Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 747
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મની રક્ષા કેમ થાય ? ( ૬૪૭ ). થાય છે અને અધર્મથી પરાજય થાય છે. અધર્મથી કદાપિ કોઈનો ક્ષણ માત્ર જય થયે એમ દેખાય છે પરંતુ અંતે તો પરાજય માલુમ પડે છે. સ્વધર્મ સમાન આ વિશ્વમાં કઈ જયનું સ્થાન નથી. આ વિશ્વમાં ધર્મની રક્ષા કરવા સમાન અન્ય કઈ કાર્ય નથી. ધમ રક્ષણ માટે જે કરવું હોય તે ઉત્સર્ગકાલ અને આપત્તિકાલથી કરવું જોઈએ. આપત્તિકાલમાં આપત્તિકાલના સગાને અનુસરી ધર્મનું રક્ષણ કરવા આત્મભોગ આપ જોઈએ. વિશ્વમાં દયા સત્ય અસ્તેય પ્રમાણિકતા ભક્તિ-સેવા પરોપકાર આત્મભાવ સદ્દવિચાર અને સદાચાર વગેરે અનન્ત ધર્મના ભેદરૂપ ધર્મથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતએવ ધર્મરક્ષામાં સર્વત્ર આત્માર્પણ કરવું જોઈએ. સંકુચિતદૃષ્ટિવાળાઓ ધર્મરક્ષણાર્થે એડનું ચોડ વેતરી નાખે છે અને વિશાલ ધર્મના આશયનું કેટલીક વખતે તે અજ્ઞાનપણથી ખૂન કરી નાખે છે. સંકુચિતદૃષ્ટિમંતે પોતે જે ધર્મ માને છે તેનાથી ભિન્ન જે જે ધર્મો હોય છે તેનો બહિષ્કાર કરે છે અને સ્વકીય માન્યતાવાળા વિચારોનું અને આચારોનું મૂળ રહસ્ય શું હોય છે તે નહીં જાણવાથી ધર્મના નામે પ્રવૃત્તિ કરીને આ ધર્મ પ્રવૃત્તિ કરે છે. અએવ ઉદારષ્ટિથી સર્વ ધર્મોનું સ્વરૂપ અવધીને પશ્ચાત ધર્મોના અનેક ભેદની રક્ષા કરવામાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે ઉપાયે આદરવા ઘટે તે આત્મસમર્પણ કરીને આદરવા. સ્વાશ્રયી એક મનુષ્ય આત્મસમર્પણ કરીને ધર્મની જેટલી રક્ષા કરી શકે છે તેટલી અન્યપરાશ્રયી મનુષ્યથી બની શકતી નથી. ઉદાર દષ્ટિવાળા આત્મસમર્પકમનુષ્ય સ્વાશ્રયી બનીને સમણિબળ ભેગું કરી ધર્મની રક્ષા કરી શકે છે. અનેક વ્યક્તિના સંઘબળથી ધર્મની રક્ષા કરી શકાય છે. પતિવ્રતા ધર્મરક્ષણાર્થે રજપુતાનાની રાજરમણીઓએ આત્મસર્ગ ર્યા છે તે ઇતિહાસથી અવધાઈ શકે છે. કુમારપાલે ધર્મરક્ષાર્થે આત્મભોગ આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. ભેળા ભીમે દેશરક્ષારૂપ સ્વધર્મની રક્ષા કરવામાં આત્મસમર્પણ કર્યું હતું. જે જે સત્યધમે હોય તેઓની રક્ષા કરવાથી સર્વ જીની પ્રગતિમાં ભાગ લઈ શકાય છે. જે વખતે જે ધર્મ કરવાની ખાસ જરૂર હોય તે વખતે તે ધર્મની રક્ષા કરવી જોઈએ. આત્મસમર્પણ કર્યા વિના ધર્મની રક્ષા થઈ શકતી નથી. દેશધર્મ, સમાજધર્મ, વિશ્વધર્મ સંઘધર્મ, વધર્મ, સામાજિક ધર્મ, જૈન ધર્મ, જ્ઞાનધર્મ, દર્શનધમ, ચારિત્રધર્મ, ન્યાયધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાન ધર્મ, ઉપકારધર્મ, વિદ્યાધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, શૂદ્રધમ, અનેકાન્તકૃતધર્મ, તત્ત્વધર્મ, આત્મધર્મ-આદિ અનેક પ્રકારના ધર્મોના રક્ષણથી સર્વ પ્રકારની શક્તિને પ્રકટાવી શકાય છે અને તેથી વિશ્વમાં સર્વ વ્યવસ્થાઓની સુરક્ષા કરી શકાય છે. સર્વ પ્રશસ્ય ધર્મોનું રક્ષણ કરવામાં સર્વ શુભ શક્તિને ત્યાગ કરતાં જરા માત્ર અચકાવું ન જોઈએ. સર્વસમર્પણ કર્યા વિના વિશ્વના શુભવ્યવહારમાં પ્રવૃત્ત થઈ શકાતું નથી; તેમજ ધર્મવ્યવહારોમાં પણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. ધર્મ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821