Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 807
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir અનંત અતિ તથા નારિત ધર્મ. ( ૭૦૭). ગ્રહ, સંકુચિતષ્ટિને દેશવટે આપીને જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર થાય એવા વિચારોના અને આચારોના સંસ્કારથી જૈન ધર્મને સર્વત્ર વ્યાપક પ્રચાર કરી શકશે. આવી ગુણમય વિચારોની અને આચારની વ્યાપકતા સર્વત્ર વિશેષ પ્રમાણમાં કરવાથી અન્ય સર્વ ધર્મોના સદ્દવિચારોની અને સદાચારોની અભેદભાવે સેવા કરી એમ માની શકાય છે. જૈનધર્મમાં જે જે સત્યવિચારની અને સર્વ શુભ પ્રગતિમય આચારની હાલ આવશ્યકતા હેય તેઓને જીવંતરૂપ આપીને સેવવાની જરૂર છે. મંડનશૈલીએ ધર્મની ઉપયોગિતા જણાવવાથી ગુણાનુરાગદષ્ટિ ખીલે છે અને કઈ ધર્મના સત્યવિચારોને અને સત્યાચારને સ્વગણીને અનુમોદન આપનાર જૈન ધર્મ છે એમ શ્રી મહાવીર પ્રભુના સિદ્ધાંતથી અવબધાય છે. જૈન ધર્મનાં ભિન્ન ભિન્ન નામભેદેઆકારભેદે અનેક નામે હોય પરંતુ તે સર્વે જૈન ધર્મથી અવિરુદ્ધ હોવાથી સર્વે તે નામે જૈનધર્મરૂપ છે એવું અનુભવીને વર્તમાનમાં જૈનધર્મની ખુબીઓ સર્વવિશ્વવર્તિ મનુષ્ય સમજી શકે એવી વિશાલષ્ટિથી પ્રવર્તવું જોઈએ. વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં, સ્મૃતિમાં, બાઈબલમાં, કુરાનમાં, બૌદ્ધધર્મના સૂત્રમાં, યોગશાસ્ત્રોમાં જે જે સ્યાદ્વાદષ્ટિમય જૈનધર્મના આચાર અને વિચાર સાનુકૂલ-અવિરુદ્ધ હોય તે સર્વે જૈનધર્મના સત્યાંશે અને સદાચારે છે એવું અનાદિકાલથી માની જૈન ધર્મની વ્યાપક સેવા તથા આરાધના કરવી જોઈએ. રાગ, લયયોગ, હઠાગ, મંત્ર, બ્રહ્મયોગ આદિ સર્વ પ્રકારના વેગોનો જૈન ધર્મમાં સ્યાદ્વાદ દષ્ટિએ સમાવેશ થાય છે. સ્યાદ્વાદદષ્ટિવાળા જૈનધર્મને સર્વદુનિયાના સર્વધર્મોમાં–સર્વદર્શનમાં સર્વવિચારોમાં અને આચારમાં સત્ય છે જે હોય છે તે સર્વ ગ્રાહ્ય ભાસે છે. સમ્યગૃષ્ટિને મિથ્યાત્વશાસ્ત્રો પણ સમ્યગ રૂપે પરિણમે છે એમ નંદીસૂત્ર વગેરે સૂત્રમાં જણાવ્યું છે. સ્યાદ્વાદીઓએ અન્ય ધર્મોમાં અન્ય ધર્મઓના શાસ્ત્રોમાં લૌકિક વિચારોમાં અને પ્રવૃત્તિમાં જે જે આચારની અને વિચારોની સત્યતા હોય તે જૈન ધર્મના વિચારો અને આચારે છે એમ સ્વકીય અનન્ત ધર્મરૂપ આત્મધર્મ માનીને સ્યાદ્વાદ ધર્મકર્મમાં પ્રવર્તવું જોઈએ. આત્માના અનંતઅસ્તિધર્મો છે અને આત્માના અનન્તનાસ્તિધર્મો છે. અનંતઅસ્તિધર્મોને અને અનંતનાસ્તિધર્મોનો આત્મામાં સમાવેશ થાય છે. આત્મામાં સર્વધર્મોનો સમાવેશ થાય છે. અતએ અનન્તસત્યને, અનન્તસત્યાંશને આત્માના ધર્મ તરીકે જાણ આત્માની શક્તિની પ્રકટતા કરવી જોઈએ; આત્માના અનન્તઅક્તિધર્મને અને અનંતનાસ્તિધને અનેકધર્મવાળા ભિન્નનામપર્યાવડે કહે અને અર્થનું અપેક્ષાઐકય હોય તે તેમાં સાપેક્ષષ્ટિએ જૈનધર્મત્વ અવધવું જોઈએ. આ પ્રમાણે અનેકઅપેક્ષાઓ વડે યુક્ત જૈનધર્મને કઈ વેદાન્ત કહે, કઈ આર્યધર્મ કહે, કે તેને સત્યધર્મ થે, કે તેને પ્રભુધર્મ કથે-કઈ તેને સર્વજ્ઞધર્મ કથે, કેઈ તેને સાપેક્ષધર્મ કથે ઈત્યાદિ અનેક નામથી કથે તે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ એક જ રહે છે. આત્માની શકિતને અર્પનાર અને વ્યવહારમાં સર્વકાર્યોમાં બળ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821