________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ કર્મયોગી બનવાનું કારણ?
માનીને યુદ્ધાદિ આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બને છે તેથી તે દેશ ખરેખર અન્ય દેશના તાબે શી રીતે થઈ શકે ? આવશ્યક કર્તવ્ય કાર્યદિયામાં પ્રાણાર્પણ કરીને મગ્ન રહેવાને ગુણ ખરેખર પાશ્ચાત્ય મનુષ્ય પાસેથી આર્યોએ શીખવો જોઈએ. પાશ્ચાત્ય મનુષ્યના કર્મગિત્વને અનુભવ કરવામાં આવશે તે પશ્ચાત્ આર્યલેકેને આત્માર્પણ દષ્ટિએ કર્મયેગી થઈને કર્તવ્ય કાર્યક્રિયામાં મગ્ન થવાની આવશ્યકતા અવબેધાશે. આ પૂર્વે મહાકર્મયેગી હતા ઈત્યાદિ તેમની પ્રશંસા કરીને હવે બેસી રહેવું ન જોઈએ. પ્રવૃત્તિયોગ તે ખરેખર પાશ્ચાત્ય દેશીઓ પાસેથી શિખવો જોઈએ અને પાશ્ચાત્યોને અત્રત્ય નિવૃત્તિયાગનું શિક્ષણ આપીને તેઓના ગુરુ બનવું જોઈએ. પ્રવૃત્તિયોગ એ વાડ સમાન છે અને નિવૃત્તિ
ગ એ ક્ષેત્ર સમાન છે. પ્રવૃત્તિથી નિવૃત્તિનું સંરક્ષણ થાય છે. પ્રવૃત્તિ ની મદતાની સાથે નિવૃત્તિયોગની પણ મન્દતા થાય છે અને તેથી નિવૃત્તિ વેગીઓનો પણ નાશ થાય છે. આર્યાવર્તમાં જ્યારે પ્રવૃત્તિગીઓનું પ્રાબલ્ય હતું ત્યારે નિવૃત્તિગીઓનું પણ પ્રાબલ્ય હતું અને તેથી નિવૃત્તિ અને પ્રવૃત્તિથી ધર્મમાર્ગ અને કર્મમાર્ગનું સંરક્ષણ થતું હતું. આળસુ અને પ્રમાદીઓને દેશનું, વિશ્વનું, સમાજનું, સંઘનું, નાતજાતનું, પરમાર્થનું, ધર્મનું અને સ્વાત્માનું કેઈપણ આવશ્યક કર્તવ્ય કાર્ય કર્યાવિન જીવવાને અને વિશ્વમાંથી કઈપણ લેવાનો અધિકાર નથી. આળસુ મનુષ્યોમાં નાશકારક શકિતને સંગ્રહ થાય છે અને તેથી તેઓ સ્વપરના જીવનને નાશ કરવા શકિતમાન થાય છે; અતએ આળસુ મનુષ્યોએ આલસ્યને ત્યાગ કરીને ધર્માર્થે વા કર્થે જીંદગીને એગ્ય ઉપયોગ કરે જોઈએ. અમૂલ્ય છંદગીને નકામી ગુમાવવી એ કુદરતને ગુન્હો છે. પ્રત્યેક મનુષ્ય સ્વએગ્ય આવશ્યક કર્તવ્યકાર્યો કર્યા ઉપરાંત સાર્વજનિક આદિ શુભ કર્તવ્યકાર્યો કરવામાં સ્વસમય અને સ્વશક્તિને ભેગ આપ જોઈએ. જે મનુ સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને કરતા નથી તેઓ સ્વજીવનની પ્રગતિ કરી શકતા નથી. અએવ આત્મપ્રગતિ કરવાને કર્તવ્ય કાર્ય ક્રિયામાં મગ્નચિત્ત રાખવું જોઈએ અને અન્ય નકામી બાબતમાં મન, વાણી અને કાયાને ઉપયોગ ન કરવો જોઈએ. રાજાને પ્રતિબંધ દેવ, સભાઓમાં હાજર રહેવું, ચતુર્વિધ સંઘનાં કાર્યો કરવાં, આવશ્યક ધર્મકાર્ય ક્યિાઓ કરવી, ગ્રન્થો રચવા, નવીન
ગ્ય શિષ્ય કરવા, વ્યાખ્યાન દેવું, પ્રતિવાદીઓને નિરુત્તર કરવા, ધ્યાનસમાધિમાં પ્રવૃત્ત રહેવું વગેરે-શ્રી હેમચંદ્રાચાર્યને કર્મવેગ હતો તેથી તેઓ જૈનેના ઉપર મોપકાર કરી ગયા છે, કે જેને જૈનમ પાછો વાળવાને શકિતમાનું નથી. શંકરાચાર્યને, ગૌતમબુદ્ધને. મહમ્મદ પૈગંબરને, ઈશુને અને શ્રી મહાવીર પ્રભુનો કર્મવેગ અનુભવવામાં આવશે તે તેઓએ દુનિયાને જાગ્રત્ કરવામાં જે જે આત્મભેગો આપ્યા છે તેનો ખ્યાલ આવશે. જેણે સ્વાસ્તિત્વસંરક્ષક વિચારો અને આચારેને વિશ્વમાં પ્રવર્તાવવાની ઈચ્છા રાખી હોય તેણે પ્રથમ કર્મયોગી બનવું જોઈએ. સ્વાસ્તિત્વપ્રગતિકારક વિચારે અને આચારોને વિશ્વમાં
For Private And Personal Use Only