________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૪ ).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
અર્થાત્ સ્વાર્થ સંબંધી અને પરજીના ઉપકારભૂત પરમાર્થ માટે મારાથી શું શું કરાય છે અને ભવિષ્યમાં શું શું કરી શકાશે, ભૂતકાળમાં શું શું કર્યું હતું તેને પરિપૂર્ણ ખ્યાલ કરવો જોઈએ. જેમ જેમ આત્મા પિતાને વિશાલવ્યાપક દૃષ્ટિથી સર્વમાં દેખે છે તેમ તેમ તેની પરમાર્થ દૃષ્ટિ ખીલતી જાય છે. ચેતનજી! ભૂતકાલ ગયે, જે અંદગી ગઈ તે તે ગઈ હવે તે તમારી પાસે જેટલી આયુષ્યની મિલ્કત છે તે વડે વર્તમાનમાં સ્વાર્થ અને પરમાર્થનાં અર્થાત્ આન્નત્તિ અને પોન્નતિનાં એવાં કાર્યો કરે કે જેથી મૃત્યુ સામું આવીને ઊભું રહે તે તત્સમયે હાય ! હવે શું થશે ? ઈત્યાદિ પશ્ચાત્તાપના ઉદ્ગારે કાઢવા ન પડે અને ભવિષ્યમાં સુખમય દશા વર્તે. ચેતનજી ! જેટલી આત્માની શક્તિ જેને પરમાર્થ માટે વ્યય કરે છે તેથી અનઃગણી શકિતની તમે કુદરતના નિયમ પ્રમાણે પ્રાપ્તિ કરો છો. જુવો–મેઘ જ્યારે સર્વત્ર ભેદભાવવિના વર્ષે છે ત્યારે તેને પુનઃ વર્ષાકાલે તેટલું જલ પ્રાપ્ત થાય છે. બાંધેલું તળાવ સંકુચિતદષ્ટિથી મર્યાદાયુકત રહે છે તે તેને આગામિકાલમાં પણ તેનામાં સમાય તેટલું જ તેને મેઘ તરફથી જ મળે છે અને કદાપિ તે વધારે ગ્રહણ કરે છે તો પિતાની પાલરૂપ મર્યાદાને તોડી નાખ્યા વિના તે રહેતું નથી. ચેતનજી ! તમે ભૂતકાળમાં શુભ કાર્યો જે જે કર્યા તેનું વર્તમાનમાં ફલ ભેગો છે. હવે કંઈ પરભવનું ભાતું બાંધી લે. તમારી પરમાર્થ ફરજેને અદા કરવાથી જ તમારી આન્નતિ થવાની છે. વર્તમાનમાં હવે જે જે કરવાનું હોય તે પોતાના માટે અને અન્ય જીવો માટે કરો. તમારી ઉચદશા ખરેખર તમારા વિચારો અને કર્તવ્યથી થવાની છે. જગના સર્વ જીવોનાં દુઃખોનો નાશ થાય એવી પરમાર્થદષ્ટિને ધારણ કરે અને પારમાર્થિક પ્રવૃત્તિમાં મન વચન અને કાયાથી પ્રવૃત્ત થાઓ. ચેતનજી ! તમે મહાન થઈને સંકુચિત મર્યાદિત વર્તુળમાં પડી ન રહે અને ભવિષ્યમાં મહાન થવાને વર્તમાનમાં જે જે કંઈ થાય તે કરે. પારકાઓની પંચાત કરવા કરતાં પરજીનું શ્રેયઃ થાય એવા વિચારો કરે અને તેઓના આત્માઓની સાથે ચેતનજી ! તમે એકમેકપ બનીને તેઓનું શ્રેયઃ જે જે ઉપાયોએ થાય તે તે ઉપાયવડે આત્માની પરમાર્થ દશા જાગ્રત્ કરી કર્તવ્યપરાયણ થાઓ. ચેતનજી! તમારા આત્માની સાથે અન્ય આત્માઓનું એકમેકત્વ કરવા પૂર્વે તમારી વિશાલષ્ટિનું અનન્ત વર્તુલ એટલું બધું વધારે કે તમારામાં સર્વ સમાય અને સર્વનું શ્રેયઃ તે તમારું શ્રેય અનુભવાય. ચેતનજી ! ભૂતકાળને વિચાર કરી વર્તમાનમાં અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરી આત્માના ગુણે પ્રગટે અને વિશ્વોન્નતિ થાય એ વિચાર કરો.
અવતરણ:-મેહનિદ્રાને ત્યાગ કરી આત્મબોધથી જાગ્રત થઈ ઉડી ઉત્સાહથી કાર્ય કવાની શિક્ષા આપવામાં આવે છે.
For Private And Personal Use Only