________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
બ્રહ્મચર્યથી અદ્દભુત સિદ્ધિ.
પ્રમાણે પ્રવર્તાવી અનેક શુભ કાર્યો (શાસ્ત્રરચનાદિ) કર્યા હતાં. જેણે મન વચન અને કાયાને સ્વાસામાં રાખી તેણે વિશ્વ પર જય મેળવ્ય એમ અવધવું. આત્માના તાબામાં રહેલું મન જ્યારે આત્માથી વિરુદ્ધ એક પણ વિચાર ન કરી શકે ત્યારે આત્મિક પુરુષાર્થ જાગ્રતું થયું અને કર્તવ્ય કર્મો કરવાને કર્મચગીની અધિકારિતા પ્રાપ્ત થઈ એમ અવબોધવું. મેમેરિઝમ અને હિપનોટીઝમ જેવા પ્રયોગો તે ખરેખર મન વાણું અને કાયાને સ્વાજ્ઞા પ્રમાણે પ્રવર્તાવનારના હસ્તામાં એક લીલા માત્ર છે. મન-વાણું અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવાની શક્તિ-ઉપાને પ્રાપ્ત કરવા જોઈએ. પૂર્વાચાર્યોએ મન-વાણી અને કાયાની શક્તિને ખીલવવા સંબંધી અને તેઓને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવા સંબંધી ગશાસ્ત્રોમાં–અધ્યાત્મશાસ્ત્રોમાં અનેક યુક્તિ દર્શાવી છે તે ગુગમથી અવધ્યા વિના આત્માના તાબે મન વાણું અને કાયાને કરી શકાય નહિ. પ્રથમ બ્રહ્મચર્યની શક્તિ ખીલવીને બ્રહ્મચારી બનવાથી શરીરની આરોગ્યતા અને સુદ્ધતા સંરક્ષી શકાય છે. શારીરિક વીર્યની સુરક્ષા કર્યા વિના કાયાની શક્તિ અને માનસિક શક્તિ ખીલવી શકાતી નથી. પૂર્વે પૂર્વાચાર્યો મહાપરાક્રમી વિશિષ્ટ કાર્યો કરતા હતા; તેનું કારણ એ હતું કે તેઓ કાયિક બ્રહ્મચર્યવડે વીર્યની સંરક્ષા કરવી એજ સર્વસ્વ માનતા હતા. તેઓ બાલ્યાવસ્થાથી ઉદર્વરેતા હતા. તેઓ ઊર્ધ્વરેતા બનવાના ઉપાયોને આદરતા હતા અને બ્રહ્મચર્યને આત્મારૂપ અવબોધીને કદાપિ એક વીર્યના બિન્દુને પણ પાત થવા દેતા નહોતા. બ્રહ્મચર્ય વડે તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને અને કાયાને આત્મવશ કરી શકતા હતા. બ્રહ્મચર્યની સંરક્ષાર્થે ગુરુકુલાદિ સંસ્થાઓની સ્થાપના કરતા હતા અને તેઓ તેમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યધારક બનાવતા હતા. જે દેશ આ વિશ્વમાં સર્વ દેશમાં સત્તાધારક બને છે તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપથી અવબોધવું. ભીષ્મપિતામહે આ વિશ્વમાં બ્રહ્મચર્યથી અભુત કાર્યો કર્યા હતાં. બ્રહ્મચર્યના પ્રતાપે હનુમાન આ વિશ્વમાં જ્યાં ત્યાં તેની સ્મૃતિવડે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય મનના તાબે થઈ વીર્યરક્ષા પ્રતિ લક્ષ્ય આપતું નથી અને વીર્યની રક્ષા કરી શકતો નથી તે કાયિક શકિતથી ક્ષીણ થાય છે. અને તેથી તે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા વેગમાર્ગમાં વિચારવાને અશકત બને છે. એક બ્રહ્મચારી મેગી એક વખત પરિપૂર્ણ બ્રહ્મચર્ય યોગે દઢ સંકલ્પથી આકાશમાં ઉડી એક રાણીના મહેલમાં દુષ્ટોથી રક્ષા કરવા ગયા પરન્તુ પશ્ચાત્ તેમના મનમાં તે રાણીની સાથે મૈથુન કરવાનો સંકલ્પ પ્રગટયો તેથી તેઓ આકાશમાં ઉડવાને અશકત બન્યા. મૈથુનના સંકલ્પમાત્રથી પણ કાયિક માનસિક અને આત્મિક પ્રકટેલી શકિતને નાશ થાય છે તે અન્ય બાબતનું તે શું કહેવું ? વિશ્વના મનુષ્યમાં જે જે મહાપુરુષ તરીકે વિશ્વકલ્યાણ કરનાર તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે તેઓમાં ખરેખરી બ્રહ્મચર્યથી શકિત અવબોધવી. કાયિક વયની સંરક્ષાકારક ગુરુકલે
For Private And Personal Use Only