________________
Shri Mahavir Jain Aradhana Kendra
品
www.kobatirth.org
“ જે થાય તે સારાને માટે' એમ માની કન્ય કરા.
श्लोकः
अधुना जायते यद्यद् यद्भूतं च भविष्यति ॥ मत्वा शुभाय तत्कर्म कर्तव्यं सव्यपेक्षया ॥ ६६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૦૩ )
શબ્દાર્થ;—અધુના જે કન્યકાર્ય થાય છે, જે થયું છે અને જે થશે તે સવે સારાને માટે છે એવું સાપેક્ષાદ્ધિએ માનીને કર્તવ્ય કાર્ય કરવાં જોઇએ.
For Private And Personal Use Only
વિવેચન—ભૂતકાલમાં જે કર્યું તે કર્યું હવે તત્સંબધી ચિંતા કર્યાંથી કંઇ વળે તેમ નથી, તથાપિ મનમાં એમ વિચારવું કે આ વિશ્વશાલામાં ભૂતકાલમાં જે જે કરાયું છે તે વસ્તુતઃ શ્રેય માટે છે. જે જે કઈ કર્યું અને કરાશે તેમાંથી જ્ઞાની મનુષ્યોને વાસ્તવિક પ્રગતિકર શિક્ષણ મળે છે. વર્તમાનકાલમાં જે જે કાર્યો થાય છે તે સારાને માટે થાય છે એમ માની કન્યકામાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ ભવિષ્યમાં જે જે કાર્યો થશે તે સારાને માટે થશે. ભાવિના ગુપ્ત ઉત્તરમાં શુ' થઈ રહ્યું છે તેની કાઇને સમજણ પડતી નથી તથાપિ વિશ્વશાલામાં ઉત્ક્રાન્તિવાદષ્ટિએ જે થશે તે શ્રેયઃ માટે થશે એવું માનવું જોઈએ. આ પ્રમાણે માનીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી શેક ચિન્તાના વાદળાને ભેદીને તેમાં ઢંકાયલા આત્મારૂપ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરી ઉત્ક્રાન્તિ ક્રમમાં આરેાણ કરી શકાય છે. જે થાય છે તે સારાને માટે માનીને સુખ અને દુઃખના સગામાં સમભાવ ધારણ કરવા જોઇએ, જે માટે શેક કરવામાં આવે છે તેથીજ આત્માન્નતિના માર્ગ ખુલ્લા થાય છે એવું અનેક દૃષ્ટાંતાથી અનુભવી શકાય છે. શ્રી રામચંદ્રજીને વનવાસ થયેા અને સીતાનું હરણ થયું તે ઉપરથી અવલેાકતાં અશુભ અવાધાય પરન્તુ રામચંદ્રના વનવાસથી અને સીતાના હરણુથી તેમનાં પરાક્રમે અને તેમની નીતિને ખ્યાલ સર્વત્ર વિશ્વમાં લાકોના મનમાં આવ્યા, રાવણની સાથે લડવાથી તેમના ઉદય થયા અને અદ્યપર્યન્ત તેમના ચરિતથી વિશ્વવર્તિમનુષ્યોને અનેક પ્રકારને સોધ મળે છે. પાંડવા બાર વર્ષે વનમાં રહ્યા તેથી તેમની વાસ્તવિક પ્રગતિના પ્રારંભ અને પુષ્ટિ થઇ એમ અનુભવ કરતાં અવબાધાશે. જ્ઞાની મનુષ્યોને દુઃખ પડે છે તે સુખાર્થે થાય છે. વૈશાખમાસના પ્રખરતાપ વિના વર્ષા થતી નથી; જેમ તાઢ તાપ ઘણા પડે છે ત્યારે ઘણી વૃષ્ટિ થાય છે. મનુષ્યમાત્રને અનેક દુઃખ અને અનેક વિપત્તિયામાંથી પસાર થવાનું હોય છે તેથી દુઃખા અને વિપત્તિયામાંથી તેની પ્રગતિના માર્ગ ખુલ્લો થાય છે. શ્રીકૃષ્ણ વગેરેએ સોરઠ દેશમાં દ્વારિકામાં દુઃખના માર્યાં આવીને વાસ કર્યાં તેથી કૃષ્ણ વગેરે યાદવાની ઉન્નતિ થઈ અને તેથી તે ઇતિહાસના પાને અમર થયા. મહા પુરૂષના માર્ગે ખરેખર દુઃખ વિપત્તિ વગેરે કાંટાની ઝાડીમાંથી નીકળે છે. શ્રીમહાવીર