________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૬ )
શ્રી કમ ગ ગ્રંથ-સવિવેચને.
નથી-ઈત્યાદિ વિચારને અમુક અમુક હેતુપૂર્વક કરવામાં આવે પરંતુ જ્યાંસુધી તેઓને પરિપૂર્ણ દૃઢ નિશ્ચય કરવામાં નથી આવ્યું ત્યાં સુધી કાર્યની પ્રવૃત્તિમાં આત્મિકબલની સાહાટ્ય પ્રાપ્ત થતી નથી. અતવ કાર્ય કરવાના ઉદ્દેશાદિને વિચારક અને કાર્યકરણમાં ઢનિશ્ચયી મનુષ્યની કર્તવ્યકર્મમાં અધિકારિતા છે એમ પ્રબંધવું જોઈએ. કાર્ય પ્રવૃત્તિને નિશ્ચય ક્ય વિના કદાપિકાલે કાર્યમાં નિશ્ચયિક દૃઢપ્રવૃત્તિ થઈ શકતી નથી અને નિશ્ચય દઢપ્રવૃત્તિ વિના માથું મૂકીને અર્થાત્ મરજીવા થઈને કાર્ય કરી શકાતું નથી. સ્વયોગ્ય કાર્ય પ્રવૃત્તિનો ઉદ્દેશાદિના જ્ઞાનપૂર્વક દઢનિશ્ચય કરીને પશ્ચાત્ તેને ગ્રહણ કરવામાં આવે છે તો અન્યના ભમાવ્યાથી વા પ્રપંચથી ત્યાગી શકાતું નથી. કાર્યજ્ઞાન અને તેને દૃઢનિશ્ચય કર્યા વિના સ્વકાર્યની સિદ્ધિમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરિપૂર્ણ પ્રયત્ન કરી શકાતો નથી અને વિપત્તિપ્રસંગે મરજીવા થઈને આત્મસ્વાર્પણપૂર્વક આત્મબલ ફેરવી શકાતું નથી. સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણવૃત્તિને જ્ઞાતા તથા સ્વ અને અન્ય માન્યતાવાળી અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય સ્વાધિકારે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં ગ્યાધિકારી બની શકે છે. સ્વાન્યશાસ્ત્રો જ્ઞાતા મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં ક્ષેત્રકાલાનુસારે સુધારા વધારે કરીને આત્મબળ ફેરવી શકે છે. જગતુહિતાર્થ જે જે કાર્યો હોય અને તેને જે જ્ઞાતા હોય છે તેની કર્તવ્યકાર્યમાં અધિકારિતા છે. વિશ્વહિતકાર્યજ્ઞ જે હોય છે તે વિશ્વનું હિત થાય એવી કાર્યપ્રવૃત્તિને સેવી શકે છે. જે મનુષ્ય વિશ્વોન્નતિ કરવાને ઈરછે છે વા તેવી પ્રવૃત્તિ કરે છે તેને વિશ્વનું કેવી રીતે હિત કરવું જોઈએ-તબાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને વિશ્વનું કલ્યાણ શામાં રહેલું છે તેનું સમ્યજ્ઞાન કરવું જોઈએ. વિશ્વહિતની સાથે કેટલીક બાબતમાં સ્વહિતને સંબંધ રહેલો હોય છે. પિંડ અને બ્રહ્માંડ એ બેને પરસ્પર અત્યંત નિકટ સંબંધ છે. બ્રહ્માંડની અસર પિંડ પર થાય છે અને પિંડની અસર બ્રહ્માંડના અમુક ભાગ પર થયા કરે છે. સ્વપિંડ સંબંધી શુભાશુભ વિચારો અને આચારની બ્રહ્માંડ ઉપર કેવી રીતે અસર થાય છે તેને વિજ્ઞાનશાઓદ્વારા નિર્ણય થાય છે. બ્રહ્માંડની અસર સ્વપિંડસ્થ આત્મા પર કેવી રીતે થાય છે તેને અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. બ્રહ્માંડના પ્રત્યેક જીની સાથે અનન્ત વાર સંબંધમાં આવવાનું થયું છે. બ્રહ્માંડના પ્રત્યેક જીવને પિતાના પર કોઈ જાતને ઉપગ્રહ થએલા હોય છે. બ્રહ્માંડના સર્વ જીવોને સ્વકાર્ય પ્રવૃત્તિદ્વારા કંઈ ને કંઈ ઉપગ્રહ થવો જોઈએ—એ બાબતનું સૂકમષ્ટિથી જ્ઞાન કરવું જોઈએ. બ્રહ્માંડના સર્વ જીવોની શાન્તિમાં સ્વવ્યક્તિ પ્રવૃત્તિથી કેટલા અંશે ભાગ આપી શકાય તેનું જ્ઞાન સંપ્રાપ્ત કરવું જોઈએ. બ્રહ્માંડમાં રહેલા રજોગુણ તમોગુણ અને સત્ત્વગુણવૃત્તિના વાતાવરણની અસર દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પિતાના પર કેવી રીતે થાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ અને સ્વવ્યક્તિગત પ્રવૃત્તિ દ્વારા જગહિતમાં જે જે અંશે પ્રવૃત થવાનું હોય તેનું નૈશ્ચયિક જ્ઞાન કરવું જોઈએ. સ્વવિચારો
For Private And Personal Use Only