________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શારીરિક વીર્યનું સંરક્ષણ કરવું.
( ૨૩૭ ).
અશાન્તિ અને અપ્રશસ્ત રાગાદિની વૃદ્ધિ થવામાં કરે છે તેનું પરિણામ અંતે એ આવે છે કે તેથી સ્વપરની આમન્નતિમાં તે બળનો ઉપયોગ કરીને ભવની પરંપરામાં વૃદ્ધિ કરી શકાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને બળદ ઘોડા વગેરે પાળી શકે છે. સંસારમાં દ્રવ્યબ્રહ્મચર્યની તે વ્યવહારથી અમુકાશે પ્રાપ્તિ થાય છે પરંતુ કામની પરિણતિ જીતવાપૂર્વક આત્મગુણ રમણતા-સ્થિરતા સમાધિરૂપ ભાવબ્રહ્મચર્યની પ્રાપ્તિ થવી એ મહાદુર્લભ છે. દ્રવ્યબ્રહ્મચર્યથી ભાવબ્રહ્મચર્ય અનંતગુણ ઉત્તમ છે. આત્મજ્ઞાની દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્ય ધારણ કરવા શકિતમાન થાય છે. આ સંસારમાં કામના દાસ બનીને જ રહે છે. કામકષાયને જીતતાં ક્રોધાદિક ચાર કષાયોને જીતી શકાય છે. કામ કષાયના ઉદયે ક્રોધાદિક ચાર કષાયોને પણ ઉદય થાય છે. ખરેખર કેટલાક જ કામ કષાયના આધીન થઈને ગૃહસ્થાવાસમાં પડી રહે છે. કામના ઉદયે કામી જીવ દ્રવ્યચક્ષુ અને ભાવચક્ષુથી જાણે રહિત થઈને આંધળે બન્યું હોય તે થઈ જાય છે. સંસારનું મૂળ ખરેખર એક અપેક્ષાએ વિચારીએ તે કામ છે. જે રૂપ અને સ્પર્શ એ બેમાં સુખબુદ્ધિ ધારણ કરે છે તેથી કામના ઉદયને તેઓ વધારે છે. શબ્દ રસ રૂપ ગંધ અને સ્પર્શમાં વાસ્તવિક દષ્ટિએ અવલેકતાં દુઃખ રહ્યું છે તેને જે મનુષ્ય વિચાર કરે છે તે કામના ઉદયને નિષ્ફળ કરવા સમર્થ થાય છે કામના વિકલ્પસંકલ્પથી મનુષ્ય ચારે તરફથી અનર્થોના પાસમાં ફસાય છે અને પશ્ચાત્ તે લીંટમાં જેમ માંખી સપડાય છે તેમ અન્યોના તાબે થઈને પરતંત્રતાપૂર્વક અનેક દુખોને આ ભવમાં હેરી લે છે; પરભવમાં પશ્ચાત્ શું બનશે તે તો જ્ઞાનીઓ જાણે આત્માના વાસ્તવિક ચારિત્રમાં મહાવિધ્ર નાંખનાર કામ પરિણતિ છે. કામની પરિણતિને જીતવામાં આત્મજ્ઞાનની મહત્તા છે. કામના વિચારને તાબે થવું એ યમને તાબે થવા બરોબર છે. કામના વિકલ્પસંકલ્પને મનમાં જરા અવકાશ આપતાં મનની સમાધિને લેપ થાય છે; અએવ આત્મજ્ઞાનીઓએ ભાવબ્રહ્મચર્યની પ્રાપ્તિ કરવામાં કામને અંશ માત્ર પણ વિચાર પોતાના મનમાં પ્રકટ ન થાય એ ઉપગ રાખવો જોઈએ. શારીરિક વીર્યનું રક્ષણ કરવાથી ધાર્મિક યુગ અને વ્યાવહારિક ક્રિયાગની આરાધનામાં અનેક વિક્ષેપને છેદી શકાય છે. નિયમિત ભેજન હવા તથા આરોગ્યતાના નિયમો અને શારીરિક વ્યાયામથી વીર્યની રક્ષા કરવાની ખાસ જરૂર છે. શારીરિક વીર્યની રક્ષા કરવાથી ધર્મગમાં પ્રવેશ કરી શકાય છે. શારીરિક વીર્યની રક્ષાર્થે ગૃહસ્થ માટે બ્રહ્મચર્યરક્ષક ગુરુકુલે સ્થાપવાની જરૂર છે. ત્યાગીઓએ નિયમિત ખાનપાનથી શારીરિક વીર્યની રક્ષાપૂર્વક આત્મિકજ્ઞાનાદિ શક્તિ ખીલવવા પ્રયત્ન કરવો જોઈએ. કામની ઈરછાઓને દબાવ્યા સિવાય શારીરિક વીર્યની રક્ષા થઈ શકતી નથી, કામવૃત્તિના જોશને દબાવ્યાથી શારીરિક વીર્યની રક્ષાપૂર્વક આરોગ્યતાની અભિવૃદ્ધિ કરી શકાય છે. જ્યારે રૂપ રસ શબ્દ સ્પર્શમાંથી સુખબુદ્ધિ અને ઈષ્ટબુદ્ધિની વાસના ટળે છે ત્યારે રૂપ શબ્દ વગેરેના પ્રસંગમાં આવતાં
For Private And Personal Use Only