________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૩૦ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
શિત કરાતા સત્ય ધર્મનું મહત્વ છે. ગમે તે ભાષામાં ધર્મપ્રવર્તક મુનીન્ક બેલે છે પરંતુ તેને ઉદ્દેશ ભાષા દ્વારા મનુષ્યને સત્ય વિચારો અને સત્યાચાર અવબોધવા તરફ હોય છે. નદીના અવકુંઠિત જલપ્રવાહની પેઠે કઈ પણ પ્રવતિત ધર્મના પ્રવાહમાં માલિચ આવ્યા વિના નથી રહેતું; પરંતુ આત્મજ્ઞાની મહાત્માઓ તે ધર્મમાં પ્રવતિત માલિન્યને અવબોધીને તેનો નાશ કરવા અનેક ધર્મપ્રવૃત્તિનાં શુદ્ધ પરિવર્તનને કરે છે. ધર્મ સામ્રાજ્યની પ્રગતિથી વ્યાવહારિક રાષ્ટ્રીયાદિ સામ્રાજ્યની પણ નિર્મલ પ્રગતિ થતી જાય છે. વિશ્વવર્તિ મનુષ્યના સમાજમાંથી અધર્મને દૂર કરવા માટે આત્મજ્ઞાની મુનીન્દ્રો જે આત્મભેગ આપે છે તેની કિસ્મત આંકી શકાતી નથી. ધર્મપ્રવર્તક મહાત્માઓના અવતારોને ઓળખવામાં કવચિત્ અજ્ઞમનુષ્ય પચાસ વર્ષ પાછળ હોય છે. ધર્મોદ્ધારક મહાત્માઓ, ધર્મરૂપ અગ્નિને પ્રજ્વલિત કરે છે તેથી અધર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓ, મનુષ્યનાં કણેમાં સજીવન વિચારમય શબ્દ મંત્રને ફેંકે છે તેથી મનુષ્યમાં ધર્મનું નવું ચૈતન્ય આવે છે અને મલિનતાને સ્વયમેવ નાશ થઈ જાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓરૂપ ઈશ્વર ભૂતકાળમાં અનન્તા થયા છે. વર્તમાનમાં અનેક થાય છે અને ભવિષ્યમાં અનન્ત થશે. વર્તમાનકાલમાં આત્મજ્ઞાની મહાત્માઓને તેમના જીવનકાલમાં વિરલ મનુષ્ય ઓળખી શકે છે. જેઓ વર્તમાનમાં તેઓના આત્માને ઓળખે છે તેઓ સર્વસમર્પણ કરીને તેઓને ઇશ્વરરૂપ માનીને તેઓની સેવાભક્તિ કરે છે તથા તેઓની આજ્ઞા પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરે છે. ધર્મો દ્વારક યોગીન્દ્રોને લોકો ઈશ્વરાવતારરૂપ માનીને તેઓની પૂજા કરે છે. જેટલા આત્માઓ છે તેટલા સત્તાએ ઈશ્વરે છે. તેઓ આત્મશકિત પ્રગટાવીને વ્યક્તિથી અમુક દષ્ટિએ ઈશ્વરવતાર તરીકે થાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓ ખરેખર ધર્મ પ્રવર્તક દૃષ્ટિએ ઈશ્વર જેવા અથવા ઇધરાવતારે છે. જ્યાં સુધી પુણ્યકર્મ છે ત્યાં સુધી તેઓ અવતાર ગ્રહીને આત્માની પરમાત્મતા કરે છે અને અન્ય મનુષ્યને ધર્મથી ઉદ્ધાર કરવાથી તેઓના તેઓ ઈશ્વર બને છે. વિશ્વવતિ લોકોમાં તે ઇશ્વરાવતાર તરીકે મનાય છે અને પૂજાય છે. મનુષ્ય તેઓના ગુણો વડે તેઓને સાકાર ઈશ્વર તરીકે પૂજે છે. કર્મ છે ત્યાં સુધી આત્માઓને અવતાર થાય છે. કર્મ અગર રજોગુણાદિ માયારહિત શુદ્ધાત્માના અવતાર થતા નથી. કર્મસહિત ઉચ્ચ આત્મા પુણ્યપ્રાભારે મનુષ્યનો અવતાર પામીને આત્મનાન-આત્મધમને ઉપદેશ આપીને ધર્ણોદ્ધારક ઈશ્વર તરીકે ગવાય છે. જનસ્યાદ્વાદ દષ્ટિએ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ટિ છે. સિદ્ધ પરમાત્મા નિરાકાર પરમેષ્ટી છે અને અરિહંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાકાર સદેહી પરમેષ્ટી–પરમેશ્વર છે. ધર્ણોદ્ધારક આત્મજ્ઞાની મહાત્માઓ ઇશ્વરરૂપ છે; વેદાન્ત દષ્ટિએ અદ્વૈતવાદમાં મહાત્માઓ ઈશ્વરે છે. સત્તાગત સંગ્રહનયષ્ટિએ એક ઈશ્વર
For Private And Personal Use Only