Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 801
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપદુદ્ધારક ધર્મકર્મયોગીઓની ફરજ. ( ૭૦૧ ) ત્વનાશપ્રતિ સ્વહસ્તે પ્રવૃત્તિ કરનાર અવબોધવા. અમુક દેશમાં, અમુક ક્ષેત્રમાં, અમુક મનુષ્યમાં વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, સેવા વગેરે શક્તિના રક્ષણ માટે સાધુઓ વડે અને ગૃહસ્થ વડે આપદુધર્મ સેવાય છે. કેઈ કાલે દેશના ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે દેશાપ-ધર્મકર્મને સેવી. દેશની આબાદી રક્ષવી પડે છે. કેઈ વખત રાજ્ય પર અને વિદ્વાને પર આપત્તિ આવી પડે છે ત્યારે તે તે ધર્મની રક્ષા કરવાને આપવાદિક ચિક્કસ કને કરીને તે તે ધર્મની રક્ષા કરવી પડે છે. આ બાબતમાં જેઓ અજ્ઞાન રહે છે તેઓને હાથે તે તે ધર્મોનું રક્ષણ થઇ શકતું નથી. જેને હાલ તેર લાખ જેટલી સંખ્યામાં આવી પડ્યા છે. બ્રાહ્મણે ક્ષત્રિય અને શુદ્રો તથા વૈશ્યની અનેક પેટાજાતિવડે જૈનધર્મ સેવાતો નથી. હવે જૈનેની સંખ્યામાં ચાતુર્વર્ય મનુષ્યોની વૃદ્ધિ ન થાય તે જૈનકોમનો નાશ થવાને પ્રસંગ પાસે આવી લાગે છે. આવી સ્થિતિમાં તેઓ જનકેમની વૃદ્ધિ કરવા આપદ્ધર્મનું સેવન ન કરે તે વર્તમાન જેને પિતાના હાથે પિતાનો નાશ કરે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. કેઈપણ ધર્મ એ નથી કે જે આપકાલમાં ઉદ્ધારક શક્તિને સેવવામાં પ્રતિબંધ કરતે હોય. મનુસ્મૃતિમાં બ્રાહ્મણો વગેરેના આપદધમે જે જે કરવા લાયક છે તેને તે દેશકાલાનુસારે વર્ણન કર્યું છે, જૈનમમાં આપદુદ્ધારકકર્તવ્ય આપદુધર્મકર્તવ્યોને તે તે દેશકાલમાં વિદ્યમાન આત્મજ્ઞાની ગીતાર્થો જણાવે છે, તે પ્રમાણે જે કેમ વર્તે છે તે તે આપ ઉદ્ધાર કરી શકે છે. અન્યથા તેને નાશ થાય છે. આપદુદ્ધારકધર્મકર્તવ્યને જે મનુષ્ય ધમપત્તિ પ્રસંગે જાણીને સેવે છે, તે લોકો સદોષ વા નિર્દોષ કર્મ સેવતા છતાં પણ અનાસક્તિએ કર્મથી બંધાતા નથી; ઊલટું તેઓને આપત્તિયોમાંથી ધર્મનું રક્ષણ કરવાથી મહાપુણ્ય તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે. હાલમાં જૈનધર્મનો ઉદ્ધાર કરવામાં આ૫દૂધને જે ધર્માચાર્યો નહીં સેવે તે તેઓ એકદષ્ટિથી ઘેરાઈને છેવટે સ્વાસ્તિત્વને નાશ કરી શકશેઃ-શાસનદેવતાઓ તેઓને જાગ્રત કરે. આપદુદ્ધારકધર્મકર્મચગીઓ તે તે દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારે ઉત્પન્ન થાય છે અને તેઓ આપવાદિક ધર્મકમેને સેવા પુનઃ પૂર્વની સ્થિતિમાં ધર્મને લાવી શકે છે. ઉત્સર્ગ અને અપવાદ સહિત દરેક ધર્મકર્મ હોય છે. સાધુઓએ અને ગૃહસ્થાએ આપવાદિકધર્મકર્મો સેવવામાં ગાડરીયાપ્રવાહને આગળ કરી સંકુચિત બની ધર્મનાશનું પાપ પિતે ન વહોરી લેવું જોઈએ. આપદુદ્ધારકધર્મકર્મચોગીઓને આપવાદિકધર્માચાર-ધર્મકર્મો સેવતાં તે સમયના રૂઢિમાર્ગમાં એકાન્તદષ્ટિ ધારણ કરીને ગાડરીયા પ્રવાહ પ્રમાણે વર્તનાર મનુષ્ય તરફથી જે જે હુમલાઓ થાય છે તેઓને પાછા હઠાવવા પડે છે. ઉત્સર્ગમાર્ગથી ભિન્ન એવાં સંદેશ આપદુદ્ધારક ધર્મોને ધર્મકર્મગીએ સેવે છે અને તેઓ ધર્મને પુનરુદ્ધાર કરે છે. દરેક ધર્મના ઇતિહાસ તપાસે. પ્રાચીન રાજ્યનૈતિક ઈતિહાસે તપાસે. તેમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821