Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 803
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મયોગીઓ પ્રકટાવો. ( ૭૦૩ ) અપેક્ષાએ સત્યધર્મ છે તેજ બીજી અપેક્ષાએ અસત્ય છે. વ્યવહારદષ્ટિએ સર્વસદ્ધ પૈકી સ્વયોગ્ય જે કર્તવ્યધર્મો હોય તેઓનું સેવન કરવું જોઈએ. સ્વોચિતધર્મકર્મથી ભ્રષ્ટ થવાથી સ્વાત્માની, સંઘની, સમાજની, દેશની અને છેવટે વિશ્વની પડતી થાય છે માટે પ્રાણાતે પણ ચિતકર્મનો ત્યાગ ન કરવો જોઈએ. ચિતવ્યાવહારિકકમે અને ધાર્મિક કર્મો કરીને ગૃહસ્થ સ્વફરજને અદા કરી શકે છે. સ્વકર્તવ્યકાર્યોને અનાસક્તિથી કરનારા મનુષ્ય કર્મચાગીઓ બને છે. સ્વાધિકારથી ભિન્ન અને સ્વાત્મશક્તિથી ભિન્ન એવાં કર્મોને ન કરવાં જોઈએ. અર્થાત્ ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વાધિકારશક્તિથી ભિન્ન કર્મો કરવાં ન જોઈએ; કારણ કે તેથી તેઓને અધિકાર અને શક્તિ નષ્ટ થઈ જાય છે. સ્વાધિકારશક્તિથી ભ્રષ્ટ થએલ મનુષ્ય, સમાજ, કેમ, સંઘ, વર્ણ અને રાજ્યની ઉન્નતિમાં ભાગ આપી શકતા નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવથી સાધકબાધકકર્મ જાણીને ગૃહસ્થાએ અને સાધુઓએ ચિતકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક કર્મો અમુકાપેક્ષાએ બાધકરૂપ થઈ જાય છે અને બાધકકર્મો છે તે અમુકાપેક્ષાએ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સાધકરૂપે પરિણમે છે. જ્ઞાનીઓને આસવનાં કારણે કે જે બાધકરૂપે છે તે સાધકરૂપે પરિણમે છે અને સાધકરૂપ જે સંવરના હેતુઓ છે તે અજ્ઞાનીઓને બાધકરૂપે પરિણમે છે–તત્ અલ્ટ જાણવું. ચિતસાધકકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક અને બાધકકર્મોનું જ્ઞાન કરવામાં અર્જુન જેવા વીરા શંકાસ્પદ થાય છે તે અન્યનું શું કરવું ? ચિતસાધકક પણ ક્ષેત્રકાલાન્તર પામીને બાધકરૂપે પરિણમે છે, માટે સાધકબાધક કર્મનું જ્ઞાન કરીને જ્ઞાનકર્મયેગી બનવું–જોકે એ કંઈ બાળકોને ખેલ નથી. પણ ધર્મની વૃદ્ધિમાં સાધકબાધકકર્મનું વિશાલથી જ્ઞાન કરીને પ્રવર્તવાથી ધર્મની વૃદ્ધિ કરી શકાય છે. જેનોની સંખ્યાની હાનિ થઈ તેમાં સાધક બાધકજ્ઞાનની ન્યૂનતા જ કારણભૂત છે. આય. વર્તમનુષ્યોએ સમષ્ટિદષ્ટિએ સાધકબાધકકર્મોનું જ્ઞાન કરીને રાજકીય પ્રવૃત્તિ સેવી હેત તો તેઓની પતિતદશા થાત નહિ. કર્મગીઓ દરેક જમાનામાં ઉપર્યુક્ત સવિચારોવડે પૂર્ણજ્ઞાની હોય છે તેથી તેઓ પ્રમાદી બનતા નથી અને કોઈ પણ પ્રકારની અવનતિ પ્રાપ્ત કરી શકતા નથી. આશ્કવાસી જનોએ કેટલાક સૈકાથી અદ્યપર્યત ઉપર્યુક્ત વિચારથી કર્તવ્યવ્યાવહારિકકર્મોની પ્રવૃત્તિ કરી છે તેથી તેઓ સર્વ પ્રકારે ન્નતિમાં આગળ વધ્યા છે તે પ્રમાણે આ જે પ્રવૃત્તિ કરશે તો તેઓ પુનઃ પૂર્વની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરી શકશે. આ વિશ્વમાં ઉપર્યુક્ત વિચારેવડે અને આચારવડે વિશ્વજને આદર્શવત્ બને એવા પ્રથમ તે કરોડો કર્મયોગીઓ પ્રગટે એવા સદુપાયે આચરવાની અત્યંત જરૂર છે. ત્યાગીઓએ અને ગૃહસ્થોએ જે જે અનુચિત પાપકર્મો-ધર્મનિષિદ્ધ કર્મો કર્યા હોય તે પાપની આલોચના લેવી જોઇએ-ગુરુ પાસે તે તે અયોગ્ય પાપકર્મોનાં પ્રાયશ્ચિત્તો લેવાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821