Book Title: Karmayoga 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 767
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિકાળમાં સંધ બળની જ મહતા. ( ૬૬૭ ). આત્મસ્વરૂપ યાને અન્નત બ્રહ્મસ્વરૂપમય બની જાય છે. શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વજનના હિતાર્થે ઉપદેશદ્વારા પ્રવૃત્તિ કરી હતી. ગૌતમબુદ્ધ, ઈશુએ, વિશ્વજનની સેવાઓ કરી હતી. સર્વવિશ્વજનો જેઓને પૂજ્ય માને છે એવા કર્મગીઓએ વિશ્વજનના હિતાર્થે સર્વસ્વાર્પણ કર્યું હતું. વિશ્વવિદ્યાલય વિદ્યાપીઠે વગેરે પૂર્વક જે ધર્મમાં સેવાના ઉદાર વિચાર અને આચારે પ્રવર્તે છે તે ધર્મ છે કે વર્તમાનમાં સ્થાપિત થયેલ હોય તે પણ તે વિશ્વમાં વ્યાપક થઈ વૃદ્ધિ પામે છે, તો શ્રીવીરપ્રભુએ સ્થાપિત જૈનધર્મ વગેરેની ઉપર્યુક્ત પ્રવૃત્તિવડે વૃદ્ધિ થાય એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ગુણકર્મવિશિષ્ટ બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર સ્વફરજથી એવી વિશ્વના હિતાર્થે પ્રવૃત્તિ કરે છે તે–એ ધર્મ વૃદ્ધિ પામ્યા વિના રહેતો નથી. વિશ્વહિતકારક સેવકે બનવાને માટે અપૂર્વ આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવું જોઈએ. સમસ્ત વિશ્વજનોના હૃદયોને જે ધર્મ દ્વારા ઉરચ-વિશાલશુદ્ધ કરીને સત્યાનંદશાન્તિ સમપી શકે છે તે ખરેખર વિશ્વકર્માગી સેવક બની શકે છે. સમસ્ત વિશ્વમાં ધર્મરક્ષણકારકપ્રબંધની જનાઓ જવી જોઈએ. દેશકાલાનુસારે સમસ્ત વિશ્વવર્તી જીવને સર્વ પ્રકારના શુભ ધર્મોની પ્રાપ્તિ થાય છે માટે તેઓના આત્માઓ જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણેથી ખીલી શકે એવી ધાર્મિક પ્રબંધની યોજનાઓને આચારમાં ભકવી જોઇએ તથા મકાવવી જોઈએ. દેશકાલાનુસાર તીર્થંકરનામાદિકર્મબંધ કરનારા મહાત્માઓ એવી શુભ ભાવનાપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે. વિશ્વમાં સંઘ, ધર્મ, વ્યક્તિ, વર્ણ, સમાજ, વિદ્યા વગેરેનું સ્વાસ્તિત્વરક્ષણ કરવા માટે શુભ કર્મોને કરાવવાં જોઈએ અને જેઓ કરતા હોય તેઓની અનુમોદના કરવી જોઈએ. ત્યાગી મહાત્માઓએ ઉપયુક્ત શુભકર્મોથી શુભ લાભ થાય એવો ઉપદેશ દેવો જોઇએ. ધર્મ વગેરેનું સ્વાસ્તિત્વ રહે છે તે તેથી પરંપરાએ વિશ્વજીવને અનેક શુભલાભની પ્રાપ્તિ થાય છે અને શાતિની વ્યવસ્થાઓનું પરિપૂર્ણ અર્પણ એકબીજાને કરી શકાય છે. ધર્મનું અસ્તિત્વ સંરક્ષવા માટે શુભયુક્તિ વડે જે જે દેશકાલાનુસારે યોગ્ય લાગે એવાં આવશ્યક કર્મો કરવાં જોઈએ. દેશકાલાનુસારે ધર્મનું અસ્તિત્વ સંરક્ષે એવા મહાત્મા કર્મચગીઓ પ્રકટે એવી શુભપ્રવૃત્તિને-શુભયુક્તિયોને સેવવી જોઈએ. આ આપત્તિકાલમાં ધર્મનું વિશેષ રક્ષણ થાય અને ધમી મનુષ્યનું વિશેષતઃ સંરક્ષણ થાય એવાં આપવાદિક કર્મો કરવાં જોઈએ. સામાજિક બલ, રાજ્યબળ, ક્ષાત્રબલ, વૈશ્યબલ, બ્રાહાબલ અને શૂદ્રબલ ભેગું કરીને વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહે એવાં આવશ્યક કર્મો કરવાં જ જોઈએ. આ કલિકાલમાં સંધબલ-સામાજિકલ મહાન છે. વ્યષ્ટિબલ કરતાં સમણિબલની વિરાટ પ્રગતિ આગલ કેઈનું કંઈ ચાલી શકતું નથી. જ્યાં ધર્મના વિચારો અને સદાચારેવડે જેઓ જીવતારૂપમાં છે એવા મહાત્માઓ કમગીઓ સર્વબલનો સમૂહ ભેગો કરીને વિશ્વમાં સર્વત્ર ધર્મનું અસ્તિત્વ સંરક્ષી શકે છે અને ધર્મની જીવંત વ્યાપકતા પ્રગટાવી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821