Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 786
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ( ૬૮૬) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. B કાલે દેવાનાં હોય તે દેવાં. ત્યાગમાર્ગનું મૂલ અને ધર્મનું કારણ દાન છે. દાન વિના ત્યાગી થવાતું નથી. સર્વસ્વાર્ષણરૂપ દાન દેવાથી ત્યાગ યોગે ત્યાગની સિદ્ધિ થાય છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વશક્તિથી સર્વ પ્રકારનાં પ્રશસ્ય દાનને યથાશક્તિ દેવાં જોઈએ કે જેથી આત્માની શક્તિઓના વિકાસવડે પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય. અવતરણ–આત્મશક્તિપ્રકાશક યાત્રાદિકની કરણીયતા દર્શાવવામાં આવે છે. श्लोकाः तीर्थयात्रादिकं कर्म देवपूजादिकं तथा । कर्तव्यं भावतो भव्यैरान्तरसाध्यदृष्टितः ॥२३१ ।। तीर्थयात्राविधानेन श्रद्धा भवति सुस्थिरा। प्राप्तिर्ज्ञानादिधर्माणां सत्समागमयोगतः | ૨૩૨ साधुयात्रा प्रकर्तव्या हर्षोल्लासेन मानवैः । सम्यग्दर्शनमूला सा मोक्षमार्गानुसारिणी ||૨૩રા कर्तव्या सद्गुरोर्यात्रा मोक्षमार्गप्रसाधिका। सर्वधर्मस्य सिद्धयर्थं यात्रा सा प्रवरा मता ॥२३४॥ શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન –ભાએ ભાવથી અને આન્તર સાધ્યષ્ટિથી તીર્થ યાત્રાદિક કર્મ તથા દેવપૂજા ગુરુપૂજાદિક કર્મ કરવાં જોઈએ કે જેથી આત્માના ગુણેને પ્રકાશ કરી શકાય ગુણોની પ્રાપ્તિ માટે તીર્થયાત્રા કર્મ અને દેવપૂજાદિક કર્મ કરવાની જરૂર છે. ગુણોની પ્રાપ્તિ માટે તીર્થયાત્રાપ્રવૃત્તિ કરાય છે. તીર્થયાત્રાવિધાનથી સુસ્થિર શ્રદ્ધા થાય છે અને તીર્થસ્થાનમાં રહેલા સાધુઓના સત્સમાગમથી જ્ઞાનાદિ ધર્મોની પ્રાપ્તિ થાય છે. જેનાથી દુઃખને અને દુર્ગુણેને તરી પેલી પાર ઉતરાય તેને તીર્થ કથવામાં આવે છે. દ્રવ્યતીર્થ, ભાવતીર્થ, સ્થાવરતીર્થ, જંગમતીર્થ, લોકિકતીર્થ અને લોકોત્તરતીર્થાદિ અનેક તીર્થોના ભેદ છે. ઉપાદાનતીર્થ અને નિમિત્તતીર્થ વગેરે તીર્થોના ભેદે અવધવા. તીર્થકર આદિની જન્મકલ્યાણકાદિ ભૂમિને તીર્થ કથવામાં આવે છે. માતા, પિતા, દ્રવ્યકલાચાર્ય, ગૃહસ્થ ગુરુ, વગેરેને લૌકિકતીર્થ તરીકે અવબોધવામાં આવે છે. તીના વાસમાં અનેક શુભ શક્તિને સંપાદન કરવાની આન્તરસાધ્યદૃષ્ટિથી જરામાત્ર વિમુખ ન રહેવું જોઈએ. જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણની પ્રાપ્તિ માટે આન્તર સાધ્યાંશને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821