક્ષવું એ તેમની પ્રથમ ફરજ છે.
For Private And Personal Use Only