Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 793
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાદને પરિત્યાગ કરો. ભાવાર્થ –- બાહ્યશત્રઓ કરતાં આંતર શત્રુઓ વિષય, કષાય, નિન્દા, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદેથી આત્માની અનન્તગુણી હાનિ થાય છે. ચતુરશીતિ લક્ષયોનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનાર આન્તર પ્રમાદ શત્રુઓ છે. અનેક પ્રકારના ધર્મકર્મોની પ્રવૃત્તિમાં પ્રમાદો થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે. પ્રમાદેથી સાવધ રહેવાની અત્યંત જરૂર છે. શ્રીવીરપ્રભુ શ્રી ગૌતમસ્વામીને કથે છે કે-હે ગૌતમ! તું ક્ષણમાત્ર પ્રમાદ કર નહીં. વિષભક્ષણથી એક વાર મૃત્યુ થાય છે પરંતુ પ્રમાદથી તે સંસારમાં અનેક વાર જન્મમરણ થાય છે. વિષયમાં કષાયમાં આસક્ત થવાથી આત્માના અનેક ગુણ પર કર્મનું આચ્છાદન થાય છે, પ્રમાદેથી રજોગુણ અને તમોગુણી વિચારનું અને આચારેનું સેવન થાય છે. દરેક કાર્યની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાનો સંભવ છે. ઉપગથી પ્રમાદેને આવતા વારી શકાય છે. અહંતા મમતાના અભાવે પ્રમાદનું અત્યંત જેર વધે છે. લક્ષ્મી સત્તા વિગેરેમાં મેહથી પ્રમાદનું જોર વધે છે. આત્માના તીવ્રઉપગ વિના પગલે પગલે અને ક્ષણે ક્ષણે પ્રમાદ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. અતએ આપગ ધારણ કરીને પ્રમાદને આવતા વારવા જોઈએ. મનુષ્ય પ્રમાદેથી રાત્રિદિવસ અનેક દુઃખના ઘેરામાં ઘેરાય છે અને તેથી તેઓ રાજ્યસત્તા, ધન, સામ્રાજય, પ્રભુતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણોને હારી જાય છે. પ્રમાદના જોરથી મનુષ્ય અબ્ધ બને છે અને તેઓ આત્માને પ્રમાદેથી ઘેરાયેલો દેખી શકતા નથી. પ્રત્યેક મનુષ્ય સ્વલ્પાધિકપ્રમાદથી પ્રમત્ત હોય છે પરંતુ તે આત્માની આલેચનાવિના સ્વલ્પાધિકપ્રમાદને દેખી શક્તા નથી તો પછી તેને દૂર કરવાનું તે કયાંથી તે કરી શકે વારૂં? મન વાણી અને કાયાથી સર્વઆવશ્યકકર્તવ્યકર્મો કરવામાં પ્રમાદોથી સદા દૂર રહેવાય એવો ઉપયોગ રાખવો જોઈએ. સ્વાત્મવીર્યથી આન્તરપ્રમાદેને હણી શકાય છે. પ્રમાદોથી સસ્તવ્યસનમાં મનુષ્યો ચકચૂર બને છે. રાજ્યવ્યવહારમાં, સંઘસામ્રાજ્યમાં, ધર્મ પ્રવૃત્તિમાં, આસક્તિ થતાં પ્રમાદે પ્રવેશ્યા વિના રહેતા નથી. બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોના ગુણની પ્રવૃત્તિમાં અને ત્યાગીઓની ગુણકર્મની પ્રવૃત્તિ એમાં રજોગુણ અને તમોગુણરૂપ પ્રમાદને પ્રવેશ થાય છે તેથી ચાતુર્વર્ય મનુષ્યની અવનતિ થાય છે અને ત્યાગીઓની પણ અવનતિ થાય છે. મનુષ્યોમાં આસુરી સંપત્ અને સુરી સંપત્ બને વર્તે છે. સત્તાના અભિમાનથી, વિદ્યાના અભિમાનથી, વ્યાપારિકઅહંવૃત્તિથી પ્રમાદને અન્તરમાં પ્રવેશ થાય છે. આત્મભાવ ટળવાની સાથે દેહાધ્યાસ ઉદ્ભવતાં પ્રમાદની વૃત્તિને પ્રાદુર્ભાવ થાય છે. ધર્મકર્મમાં અને ઉપલક્ષણથી આવશ્યક સાંસા રિકકર્મોમાં પ્રમાદને પ્રાદુર્ભાવ થયાવિના રહેતો નથી. રાજપુતોએ પ્રમાદથી આર્યાવર્તનું આધિપત્ય ખયું. મુસભાએ પ્રમાદેથી આર્યાવર્તનું આધિપત્ય એયું. બ્રાહ્મણોએ પ્રમાદોથી વિદ્યાજ્ઞાનનું આધિપત્યખોયું. ક્ષત્રિયોએ પ્રમાદોથી ક્ષાત્રકર્મનું બલ ખોય. વૈશ્યએ પ્રમાદોથી વ્યાપાર હુનર કલા વગેરેનું બેલ ખોયું. શૂદ્રોએ પ્રમાદોથી સેવાકર્મનું For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821